________________
- લલિત-વિખરા - આ વભદ્રસારિયા
( ૬૩
तत्प्रकर्षवांस्तु 'वीतरागो न चैवं पठतीति, न चान्यस्तत्प्रकर्षवान्, भावपूजायाः प्रधानत्वात्, तस्याश्च प्रतिपत्तिरूपत्वात्,
ભાવાર્થ-ઉત્કૃષ્ટ ભાવનમસ્કારના ઘણી-સ્વામી વીતરાગ જ છે (ઉપશાંત મોહ-ક્ષીણ મોહ રૂપ વીતરાગ જ છે) અને તેઓ નમસ્કાર લાભફલક પ્રાર્થનાર્થક “અસ્તુ' એ પદને બોલતા નથી. પરંતુ “નમસ્તીથયેતીર્થને નમસ્કાર છે. એવા અર્થવાળા પદને આશંસા વગર બોલે છે. “અસ્તુ' એ પદનો પ્રયોગ કરતા નથી. પરંતુ “અસ્તિ” એ ક્રિયાપદને અધ્યાહાર્ય રાખીને બોલે છે.
વળી વીતરાગ સિવાયની વ્યક્તિ, ઉત્કૃષ્ટ ભાવનમસ્કારવાળી છે જ નહીં. મતલબ કે; ભાવપૂજાનું પ્રધાનપણું હોઈ તે ભાવ (પ્રધાનભાવ) પૂજા પ્રતિપત્તિરૂપ છે. એટલે નિષ્કષાય વૃત્તિરૂપ પ્રતિપત્તિરૂપ ભાવપૂજારૂપ સર્વોત્કૃષ્ટ ભાવનમસ્કાર, વીતરાગમાં જ છે. બીજે ઠેકાણે નથી.
હવે આ વિષયમાં બીજાઓના કથનની સાક્ષી આપતાં કહે છે કે - 'उक्तं चान्यैरपि 'पुष्पामिषस्तोत्रप्रतिपत्तिपूजानां यथोत्तरं प्राधान्यं'
ભાવાર્થ-વળી બીજાઓએ પણ કહ્યું છે કે, પુષ્પપૂજાથી પ્રધાન નૈવેદ્યપૂજા છે અને નૈવેદ્યપૂજાથી સ્તોત્રપૂજા પ્રધાન છે. અને સ્તોત્રપૂજાથી પ્રતિપત્તિપૂજા પ્રધાન છે. એમ ઉત્તરોત્તર પૂજા પ્રધાન છે ને પૂર્વપૂર્વ પૂજા અપ્રધાન (હીનકોટીની) છે. દેશવિરતિમાં-પુષ્પપૂજા, નૈવેદ્યપૂજા, સ્તોત્રપૂજા, (વિકલ-અપૂર્ણ જિનેશ્વર આજ્ઞાપાલનરૂપ) પ્રતિપત્તિપૂજા એમ ચાર સંભવે છે. સરાગ સર્વ વિરતિમાં-સ્તોત્રપૂજા અને (વિકલ-અપૂર્ણ જિન આજ્ઞા પાલન રૂપ) પ્રતિપત્તિપૂજા એ બે જ સંભવે છે.
શંકા-આ ચારેય પૂજાની અનુક્રમે-પૂર્વહીનતા અને ઉત્તરોત્તર પ્રધાનતા ભલે હોય ! પરંતુ વીતરાગમાં આ ચારમાંથી કઈ પૂજાનો સંભવ છે ? તે દર્શાવો ?
હવે આ શંકાનું સમાધાન કરે છે કે'प्रतिपत्तिश्च वीतरागे'
१. “बिंति अणासंसं चिय तित्थस्स नमोति उपशमजिणाइ । अविगलआणापालणपहाणपडिवत्तिपूयपरा"
૨ "તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગીરે, ચઉહા પૂજા ઈમ ઉત્તરજઝયણે, ભાષી કેવલ ભોગી રે! (આનંદઘન ચોવીશી સુવિધિ સ્ત. ૯)
અર્થ-ચોથો ભેદ તે પ્રતિપત્તિ પૂજા, પડિવજવું અંગીકાર કરવું. પોતાનું સ્વરૂપ અંગીકાર કરવું તે (અથવા અવિકલ આજ્ઞા પાલનનું અંગીકાર કરવું તે રૂ૫) પૂજા સેવા, (આ પૂજા ક્યારે થાય ? તોકે) ઉપશમ ખીણ સયોગીરે” અગીયારમે ગુણસ્થાનકે આત્મા હોય એટલે ઉપશાંત મોહ થયો હોય ત્યારે તથા તેરમે ગુણસ્થાનકે સયોગી-શુદ્ધતા પામેલા ચૈતન્યમાત્ર યોગ રહેલા હોય તેવી દશામાં આ પરિવર્તિપૂજા થઈ શકે છે, “ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે' આ ચાર પ્રકારની પૂજા ઉત્તરાધ્યયન સૂત્રમાં (સમ્યકત્વપરાક્રમ નામના અધ્યયનમાં) કૈવલ્યજ્ઞાનવાનું એવા ભગવાને કહેલી છે.
'यदुक्तमुत्तराध्ययनेषु “अरहंता तित्थयरा, तेसि चेव भत्ती कायव्वा, सा पूआ वंदणाईहिं भवई, पूअंमि पुष्फामिसथुईपडिवत्तिभेयओ चउविहं पि जहासत्तीए कुज्जा"
આ અનુવાદક -
નાદસૂરિ મા