________________
લલિત-વિસ્તરા - અભિતસૂરિ.
૪૮ ) तत्र धर्मं प्रति मूलभूता वन्दना,'
ભાવાર્થ-ચૈત્યવંદનસૂત્રઘટક (વૃત્તિ-અંતર્ગત) વંદના અથવા “નમોન્યુvi અરહંતા એ વાક્યાન્તર્ગત નમસ્કાર રૂ૫ વંદના, એ વ્યવહારનયની અપેક્ષાથી, પૂર્વાપર અવિરોધિ (અવિસંવાદિ-અવ્યભિચારિ)-શાસ્ત્રવચન અનુસાર, યથાવિહિત, મૈત્રી આદિ ભાવના સંગત, આલોક-પરલોકની અપેક્ષા રાખીને ત્યાગ કરવા યોગ્યના ત્યાગરૂપ અને ગ્રહણ કરવા યોગ્યના સ્વીકાર અનુષ્ઠાન પ્રવૃત્તિરૂપ ધર્મના પ્રત્યે, તથા નિશ્ચયનયની અપેક્ષાથી, શુદ્ધ અનુષ્ઠાનજન્ય-કર્મા પગમ-ક્ષય લક્ષણ, સમ્યગદર્શનાદિ-નિર્વાણબીજલાભફલવાળી જીવ-આત્મા-શુદ્ધિરૂપ ધર્મના પ્રત્યે મૂલભૂત-બીજરૂપ છે.
હવે વ્યાખ્યાઅંગરૂપ (સંબંધ-અંશરૂપ) જિજ્ઞાસા વિગેરેનો પરિચય આપતાં પહેલા “થોશં નિર્દેશ' ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ-નિરૂપણ હોય છે. એ ન્યાયથી પ્રથમ જિજ્ઞાસાની ઝીણવટભરી છણાવટ કરતાં કહે છે.
(१) अथ कोऽस्यार्थ इति ज्ञातुमिच्छा जिज्ञासा, न सम्यग्ज्ञानाद्दते सम्यविक्रया "पढमं नाणं ततो दयेति वचनात्, (द. अ ४-गा. १०) विशिष्टक्षयोपशमनिमित्तेयं नासम्यग्दृष्टेर्भवतीति तन्त्रविदः,
ભાવાર્થ-આ ચૈત્યવંદનસૂત્રનો ક્યો અર્થ છે ? આ પ્રમાણેની ચૈત્યવંદનસૂત્રના અર્થને જાણવાની ઈચ્છા તે જિજ્ઞાસા (ચૈત્યવંદનસૂત્રવિશેષ્યક અર્થપ્રકારક જ્ઞાનવિષયક ઈચ્છા-જિજ્ઞાસા) કહેવાય છે. તથાચ ચૈત્યવંદનસૂત્રવિષયક વ્યાખ્યાનના પ્રત્યે ચૈત્યવંદનસૂત્રના અર્થને જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા, પ્રથમ અંગ-કારણ છે. કારણ કે; તાદશ અર્થજ્ઞાનરૂપ સમ્યજ્ઞાન (યથાર્થજ્ઞાન) સિવાય, સમ્યફ ક્રિયા થઈ શકતી નથી. સમ્યજ્ઞાન હોય
૧. વંદના, એ ઘર્મ તરફ આત્માને આગળ વધવાનું મૂળ છે. અર્થાત્ શુદ્ધ સ્વરૂપવાનને વંદના કરવાથી, આત્મક્ષેત્રમાં ધર્મબીજનું વપન (વાવવું) થાય છે, અનુકૂલ સામગ્રીએ તેમાંથી ધર્મચિંતા આદિ રૂપ અંકુરાઓ, કૃતાભ્યાસ તથા સદાચરણરૂપી શાખા પ્રશાખાઓ અને સ્વર્ગાપવર્ગની પ્રાપ્તિરૂપ ફૂલ-લો પ્રગટ થાય છે. વળી નમસ્કાર કરવાની યોગ્યતા પણ અતિશય લધુકર્મી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. થોડી પણ આત્મશુદ્ધિ જે આત્માઓની થવા પામી નથી તે આત્માઓ પરમશુદ્ધ આત્મદશાને પામેલાઓને ભાવથી નમન કરી શકે એ શી રીતે શક્ય છે ?
१ 'पढमं नाणं तओ दयां एवं चिठुइ सब्बसंजए । अन्नाणी किं काही किंवा नाही छेअपावगं ? ॥ १७ ॥ दशवै. ४ षड्जिवनिकाय हारि. वृत्ति 'पढमं नाणमित्यादि, प्रथममादौ ज्ञानं जीवस्वरूपसंरक्षणोपायफलविषयं 'ततः,' तथाविधज्ञानसमनन्तरं 'दया' संमयस्तदेकान्तोपादेयतथा भावतस्तत्प्रवृत्तेः, 'एवम्' अनेन प्रकारेण ज्ञानपूर्वक क्रियाप्रतिपत्तिरूपेण तिष्ठति, आस्ते 'सर्वसंयतः' सर्वः प्रबजितः, च पुनः 'अज्ञानी' साध्योपायफलपरिज्ञानविकलः स किं करिष्यति ? सर्वत्रान्धतुल्यत्वात्प्रवृत्तिनिवृत्तिनिमित्ताभावात्, किं वा कुर्वन् ज्ञास्यति 'छेकं' निपुणं हितं कालोचितं 'पापकंवा' अतो विपरीतमिति, ततश्च तत्करणं भावतोऽकरणमेव, समग्रनिमित्ताभावात्, अन्धप्रदीप्तपलायनधुणाक्षरकरणवत् अत एवान्यत्राप्युक्तं 'गीयत्थो अ विहारो बीओग्रीयत्थमिसिओ भणिओ' इत्यादि अतो ज्ञानाभ्यासः कार्यः ॥ १० ॥
ભાવાર્થ-ઉપર્યુક્ત જીવદયાનો ઉપદેશ સાંભળી શિષ્ય કહે છે કે હે ભગવનું ! ત્યારે હવે જીવની દયા જ પાળવી. જ્ઞાન ભણવાનું શું કામ છે ? આમ બોલનાર શિષ્યને ગુરૂ ઉત્તર આપે છે કે, પ્રથમ જીવના સ્વરૂપનું તેના સંરક્ષણનું તથા સંરક્ષણ ફલનું જ્ઞાન થયા બાદ, સંયમ રૂપ ક્રિયામાં એકાંત ઉપાદેયપણાએ ભાવથી જ્ઞાનથી પ્રવૃત્તિ હોવાથી તે ક્રિયા સમ્યકક્રિયા હોઈ જ્ઞાનપૂર્વક ક્રિયાને સ્વીકારીને સર્વ સાધવર્ગ ચાલે છે. અજ્ઞાની શું કરશે ? અથવા તે પર્યાપાપને કેમ જાણી શકશે ? વાસ્તે જ્ઞાનની પ્રથમ જરૂર અગત્યતા છે.
રજીસ્ટર
ગજરાતી અનુવાદક -
મકરસૂરિ મહારાજ