________________
- લલિત-વિસરા - હરિભદ્રસૂરિ રચિત કી
શાસ્ત્રથી જ (શાસ્ત્રનું ફોગટપણું દૂર કરવા કહે છે કે;) સર્વથા-સકલ પ્રકારે જ આ લોકમાં યોગીઓ જાણી શકતા નથી. કેમ કેસમ્યગ્દર્શનાદિ હેતુભેદોના અનંતભેદ છે.
વિવેચન-શાસ્ત્રો તો દિશા બતાવે છે, પણ પછી આગળનો માર્ગ તો પોતાની મેળે મેળવી લેવાની જરૂરત રહે છે, શાસ્ત્રમાં મોક્ષ મેળવવા માટે સમ્યગગ્દર્શન, જ્ઞાન ચારિત્ર્યાદિ અસંખ્ય માર્ગો બતલાવેલ છે. નવપદની પૂજામાં મહોપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જણાવે છે કે, "યોગ અસંખ્ય જિનવર કહ્યા નવપદ મુખ્ય તે જાણો રે" સારાંશ કે; મોક્ષ મેળવવા માટે અસંખ્ય સાધનો-યોગો છે. પણ તે બધા શાસ્ત્રોથી યોગી પુરૂષો પણ સર્વ પ્રકારે જાણી શકતા નથી. સ્વાનુભવદ્વારા નિષ્પન્ન યોગીઓ જાણી શકે છે. મોક્ષનગરમાં પ્રવેશ કરવા માટે એકાદ સાધન હોતું નથી પણ અસંખ્યાત યોગો છે. આ બધાનો ઉલ્લેખ શાસ્ત્રમાં કેવી રીતે હોઈ શકે ?
હવે સર્વથા તે સમ્યગ્દર્શનાદિ હેતુ ભેદોનો પરિચ્છેદ (પરિજ્ઞાન-નિશ્ચય) શાસ્ત્રથકી જ માનવામાં આવતાં, દોષ કહે છેઃ
सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदासिद्धिपदाप्तितः ॥ ५ ॥
શબ્દાર્થ-શાસ્ત્રથી જ સર્વ પ્રકારે મોક્ષ પ્રાપ્તિના અનંત માર્ગોના સાક્ષાત્કાર થાય તો તે જ વખતે સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થવા સાથે સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થવી જોઈએ !
| વિવેચન-શાસ્ત્રો દિગ્દર્શક હોવાથી શાસ્ત્રથી મોક્ષના અનંતરૂપ સાધન ભેદો જાણી શકાય જ નહિ અને જાણવામાં આવે તો શ્રોતારૂપ યોગીઓને સ્વાનુભવ સિદ્ધ અનંતમાર્ગોનો સાક્ષાત્કાર થવાથી શાસ્ત્ર સાંભળવાના ટાઈમે જ સર્વજ્ઞપણાની સિદ્ધિ સાથે મોક્ષની પ્રાપ્તિ પણ જરૂર થાય. અર્થાત્ અયોગી કેવલીની અવસ્થા પ્રાપ્ત થાય, પણ તેમ તો થતું નથી.
એ હશે, એમ ભલે હો, એમાં અમને શી બાધા છે ? એટલા માટે અત્રે કહે છે:न चैतदेवं च तस्मात्प्रातिभज्ञानसङ्गतः । सामर्थ्ययोगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् ॥ ६ ॥
શબ્દાર્થ-ઉપર કહેલું બનતું નહિ હોવાથી પ્રાતિજજ્ઞાન યુક્ત આ સામર્થ્ય નામનો યોગ, સર્વજ્ઞપણાને પ્રાપ્ત કરાવનાર, યોગીઓથી પણ શબ્દદ્વારા જેનું વર્ણન પણ થઈ શકે નહિ એવો આ સામર્થ્ય નામનો યોગ છે.
વિવેચન-ઉપર જે બીના કહેવામાં આવી તે પ્રમાણે બનતું તો નથી. શાસ્ત્રથી અયોગી કેવલિપણાનું -જ્ઞાન થવા છતાં પણ સિદ્ધિ મળતી નથી. જો આમ છે તો પ્રતિભજ્ઞાનયુક્ત આ સામર્થ્યયોગ અચૂક સર્વજ્ઞપણાને પ્રાપ્તિ કરી આપે છે. આ યોગ પ્રાપ્ત થતાં, આત્મસ્વરૂપ પ્રગટ થતાં લગારે વાર લાગતી નથી. આ પ્રાતિજજ્ઞાનને માર્ગાનુસારી કેવલજ્ઞાનને અનુસરનાર પ્રકૃષ્ટ ઉહાજ્ઞાન-માનસિકતાદ્રશ જ્ઞાન કહે છે. સામર્થ
રાતી અનુવાદક - આ મકરસૂરિ મહારાજ