________________
લલિત-વિસ્તરા
આ ઉરિભદ્રસુરિ રચિત
૬૪
ભાવાર્થ-સમાધાન-અવિકલ (સંપૂર્ણ) આપ્ત-સર્વજ્ઞ જિનેશ્વરના ઉપદેશ આજ્ઞા પાલનરૂપ, સર્વપૂજાપ્રધાન, પ્રતિપત્તિ નામની ચોથી પૂજા, પૂજાકારક ઉપશાંતમોહ-ક્ષીણમોહાદિરૂપ વીતરાગમાં સંભવે છે.
શંકા-જો કે આ પ્રમાણે પૂજાનો ક્રમ છે. અને વીતરાગમાં પ્રતિપત્તિ નામની ચોથી પૂજાનો સંભવ છે. તો પણ જ્યારે નમસ્કાર વિષયક વિચાર થઈ રહ્યો હોય, તે પ્રસંગે ‘પૂજાનો' ઉપન્યાસ ગેરવ્યાજબી લાગે છે. તો અહીં ‘પૂજાનો' ઉપન્યાસવાક્ય પ્રયોગ કેમ કર્યો છે ? તેનો ખુલાસો કરો !
હવે શાસ્ત્રકાર આ વિષયનો ખુલાસો કરતાં કહે છે કેઃ
पूजार्थं च नम इति, 'पूजा द्रव्यभावसङ्कोचः' इत्युक्तं,
अतः स्थितमेतदनवद्यं ' नमोऽस्त्वर्हद्भ्यः' इति ।
ભાવાર્થ-સમાધાન-‘નમઃ' આ પ્રમાણેના પદનો અર્થ પૂજા છે. અને તે પૂજા વળી દ્રવ્યભાવસંકોચરૂપ છે. એમ પૂર્વે તેના સ્વરૂપના નિરૂપણ પૂર્વક આ વિષય બતલાવ્યો છે. અહીં નમસ્કાર એટલે જ પૂજા એ અર્થ કરવાથી પૂજાના પ્રસંગે જ-પૂજા વિચારના પ્રસ્તાવે જ પૂજાનું નિરુપણ કરેલ અને વળી પ્રતિપત્તિપૂજા પણ દ્રવ્યભાવસંકોચરૂપ જ જાણવી. આ પ્રમાણેના સુનિપુણ નિરૂપણથી ‘નમોસ્તુ અવ્રુક્ષ્યઃ’ આ પ્રમાણેનું સુવાક્ય નિરવદ્ય-નિર્દોષતાની પરમ પંક્તિની પ્રતિષ્ઠાને પામેલ છે. એમાં વિવાદ કે શંકા ને અવકાશ જ ક્યાંથી હોય ? ઈતિ-વાક્યાર્થ વિચાર
શંકા વ્યાકરણના અનુસાર ‘નમસ્' શબ્દના યોગે ચોથી વિભક્તિ આવવી જોઈએ. છતાં અહીં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ કેમ કરાય છે વારૂ ?
હવે આ પ્રમાણેની શંકાને શમાવવા કહે છે કેઃइह च प्राकृतशैल्या चतुर्थे षष्ठी, उक्तं च ।
વધ્રુવપળેળ યુવવાં, છઠ્ઠિ વિત્તી" મળફ ચડથી। जह हत्था तह पाया, नमोऽत्थु देवाहिदेवाणं ॥ १ ॥"
ભાવાર્થ-સમાધાન-અહીં પ્રાકૃતભાષાના વ્યાકરણની શૈલીથી ચોથી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ કરવામાં આવેલ છે. કહ્યું પણ છે કે ‘‘પ્રાકૃતમાં દ્વિવચનના સ્થાને બહુવચનનો તથા ચોથી વિભક્તિનો અર્થ જ્યારે વિવક્ષિત હોય ત્યારે છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. (છઠ્ઠી વિભક્તિને ચોથી વિભક્તિ કહેવાય છે. અથવા છઠ્ઠી વિભક્તિમાં ચોથી વિભક્તિનો વ્યવહાર થાય છે) ચોથી વિભક્તિપણાએ છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. વચનનું ઉદાહરણ જેમકે ‘હસ્તૌ' અને ‘પાદૌ'ના બદલે (દ્વિવચનના સ્થાને) ‘હત્યા' અને ‘પાયા’નો (બહુવચનનો) પ્રયોગ થાય છે. તથા વિભક્તિનું ઉદાહરણ જેમકે; ચોથી વિભક્તિના અર્થમાં "નમોઽત્યુ દેવાહિદેવાણં' એ રીતિએ ષષ્ઠીનો પ્રયોગ થાય છે.
૧ પ્રાકૃત ભાષામાં ચોથીને ઠેકાણે છઠ્ઠી લાગે છે. ચોથી વિભક્તિ વાપરવાને જ્યાં પ્રસંગ હોય, ત્યાં છઠ્ઠી વિભક્તિ
વપરાય છે.
ગુજરાતી અનુવાદક
આ
ત કરસૂરિ મ.સા.