________________
લિત-વિસરા સહજભાવસ્થત
{ ૪૫ ) ભાવાર્થ - નમસ્કારવાચક “નમ:' પદની શક્તિ, કોશઆપ્તવાક્ય આદિથી પૂજારૂપ અર્થમાં નિરૂઢ થયેલ છે. તથાપિ. પહેલાં “નમ:' એ પદનું જ્ઞાન થયા બાદ, “નમ:' પદની શક્તિ પૂજામાં છે. એ જ્ઞાન થાય છે. ત્યારબાદ “નમઃ' એ પદ, પૂજાના અર્થવાળું છે અને પૂજા એટલે દ્રવ્યભાવસંકોચ, અર્થાત્ તે પૂજા બે પ્રકારે છે. દ્રવ્યસંકોચરૂપ અને ભાવસંકોચરૂપ.
(૧) તંત્ર-દ્રવ્યસંકોચરૂપ પ્રકારદ્વયાવચ્છિન્નપૂજાઘટક દ્રવ્યસંકોચનું સ્વરૂપ દર્શાવે છે કે, દ્રવ્યસંકોચ-હાથ પગ મસ્તક આદિ શરીરના અવયવોની ગ્રહણ કંપન-ચલનાદિ ક્રિયાઓને રોકવી-નિયમિત કરવી તથા બે હાથ જોડી લલાટે લગાડી પ્રણામરૂપ અંજલિ બંધ, તથા પ્રણામ કરતાં ઉપરનું અધું અંગ નમાવી દેવા રૂપ અર્પાવનતપ્રણામ તથા બે ઢીંચણ, બે હાથ, અને મસ્તક એ પંચાંગ નમાવી ભૂમિ સાથે લગાડી પ્રણામ કરવારૂપ પંચાંગ પ્રણામ તથા મુદ્રા-વિન્યાસ વિગેરે દ્રવ્યસંકોચ સમજવો. હવે પૂજાના બીજા ભેદરૂપ ભાવસંકોચને કહે છે.
(૨) ભાવસંકોચ-અહંદાદિગુણોમાં વિશુદ્ધ-પરમપવિત્ર મનનો-અંતઃકરણનો નિયોગ (પ્રવેશ-પ્રીતિથી પ્રણિધાન એકાગ્રતા-એકતાનતા-અનન્યવૃત્તિ) તે ભાવસંકોચ અર્થાત અત્યંત નિર્મલ મનને પ્રભુના ગુણોની સાથે બાંધી દેવું તે ભાવસંકોચ, સમજવો.
(૨) હવે બીજા પદનો અર્થ કહે છે. અસ્તુ એટલે ભવતુ (થાઓ-હો ) એમ બીજા પદથી વિવરણ કરી આ ક્રિયાપદનો અર્થ “પ્રાર્થના છે. એમ દર્શાવે છે.
હવે (૩) “ણું” અને (૪) અહંદુભ્યઃ પદનો અર્થ જણાવે છે.
णमिति वाक्यालङ्कारे, प्राकृतशैल्या इति चेहोपन्यस्तः । 'अर्हद्भ्यः' इति देवादिभ्योऽतिशयपूजामर्हन्तीत्यर्हन्तस्तेभ्यो નમઃશયો ચતુર્થી |
(૧) દ્રવ્યસંકોચરૂપ નમસ્કાર હોય અને ભાવસંકોચરૂપ નમસ્કાર ન હોય (૨) દ્રવ્યસંકોચ ન હોય અને ભાવસંકોચ હોય (૩) દ્રવ્યસંકોચ હોય અને ભાવસંકોચ હોય (૪) દ્રવ્ય અને ભાવ ઉભય સંકોચ ન હોય. છેલો ભાંગો શૂન્ય છે. બીજો અને ત્રીજો ભાંગો આદરણીય છે. અને પ્રથમ ભાંગો અનાદરણીય છે. દ્રવ્યભાવસંકોચમાં "ભાવસંકોચ” એ જ પ્રધાન છે. કારણ કે, તે જ એક એક ઐકાત્તિક ફળને આપનારો છે. ભાવસંકોચ વિનાનો દ્રવ્યસંકોચ, પાલકાદિની જેમ નિષ્ફળ છે. તથા અનુપયુક્ત (ઉપયોગ વગરના) સમ્યગુદ્રષ્ટિ વિગેરેને નિષ્ફળ છે. દ્રવ્યસંકોચ વિનાનો ભાવસંકોચ, અનુત્તર દેવ આદિને તથા ગ્લાન આદિ ઉપયુક્ત સમ્યગ્રદ્રષ્ટિ વિગેરેને સફળ છે, તો પણ દ્રવ્યસંકોચરૂપ નમસ્કાર સહિત ભાવસંકોચરૂપ નમસ્કારવાનુને જે વિશુદ્ધિ થાય છે, તે વિશુદ્ધિ પ્રાયઃ દ્રવ્યસંકોચ રહિત કેવળ ભાવસંકોચવાનુને થતી નથી. દ્રવ્યથી અને ભાવથી સંકોચરૂપ નમસ્કાર વિધિ પ્રમાણે શિરોનમન વિગેરે ક્રિયાનિષ્ઠ ઉપયુક્ત (ઉપયોગવાળા) સમ્યગૂદ્રષ્ટિ વિગેરેમાં ઘટી શકે છે. શાંબકુમારની જેમ ઉભયસંકોચ શ્રેષ્ઠ-ઈષ્ટ-મંગલકારી છે.
१ अत्र विवरणादपि शक्तिग्रहः । विवरणं तु तत्समानार्थकपदान्तरेण तदर्थकथनम् । यथा घटोऽस्तीत्यस्य कलशाघटोऽऽस्तीतिविवरणाद् घटपदस्य कलशे शक्तिग्रहस्तथा अस्त्वित्यस्य भवत्विति विवरणात्प्रार्थनार्थ उपलभ्यते । विधिनि-मन्त्रणामन्त्रणाधीष्टसम्प्रश्नप्रार्थनेषु लोटो (आज्ञार्थस्य) વિધાન છે.
___२ 'अत्युत्ति पत्थणा' इत्याप्तवाक्यादपि प्रार्थनार्थः ।
જય જય
સદસર જાવા
મગજરાતી અgવIછે કે