________________
લલિત વિસરા
( ૫૭
પુદ્ગલપરાવર્તથી આરત (વિરત) અટક્યો છે. વિરામ-આરામ પામેલ છે. અત એવ પુદ્ગલપરાવર્તથી ન્યૂન અલ્પ, સંસાર જેનો છે તે આત્મા “અલ્પભવ' કહેવાય, તેનો ભાવ-પણું તે “અલ્પભવતા” એમ પણ અર્થ કરવો, મતલબ કે; ચરમ (છેલ્લા) પુદ્ગલપરાવર્તથી અધિક પરીમાણવાળા સંસારકાલરૂપે અલ્પભવતા ગણાતી નથી. પરંતુ ચરમ પુદ્ગલપરાવર્તની અંદરનો વિશિષ્ટ સંસારકાલ “અલ્પભવતા” તરીકે ઓળખાય છે. દીર્ઘદર્ગત્યના (લાંબી-મોટી-જબરી-નઠારી હાલત-ગરીબી-નિર્ધનતા-કંગાલિયત-દરિદ્રતા-દુર્બલતા-કમનશીબીદુર્ભાગ્યતાના ભાફ) ભાગી, ચિંતામણિ રત્નની પ્રાપ્તિમાં હેતુ-ચિંતામણિ રત્ન પ્રાપ્ત કરનાર બની શકતો નથી. એ ન્યાયે બહુલભવી-દીર્ઘભવી તત્ત્વજ્ઞાનરૂપ ચિંતામણિ રત્નને મેળવી શકતો નથી. પરંતુ અલ્પભવી-શુકલપાક્ષિક-આસન્નભવ્ય-લધુકર્મી આત્મા, તત્ત્વજ્ઞાનરૂપ ચિંતામણિ રત્નને મેળવે છે. એ સિવાયના અભવ્ય-દૂરભવ્યબહુપુદ્ગલપરાવર્તવાળા-શઠ-કદાગ્રહી-અત્યંત અભિનિવેશી-ગુરૂ આદિની આશાતના કરવાવાળા, તેઓ તત્ત્વજ્ઞાનચિંતામણિ રત્નને સ્વપ્નય પણ મેળવી શકતા નથી. એ બાબતનું સ્પષ્ટીકરણ કરતા કહે છે કે એ પ્રમાણે જ અનેક (એક પુદ્ગલ પરાવર્તથી અધિક-વઘારે-બહુ) પુદ્ગલપરાવર્ત સંસારરૂપ કાલવાળાને, વ્યાખ્યાનના અંગ (સાધન કે વ્યાખ્યાનના અધિકાર) રૂપ અલ્પભવતાનો અભાવ છે એટલે તેમને વ્યાખ્યાનનો અધિકાર નથી. કારણ કે; અલ્પભવતારૂપ કારણનો અભાવ હોઈ તત્ત્વજ્ઞાનરૂપ રત્નનો અભાવ છે. અને તત્ત્વજ્ઞાનનો અભાવ હોઈ વ્યાખ્યાનનો અનધિકાર છે. એમ આગમના ગુહ્ય-ગુપ્ત રહસ્યના જાણકારો કહે છે.
હવે આ વિષયનો ઉપસંહાર કરતા કહે છે. अतः साकल्यत एतेषां व्याख्यासिद्धिः, तस्याः सम्यग्ज्ञानहेतुत्वादिति सूक्ष्मधियाऽऽलोचनीयमेतत् ।
ભાવાર્થ-આથી, આ જિજ્ઞાસા આદિ અંગો-કારણોના સકલ-સમસ્તપણાથી અર્થાત્ ૧સકલ-સમસ્ત-જિજ્ઞાસા", ગુરૂયોગ, વિધિપરતા, બોધપરિણતિ, ધૈર્ય, ઉક્તક્રિયા, અલ્પભવતારૂપ સાત અંગો-(સમુદિત જિજ્ઞાસા આદિ સાત અંગો) વ્યાખ્યાનરૂપ કાર્યના પ્રત્યે કારણ છે. જિજ્ઞાસા આદિ સાત અંગૌ પૈકી એકની પણ વિકલતા (અભાવ) હોય તો વ્યાખ્યાનરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી. પરંતુ સકલ અંગોથી વ્યાખ્યાનની સિદ્ધિ થાય છે. કારણ કે જિજ્ઞાસા આદિ સાતે અંગો દ્વારા સમ્યગુ-તત્ત્વરૂપ યથાર્થ જ્ઞાન થાય છે. અને સમ્યગૃજ્ઞાનથી વ્યાખ્યાનરૂપ ફલની સિદ્ધિ થાય છે. (અથવા સકલઅંગ સહિત વ્યાખ્યાનની સિદ્ધિ, બીજાઓને સમ્યગજ્ઞાનનું કારણ છે.) આમ આ વિષયનું સૂક્ષ્મબુદ્ધિથી-બારીકાઈથી-ઝીણવટથી આલોચન-મનન-પરિશીલન ઊંડા ઊતરી કરો !
9. “નો નો વિરિયાવાડું તો નિયતા સુબા ના સંતો પુર જીવતું સિફ જે જે કિયાવાદી (આત્મવાદી) છે તે ભવ્ય છે અને અવશ્ય શુકલપાક્ષિક છે તે એક પુગલ પરાવર્તની અંદર સિદ્ધ થાય છે એ દશાશ્રુતસ્કંધચૂર્ણિના અનુસાર પુદ્ગલ પરાવર્તથી અધિક સંસાર તે કૃષ્ણપક્ષ અને તેની અંદરનો કાળ તે શુકલપક્ષ જાણવો. કોઈ સ્થાન પર જેઓને કંઈક ન્યૂન અર્ધ પુગલ પરાવર્ત સંસાર બાકી સ્થાન છે તે શુકલપાક્ષિક અને બીજા તેથી અધિક સંસારવાળા) કૃષ્ણપાક્ષિક જાણવા એમ પણ કહેલ છે. અપેક્ષા કે વિવક્ષાથી એ બંને બરોબર છે.
१ 'दण्डचक्रादिन्यायेन जिज्ञासादिसप्ताङ्गानां मिलिताना-समुदितानामेव व्याख्यानं प्रति कारणता, न तु तृणरणिमणिन्यायेन प्रत्येकं कारणतेति વોનું !
બાજરાતી અનુવાદક - , ભદ્રકમભૂમિ