________________
લલિત-વિરારા ભવસારી
* રોજ ૪૭)માં અસ્તુ એ ક્રિયાપદનો અર્થ પ્રાર્થના પ્રસ્તુત છે. તેની અનુપત્તિને (નહીં ઉત્પત્તિ, નહી ઘટવું, યુક્તિયુક્ત નહીં થવું તેની) ચોદના (પ્રેરણા-પ્રશ્ન હેતુપૂર્વક ઉદ્ભાવના) ને ચાલના કહે છે. જેમકે; “અસ્તુ' એ પ્રમાણેના પદથી પ્રાર્થનારૂપ અર્થ યુક્તિયુક્ત-વ્યાજબી-ઘટિત સંગત નથી. કારણ કે, પ્રાર્થના માત્રથી (ફક્ત પ્રાર્થનાથી જ) નમસ્કારલાભ (નમસ્કારથી થતો જે નફો) રૂ૫ ઈષ્ટફલ, નિપજતું કે સિદ્ધ થતું નથી.
સારાંશ કે, નમસ્કારજ લાભ રૂપ ઈષ્ટફલના પ્રત્યે “અહંતને નમસ્કાર હો !' એ રૂપ કેવલ પ્રાર્થના (સ્તુતિ કરીને માગવું-સ્તુતિ-વિનંતિ) કારણ ન હોઈ નમસ્કારજન્યલાભરૂપ ઈષ્ટફલના લાભનો અભાવ છે. એટલે ઉપર્યુક્ત “અસ્તુ' એ પદનો અર્થ-પ્રાર્થના, સમર્થ નથી. આ પ્રમાણેના આક્ષેપરૂપ ચાલનાનો પરીહાર કરવા સમાધાનરૂપ પ્રત્યવસ્થાનને બતાવતાં તેનું સ્વરૂપ તથા તેની ઘટના બતાવે છે.
(५) प्रत्यवस्थानं तु नीतितस्तन्निरासः, यथा युज्यत एव, इत्थमेवेष्टसिद्धेरिति,
ભાવાર્થ-ન્યાય વ્યવહાર-પ્રતીતિ) પૂર્વક આક્ષેપનું ચાલનાનું (પૂર્વપક્ષીય અનુપપત્તિનું) ખંડન-નિરસન કરવું તે અર્થાત ઉત્તરપક્ષ-સમાઘાન તે પ્રત્યવસ્થાન સમજવું. જેમકે; “અસ્તુ” એ પદનો અર્થ પ્રાર્થના, યુક્તિયુક્ત-વ્યાજબી-ઘટિત કે ઉત્પન્ન છે. કારણ કે, આવી રીતે-પ્રાર્થનાથી જ (નમસ્કારજન્યલાભરૂ૫) ઈષ્ટફલની સિદ્ધિ થાય છે.
હવે ગ્રંથકાર આ પ્રમાણે ફક્ત પદયોજના કર્યા પછી આગળ ઉપર લંબાણથી ભાવાર્થ ગર્ભિત વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે;
पदयोजनामात्रमेतद्, भावार्थ तु वक्ष्यामः,
ભાવાર્થ-આ કેવળ પદોની યોજના (ગોઠવણ-વ્યવસ્થા-રચના) જ જાણવી પરંતુ પદોનો ભાવાર્થ (અંદરનો અર્થ, તાત્પર્ય) આગળ કહીશું....
હવે વ્યાખ્યાનના અંગો (અવયવો-સંબંઘ-અંશ-હેતુઓ) જિજ્ઞાસા આદિ જે છે તેનું નિપુણ નિરૂપણ, ઉપપત્તિપૂર્વક શાસ્ત્રકાર કરે છે.
व्याख्याऽमानि तु जिज्ञासादीनि, तद्व्यतिरेकेण तदप्रवृत्तेः,
ભાવાર્થ-જિજ્ઞાસા વિગેરે, વ્યાખ્યાના અંગો-અંશો કે અવયવો છે. કારણ કે; જિજ્ઞાસા વગેરેના અભાવમાં વ્યાખ્યાન પ્રવૃત્તિનો અભાવ છે. અર્થાત્ જિજ્ઞાસા આદિ હોય તો વ્યાખ્યાની પ્રવૃત્તિ થઈ શકતી નથી. મતલબ કે; અન્વયવ્યતિરેકના સહચાર જ્ઞાનથી કાર્ય કારણભાવનો નિશ્ચય થતો હોઈ વ્યાખ્યાન વિષયક પ્રવૃત્તિના પ્રત્યે જિજ્ઞાસા આદિ પરમ કારણ છે એમ સાબીત થયું.
હવે પહેલાં સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે “નમોત્થણે અરહંતાણે એ પ્રકારની ચૈત્યવંદનસૂત્રાન્તર્ગત વિંદના શા સારૂ છે ? એનો જવાબ આપી પછીથી ચૈત્યવંદનસૂત્રનો શો અર્થ છે એ રૂપ જિજ્ઞાસાનું પ્રતિપાદન કરવાના ઈરાદાથી પહેલાં વંદનાનો પરિચય આપતાં કહે છે કે,
રાતી અનુવાદ
કરવિ મા,