________________
GITAવિધા
હવે શત
આ યોગો, યુક્તિરૂપ આગમથી સિદ્ધ થયેલા ઈચ્છાયોગ આદિ ત્રણ ભેજવાળા છે. તેઓનો ટુંકમાંસંક્ષેપમાં જે પરિચય આપું છું તે સાંભળો !
૧ ઈચ્છાયોગ-ઉત્સાહની પ્રધાનતાવાળા, વિકલ ક્રિયાવાળા તત્ત્વ (પારમાર્થિક) ઘર્મવ્યાપારને ઈચ્છાયોગ કહે છે.
૨ શાસ્ત્રયોગ-શાસ્ત્રની મુખ્યતાવાળા, અવિકલ (સંપૂર્ણ) ક્રિયાવાળા તત્ત્વરૂપ ધર્મવ્યાપારને શાસ્ત્રયોગ કહે છે.
૩ સામર્થ્યયોગ-સામર્થ્યની પ્રધાનતાવાળો, અધિક ક્રિયાવાળા તત્ત્વરૂપ ધર્મ, વ્યાપાર, “સામયોગ' કહેવાય છે.
હવે વિસ્તારથી ઈચ્છાયોગ આદિ યોગોનું વર્ણન કરે છે. उक्तं च “कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः स इच्छायोग इष्यते ॥ १ ॥
શબ્દાર્થ-યોગદ્રષ્ટિસમુચ્ચય નામના ગ્રંથે કહ્યું છે કે - આગમના શ્રવણ કરનાર, ઘાર્મિક અનુષ્ઠાન કરવાની ઈચ્છાવાળા જ્ઞાનીને પણ પ્રમાદથી તત્ત્વધર્મ વ્યાપાર કરવામાં અલના-ભૂલ થાય, કાલથી વિકલતા થાય-ફારફેર થાય તેને ઈચ્છાયોગ કહેવામાં આવે છે.
વિવેચન-તથા પ્રકારના ક્ષયોપશમ ભાવને લઈને કોઈ એક માણસ દ્રવ્યાદિ પૌગલિક વસ્તુની ઈચ્છા વગર, ઘર્મના અનુષ્ઠાનો કરવાની ઈચ્છાવાળો છતાં, સિદ્ધાંતમાં કહેલ અનેક તત્ત્વના વિષયને જાણવા છતાં, અને કરવા લાયક ધાર્મિક અનુષ્ઠાનો સારી રીતે સમજવા છતાં, જે કાલે જે ધર્મનું અનુષ્ઠાન કરવાનું હોય તે કાલે તે ન કરે, દ્રષ્ટાંત તરીકે, પ્રતિક્રમણ કરતાં સૂર્યાસ્ત સમયે વંદિત્તાસૂત્ર આવવું જોઈએ. તેના બદલે પ્રતિક્રમણની શરૂઆત પણ થતી નથી. ચૈત્યવંદન કરતાં અર્થની વિચારણા તથા ચિત્તની એકાગ્રતા કરવી જોઈએ. તે પણ પ્રમાદને લઈ બરોબર થતી નથી. ક્ષયોપશમ ભાવની વિચિત્રતાને લઈ પોતે અજ્ઞાની નથી પણ જ્ઞાની છે. તેમજ ધર્મના અનુષ્ઠાનના રહસ્યને જાણનાર છે, માત્ર વિકથા વિગેરે રૂપ પ્રમાદ પરવશ બની જે અવસરે જે ક્રિયા કરવાની છે તે કરે નહીં. પ્રભુ પૂજા કરવાના ટાઈમે પ્રભુ પૂજા કરે નહિ. ગુરૂવંદનના કાલે ગુરૂવંદન કરે નહિ. સુપાત્રદાનની અણીએ સુપાત્રદાન દે નહીં. ફક્ત અંતઃકરણમાં તે વિષયની ઉર્મિનો ઉછાળો તો જોરદાર હોય પણ આળસુ-એદી બની, કરી શકે નહિ અથવા વિકાલે કરે-શાસ્સે બતાવેલ કાલનું ઉલ્લંધન કરી બીજા કાલે કરે. તેને ઈચ્છાયોગ કહે છે. આ યોગ ચોથા ગુણઠાણા આદિ ગુણઠાણે હોય છે.
હવે શાસ્ત્રયોગસ્વરૂપ થવાની ઈચ્છાથી કહે છે. शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः ।। श्राद्धस्य तीव्रबोधेन वचसाऽविकलस्तथा ॥ २ ॥
કસર
આ ફાકારક ગુજરાતી અનુવાદ ૦