________________
મારા કરતા
ક
Fવિરાજ GIRભવરાત્રિ
૬ ૫૯ તથા પરલોકના પૌદ્ગલિક સુખો રૂપી ફલની કામના વિચારણા પણ જેઓમાં ન હોય તે જ બીજ સંશુદ્ધ કહેવાય છે.'
એવચ સત્સશુદ્ધ (અત્યંત ઉપાદેય બુદ્ધિપૂર્વક, સંજ્ઞાનિરોધ સહિત, ફલાભિસંધિ રહિત-નિષ્કામ-ફલવિષયક કામના રહિત જે તે સંશુદ્ધ) એવા જે પ્રશંસાદિ-વર્ણવાદ (ગુણગાન-વખાણ)માં કુશલ ચતુર, સુજાણ એવું ચિત્ત જેવી રીતે થાય એવા (અથવા ચિત્તપૂર્વક કે ચિત્ત કરવા પૂર્વક) ઉચિત કર્તવ્ય કરવા સ્વરૂપ પ્રશંસા વિગેરે છે. તેને ધર્મ બીજના વપન તરીકે જાણવા (૧)
(૨) ઘર્મ વિષયક ચિતા-ચિંતન-અભિલાષા, આદિને (આદિ શબ્દથી હમણાં કહેવાતા સત શ્રુતિ આદિનેવિગેરને) એકુર આદિના સ્થાને સમજી લેવા. (અંકુર આદિમાં રહેલ આદિ શબ્દથી આગળ પર કહેવાતા સકાંડ આદિ ગણવા.)
(૩) ફલસિદ્ધિ તો નિવૃત્તિ મોક્ષ એ પ્રસિદ્ધ છે. તથાચ બીજવપનના સ્થાને ધર્મવિષયક સત્ પ્રશંસા આદિ. અંકુર આદિના સ્થાને ધર્મવિષયક ચિંતા આદિ. ફલસિદ્ધિના સ્થાને મોક્ષ. એમ ચોક્કસ જાણી લેવું.
હવે સક્રમ “અંકુર વિગેરેના સ્થાનનું નિરૂપણ કરે છે કે; "चिन्तासत् श्रुत्यनुष्ठानं देवमानुषसम्पदः । क्रमेणाङ्कुरसत्काण्डनालपुष्पसमा मताः" ॥ ३ ॥
ભાવાર્થ-એ રીતે-ધર્મબીજનું વિધિપૂર્વક વપન થવાથી એમાંથી ઘર્મવિષયકચિંતા-અભિલાષા વિગેરે અંકુરા, ઘર્મવિષયક શ્રવણ, એ સત્કાર્ડ, (સુંદર ડાળખુ-સ્કંધ-વૃક્ષનો એક ભાગ, જ્યાંથી તેની શાખા વિગેરે નીકળે છે.) ઘર્મવિષયક અનુષ્ઠાન-ક્રિયા. એ નાલ, (થડ) દેવ અને માનવની સંપદાઓ, એ પુષ્પો (ફૂલો) છે. અહીં બીજ વાવ્યા પછી પ્રથમ અંકુરા ફુટે, પછી ફુલ આવે અને પછી ફળ આવે તેમ ધર્મમાં પણ ક્રમ સમજવો. ક્રમવાર ધર્મમાં પણ ઉચ્ચ પગથીએ ચડવું એ સામાન્ય નિયમ છે.
હવે ફલનો નિશ્ચય કરતાં કહે છે કે,
૧ ધર્મવૃક્ષ
તહેતઅનુષ્ઠાન, એ બીજ આદિના ક્રમથી સંગત છે. બીજ, અંકુર, સ્કંધ, નાલ, પુષ્ય અને કલ એ કમ છે. બીજ વવાય એટલે અંકુરા ફૂટે, અંકુરા ફુટ્યા પછીથી સ્કંધ થાય, સ્કંધ થયા પછી પત્રાદિ થાય. પત્રાદિ થયા બાદ પુષ્પ આવે અને તે પછીથી ફલ પેદા થાય. તહેતુઅનુષ્ઠાન વધતે વધતે બીજથી ફલ સુધી લઈ જનારું છે. આ સ્થળે બીજ કોને કહેવાય? જે જે કોઈ ધર્મી હોય, શુદ્ધ અનુષ્ઠાન કરનારો હોય, તે તે ભવ્યજનોને તેમ કરતા જોઈને શુદ્ધ અનુષ્ઠાનપ્રતિ બહુમાન પેદા થાય, બહુમાનના યોગે એ શુદ્ધ અનુષ્ઠાનની સ્તુતિ થાય અને એવા બહુમાનથી અને સ્તુતિથી તે શુદ્ધ અનુષ્ઠાનને હું કહું' એ જાતિની જે ઈચ્છા થાય, તે આ વિષયમાં બીજ છે. શ્રદ્ધાનુષ્ઠાનને જે કોઈ આચરતા હોય તે પુણ્યાત્માઓ પ્રત્યે બહુમાન પ્રગટે એમની પણ પ્રસંશા કરવાનું મન થાય, શુદ્ધાનુષ્ઠાન પ્રત્યે બહુમાન પ્રગટે તથા તેમની સ્તુતિ કરાય અને એમાંથી એ ઈચ્છા પ્રગટે કે હું પણ આ શુદ્ધ અનુષ્ઠાન કરૂ આવો મનોરમ મનોરથ, ધર્મરૂપ વૃક્ષના
જા ગાજરાતી અનુવાદ , કવિ પન્ના.