________________
લલિત-વિરપરા -
હરિભદ્રસર રર
યોગ એટલે સામર્થ્ય છે પ્રધાન જેમાં એવો તે યોગ સામર્થ્યયોગ કહેવાય છે. અર્થાત્ ક્ષપકશ્રેણીગતતત્ત્વઘર્મ-વ્યાપાર. કે જે યોગીઓથી પણ અવાચ્ય છે. અકથનીય છે. આવો સામાÁયોગ-તત્ત્વધર્મવ્યાપાર, વિલંબ વગર, તરત જ કેવલજ્ઞાન આપે છે.
શંકા-પ્રાતિજજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન છે. અને એમ નહીં માનોતો શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહેલ છે તેને બદલે છ જ્ઞાન થશે ! માટે પ્રાતિજજ્ઞાનને કેવલજ્ઞાન પણ કહી શકાય નહિ, કેવલજ્ઞાનતો સામર્થ્ય યોગનું કાર્ય છે. માટે આ પ્રાતિજજ્ઞાનને શ્રુતજ્ઞાનની અંદર અંતર્ભાવ કરવો પડશે જ. તો પછી મોક્ષ પ્રાપ્તિના જે જે સાધનો છે તે શ્રુતજ્ઞાન રૂપ શાસ્ત્રથી જ છે એમ ચોક્કસ થયું ને ?
સમાધાન-પ્રાતિભજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન નથી, તેમ જ કેવલજ્ઞાન પણ નથી. તેમજ પાંચ જ્ઞાનથી જુદું જ્ઞાન પણ નથી. જેમ અરૂણોદય. આ અરૂણોદય છે તેને રાત ન કહી શકાય, તેમજ દિવસ પણ ન કહી શકાય, તેમજ રાત દિવસથી જુદી ચીજ છે, તેમ પણ ન કહી શકાય, પરંતુ સૂર્યોદય થયા પહેલાંની એક અવસ્થા છે તેમ કહી શકાય, તે પ્રમાણે પ્રાભિજ્ઞાનને શ્રુતજ્ઞાન તથા કેવલજ્ઞાન પણ કહી શકાય નહિ. કારણ કે, સામર્મયોગકાલે ક્ષપકશ્રેણીગત હોવાથી ઉત્કૃષ્ટ ક્ષયોપશમ ભાવને લઈને શ્રુતજ્ઞાની
ક વ્યવહાર થઈ શકે નહિ, માટે શ્રુતજ્ઞાન ન કહેવાય, તેમજ ક્ષાયોપથમિકભાવનું જ્ઞાન હોવાથી, તમામ દ્રવ્યપર્યાયને નહીં જાણવાથી કેવલજ્ઞાન પણ કહેવાય નહિ. માટે આ પ્રાતિજજ્ઞોનને અરૂણોદયની માફક કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાંની દશા કહે છે. આ જ્ઞાનને બીજાઓ તારકનિરીક્ષણ-જ્ઞાન શબ્દથી બોલે છે.
હવે સામર્થ્યયોગના ભેદ બતાવવા માટે કહે છે:द्विधाऽयं धर्मसंन्यास योगसंन्याससंज्ञितः । क्षायोपशमिका धा, योगाः कायादिकर्म तु ॥ ७ ॥
શબ્દાર્થ-આ સામર્થ્યયોગ, ધર્મ-સંન્યાસ અને યોગસંન્યાસ એવી સંજ્ઞાએ (નામ) કરીને બે પ્રકારનો છે. ક્ષાયોપથમિક તે ધર્મો ક્ષયોપશમથી નીપજેલા એવા ક્ષમા આદિ તે ધર્મો છે. અને યોગો તે કાર્યોત્સર્ગીકરણ આદિરૂપ કાય આદિના વ્યાપારો છે.
| વિવેચન-કેવલજ્ઞાનરૂપ સૂર્યોદય થયા પહેલાં પ્રાતિજ્ઞાનવાળો, તીવ્ર તત્ત્વબોધથી ઘણો આગળ વધેલો પ્રગત એવો અપ્રમત્ત સંયત સાધુ, જ્યારે આઠમા ગુણઠાણે ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે ધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગનો પ્રથમ ભેદ પ્રાપ્ત કરે છે. આ યોગની અંદર ક્ષયોપશમભાવથી પેદા થયેલા ક્ષમા માઈવ
૧ સવ નિરાગ, સેવકુતરો પૃથક્ ! તુવેરનુભવો દૃર, વરાળોરાઃ ૧ ય. ઉ. જ્ઞાનસારે અનુભવાષ્ટકે.
અર્થ-જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે. તેમ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન કેવલજ્ઞાનરૂપ સૂર્યના અરૂણોદય સમાન અનુભવ, પંડિતોએ દીઠો છે. એટલે મતિશ્રુતજ્ઞાનના ઉત્તરભાવી અને કેવલજ્ઞાનથી અવ્યવહિત (અનંતર) પૂર્વભાવી પ્રકાશને અનુભવ કહે છે તેનું બીજુ નામ પ્રાતિજજ્ઞાન છે.
બાજરાતી અનુવાદક. , ભદ્રકરસૂરિ મ. સા