________________
ડિલિત- વિજ: વરિભાવ રચિત
* ૫૦ ) ન્યાય-જેમ ગાયના માંસ વિગેરેનું ભક્ષ્યપણું (જિહ્વામુખ-રસનેન્દ્રિય-દંત આદિથી ભક્ષણ-ખાવા યોગ્ય પણ) હોવા છતાં ય ગોમાંસ આદિ, વિન્દિત-ખરાબ હોઈ-અનર્થ ફલકારી હોઈ અભક્ષ્ય છે, જેમ ચંડાલ વિગેરે સ્પર્શનીય હોવા છતાંય નિંદિત હોવાથી અનિષ્ટ ફલકારી હોવાથી અસ્પર્શનીય (નહીં અડકવા યોગ્ય) કહેવાય છે. તે આ ગુરયોગ વગરનું વ્યાખ્યાન, અનર્થ ફલ કરનાર-મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ હોવાથી અવ્યાખ્યાન જ કહેવાય એ નિર્વિવાદ-નિઃશંક વાત છે. માટે ખૂબ વિચારો ! ઊંડા ઊતરો !
હવે વ્યાખ્યાનનું ત્રીજું અંગ-કારણ જે વિધિપરતા, તેનું વ્યાખ્યાન કરે છે. - (३) तथा विधिपरता-मण्डलिनिषयाक्षादौ प्रयत्नो, ज्येष्ठक्रमानुपालनं उचितासनक्रिया, सर्वथा विक्षेपसंत्यागः, उपयोगप्रधानतेति श्रवणविधिः, हेतुरयं कल्याणपरम्पराया अतो' हि नियमतः सम्यग्ज्ञानं, न पाय उपेय-व्यभिचारी, तद्भावानुपपत्तेरिति,
ભાવાર્થ-જે જિજ્ઞાસા, ગુરૂયોગ, વ્યાખ્યાનનું અંગ છે તેમ વિધિપરતા એ વ્યાખ્યાનનું ત્રીજું અંગ છે. વિધિપરતા એટલે અનુષ્ઠાનોની સર્વ વિધિઓ કરવી. તત્પરતા-પરાયણતામાં તેનું છ પ્રકારે વિશેષ વર્ણન કરે છે. (૧) મંડલિ, નિષદ્યા, ‘અક્ષ વિગેરેમાં બરાબર યત્ન કરવો (૨) જયેષ્ઠનો (નાનામોટાનો) ૫ક્રમ શાસ્ત્રમાં ફરમાવ્યો છે, તે બરાબર પાળવો (આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર-(ગણાવચ્છેદક) રત્નાધિક એ પાંચને કર્મક્ષય અર્થે કૃતિકર્મ-વંદન કરવું.) તથા “સરખા કે ઊંચા આસન વર્જવા પૂર્વક ઉચિત આસનની ક્રિયા કરવી, સર્વથા (સર્વ પ્રકારે) વિસ્થાનિંદા વગેરે વિક્ષેપોનો ત્યાગ કરવો. ભાવપૂર્વક સર્વ ક્રિયામાં ઉપયોગ રાખવો. સૂત્ર, અર્થ તદુભય સાંભળવાનો વિધિ બરોબર શીખવો, આ મજકૂર
૧ ભંગીયો-હલકી જાતિનો માણસ મુએલાં જાનવર ખેંચી જનાર ચંડાલ, ઢેઢ-એ નામની અસ્પર્શજાતિના લોકનો એક સમૂહ વિગેરે સમજવું
૨. આ વિધિપરતા-ક્રિયા પરાયણતાથી સમ્યગુજ્ઞાની ખાત્રી થાય છે. તથાચ-હેમ પરીક્ષા જેમ હુએજી, સહત હુતાશન તાપ; જ્ઞાન દશા તેમ પરખીએજી, જિહાં બહુ કરિયા વ્યાપ.” ૫૯. સ્તવને ઉ. યશો. જેમ અગ્નિના તાપથી સુવર્ણની પરીક્ષા થાય છે. તેમ શારીરિકાદિ ઘણી ક્રિયાઓ વડે જ્ઞાનદશા પરખાય છે. શારીરિકાદિ પ્રક્રિયાઓથી કષ્ટ પામવા છતાં ખેદાદિ રહિત સમભાવે રહેતા મહાત્માની જ્ઞાનદશાની પરીક્ષા થાય છે. ક્રિયા કરતાં શારીરિક કષ્ટ પડવા છતાં જે ભવ્યાત્મા ખેદ પામતા નથી, તે ક્રિયાઓ ઉપર કંટાળો લાવતા નથી. તેઓને શુદ્ધ સમ્યગુજ્ઞાન થયું છે એમ સમજવું.
૧ સાધુધર્મની આહાર લેવાની, ચારિત્રગુણમાં સ્થિરતા કરવાની જે ક્રિયાઓ કરવાની વિધિ અનેક ગ્રંથોમાં બતાવી છે તે પ્રમાણે કરવા તૈયાર રહેવું તેમાં આનંદ-ઉત્સાહ રાખવો વગેરે. ૨ સૂત્ર, સૂત્રનો અર્થ, ભોજન, કાલગ્રહણ, આવશ્યક, સઝાય અને સંથારો એ સાત માંડલી કહેવાય છે. તે દરેકમાં એક એક આયંબિલ કરીને પ્રવેશ કરવાનો છે. બીજો અર્થ-૫ર્ષદા (સભા). ૩. આસન. ૪. સ્થાપનાચાર્ય ૫. નાના સાધુએ વડીલને વંદન કરવું, સાધુ થયાના કાલથી પોતાથી પોતાનો જન્મ માનવો, સાધ્વીએ સર્વ સાધુને વંદન કરવું વિગેરે જયેષ્ઠલધુકમ સમજવો. ૬ ગુરૂથકી ઊંચા આસને બેસે અથવા ગાદી કરી બેસે અથવા ગુરૂ જેવાં કે તેથી અધિક મૂલ્યવાળાં વસ્ત્ર વાપરે તો દોષ લાગે છે. ગુરૂ જેવાં સમાન આસન ઉપર બેસે અથવા ગુરૂ જેવા સમાન વસ્ત્ર લઈ વાપરે તો ગુરૂ આશાતના લાગે છે. ૭ કોઈ જગ્યાએ "અશનક્રિયા” એમ કહેલું છે. તો સાધુની ભોજનક્રિયા ઉપર બહુજ ભાર મૂક્યો છે. સમજણ રાખવી પડે છે, પિંડવિદ્ધિમાં આહાર લેવાના ૪૨ દોષો તજવાના બતાવ્યા છે. ભોજન કરતી વેલાએ પાંચ દોષો સંબંધી સાવચેતી રાખવી પડે છે. વિગેરે. ૮. રાજકથા-દશકથા-સ્ત્રીકથા અને ભોજનકથા આ, ચારને વિકથા કહે છે. એ અનર્થદંડ છે. નકામી વાતો કરવી તે પ્રમાદનો
રાતી અનુવાદક - મૃ. ભદ્રસૂરિ મ. સા.