________________
લલિત-વિજ્ઞાન
વનર
હાજર રહ્યા { ૫ર
ભાવાર્થ-જેમ જિજ્ઞાસા-ગુરૂયોગ-વિધિપરતા, વ્યાખ્યાનના અંગો-કારણો છે. તેમ ચોથું વ્યાખ્યાનનું અંગ બોધપરિણતિ' છે. તેના સ્વરૂપનો પરિચય કરાવે છે કે; બોધપરિણતિ-સમ્યજ્ઞાનમાં સ્થિરતા, (મન-વચનકાયાના વ્યાપારની આકુલતાનો અભાવ, રાગ-દ્વેષ વગેરેનો ઉપશમ, શેયતત્ત્વના શેયપણાનો ઉપાદેયપણાનોઉપેક્ષણીયપણાનો નિશ્ચય) કુતર્કના યોગ-સંબંધથી રહિત, સંવૃતઃ (ઢાંકેલ-બંધ કરેલ) રત્ન (અનુષ્ઠાનબુદ્ધિરૂપ રત્ન) ના આધારરૂપ (આશ્રય) કરંડીયાની પ્રાપ્તિ સરખી, નીતિ સહિત સમ્યગ્દર્શને જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગાદિકમાં અતિચાર વગરની પ્રવૃત્તિરૂપ માર્ગાનુસારિતાના સંબંધવાળી, શાસ્ત્ર અને યુક્તિની પ્રધાનતાવાળી, (જમાં શાસ્ત્ર અને યુક્તિ પ્રધાન છે. અથવા શાસ્ત્રાનુકૂલયુક્તિ પ્રદાન છે. એવી) આવા પ્રકારના સ્વરૂપવાળી “બોધપરિણતિ' થોડી (અલ્પ પદાર્થનું અવગાહન કરનારી) પણ હોય છતે “વિપર્યય (મિથ્યાજ્ઞાન-ભ્રમ-ભ્રાંતિ) થતો નથી. એ આની મહત્તા-ખૂબી છે. ફક્ત-કેવળ શેષપદાર્થ વિષયકજ્ઞાનનો અભાવ, એ સાધ્ય વ્યાધિ સરખો છે. જેમ સુશિક્ષિત-કુશલ વૈદ્યથી સાધ્યવ્યાધિ દૂર-નાબૂદ થાય છે. તેમ વિશેષ પરિજ્ઞાન થતાં (વિશિષ્ટજ્ઞાન થતાં) સકલ અવશિષ્ટ વિષય વિષયકજ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન અંધકાર અદ્ગશ્ય-પલાયન થઈ જાય છે.
હવે વ્યાખ્યાનના પાંચમા અંગભૂત સ્વૈર્યનું સુંદર નિરૂપણ કરે છે.
(५) तथा स्थैर्य-ज्ञानद्धर्यनुत्सेकः, तदज्ञानुपहसनं, 'विवादपरित्यागः, अज्ञबुद्धिभेदाकरणं, प्रज्ञापनीये नियोगः, संयमपात्रता नाम बहुमता गुणज्ञानां, विग्रहवती शमश्रीः, स्वाश्रयो भावसम्पदामिति,
ભાવાર્થ-જેમ જિજ્ઞાસા વિગેરે ચાર, વ્યાખ્યાનના અંગો છે. તેમ “ર્વ વ્યાખ્યાનનું અંગ છે. હવે
१ 'बोधरोगः शमापायः श्रद्धाभोऽभिमानकृत्, कुतर्कश्चेतसो व्यक्तं भावशत्रुरनेकधा ॥
અર્થ :- કર્કરૂપી ભયંકરમાં ભયંકર ગ્રહ, શુદ્ધ આત્મસ્વરૂપ બોધનો નાશ કરવામાં રોગનું કામ કરે છે. રાગદ્વેષના અભાવરૂપ શાંતરસનું પ્રતિબંધક તત્ત્વ છે. પ્રભુના વચન ઉપરની શ્રદ્ધાનો ભંજક છે. મિથ્યા અભિમાનનું બીજ છે. નિર્મલ મનનો નાશ કરવાને, ખુલ્લી રીતે અનેક પ્રકારે આર્ય પુરૂષોના અવર્ણવાદ બોલવાના કારણથી ભાવશત્રુની-ભીતરના દુશ્મનની ગરજ સારે છે. વાસ્તે કલ્યાણકામી જીવોએ કુતર્કને કાઢી મૂકવો જોઈએ.
૨ “સંવૃતરત્નર:પ્રતિતત્યા' એમ પણ કોઈ જગાએ કહેલ છે. અર્થાતુ સંવૃત-અનુઘાટિત-નહીં ઉઘાડેલ, રત્નથી ભરેલા • કરંડીઆની પ્રાપ્તિ સરખી, જેમ કોઈએ રત્નોનો કરંડીઓ પ્રાપ્ત કર્યો પણ તદનંતર્ગત રત્નાદિ વસ્તુ છે. એમ તે જાણતો નથી, તો પણ જ્યારે તે જાણશે ત્યારે તેનું ફળ અચૂકપણે તેને જ મળશે, જો તે સાચવી રાખશે તો !
१ 'विपरीतैककोटिनिष्टङक्नं विपर्ययः, यथा शुक्तिकायामिदं रजतमिति,
અર્થ :-જદી રીતે રહેલા એક કોટીની વસ્તુના એક અંશનો નિશ્ચય તે વિપર્યય, જેમકે છીપમાં, આ ચાંદી છે એવું જ્ઞાન તે વિપર્યય, ચાંદી રૂપે નહી એવી છીપમાં રૂપું છે, એવું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ વિપર્યય, પીળો શંખ વિગેરે જ્ઞાનો પણ પ્રત્યક્ષવિપર્યય કહેવાય. તેજ પ્રમાણે ધૂળના ગોટાને ભ્રાંતિથી ધૂમાડો માની જે અગ્નિનું જ્ઞાન કરવામાં આવે તે અનુમાન વિપર્યય, તેજ પ્રમાણે બીજા પ્રમાણોનો પણ વિપર્યય થઈ શકે. મિથાજ્ઞાન વિપર્યયઃ | વિપો નામ પ્રમઃ |
१ 'लब्ध्यायाप्त्यर्थिना तु स्याद् दुःस्थितेन महात्मना, छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ।
અર્થ - જે લબ્ધિનો (સોના આદિની પ્રાપ્તિ આદિનો) કે “કીતિયશનો અર્થી હોય, જેનું મન દુભાયેલ હોય કે જે ગરીબ હોય, જેનું હૃદય શુદ્ર હોય તેવા માણસની સાથે છલ અને જાતિની પ્રધાનતાવાળો વાદ કરવો તે વિવાદ કહેવાય છે.
ક
કાર દક
સરરિ મ.સા.
ગુજરાતી અનુવાદક