________________
લલિત-વિસ્તર
હરિવર રચિત
૪૯
છે.
તો જ સમ્યક્ ક્રિયા થાય છે. તથાહિ-સમ્યક્ ક્રિયાના પ્રત્યે સમ્યજ્ઞાન કારણ છે. સમ્યજ્ઞાન હોયે છતે જ સમ્યક્ ક્રિયાની સત્તા-હયાતી છે અને સમ્યજ્ઞાનની અસત્તા-ગેરહાજરી હોયે છતે સમ્યક્ ક્રિયાનો અસંભવ આ બાબતને મજબૂત કરવા સારૂ આગમવચનનો પુરાવો (સાખ) આપે છે. ‘સમ્યક્ ક્રિયામાં ઉપયોગી જ્ઞાનનું અહીં ગ્રહણ હોવાથી જ્ઞાનપદથી સમ્યગ્ જ્ઞાન જ લેવું અર્થાત્ પહેલાં સમ્યગ્ જ્ઞાન (કારણ) ને પછી દયા-સમ્યક્ ક્રિયા (કાર્ય) છે. એ પ્રમાણેનું આગમ વચનનું પ્રામાણ્ય છે.' અતઃ સમ્યક્ ક્રિયારૂપ કાર્યના પ્રત્યે સમ્યગ્ જ્ઞાન કારણ છે. એમ સુતરાં સિદ્ધ થયું. તથાચ આ જિજ્ઞાસાના ઉત્થાન કે ઉત્પત્તિમાં વિશિષ્ટ જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય કે ક્ષયોપશમ નિમિત્તભૂત છે. સારાંશ કે; આશ્રવાદિ તત્ત્વો હોય (છોડવા જોગ) છે. સંવરનિર્જરા આદિ તત્ત્વો ઉપાદેય (ગ્રહણ કરવા જોગ) છે. આ પ્રમાણેના હેયોપાદેયતત્ત્વવિષયકબુદ્ધિજનક, તથાવિધજ્ઞાનાવરણાદિકકર્મનો ક્ષય કે ક્ષયોપશમ હોય તો જ નિરૂક્તમજકૂર જિજ્ઞાસા થઈ શકે છે. અતઃ જે સમ્યગ્દષ્ટિ નથી તેમાં આ પ્રકારની જિજ્ઞાસાનો અસંભવ છે. એમ શાસ્ત્રવિશારદો કહે છે.
હવે વ્યાખ્યાના બીજા અંગરૂપ ગુરૂયોગનું ગૌરવભર્યું નિરૂપણ કરે છે.
(२) तथा गुरुणा - यथार्थाभिधानेन स्वपरतन्त्रविदा परहितनिरतेन पराशयवेदिना सम्यक्सम्बन्धः, एतद्विपर्ययाद्विपर्ययसिद्धः, तद्व्याख्यानमपि अव्याख्यानमेव, अभक्ष्यास्पर्शनीयन्यायेनानर्थफलमेतदिति परिभावनीयम् -
ભાવાર્થ-જેમ જિજ્ઞાસા એ વ્યાખ્યાનનું પ્રથમ અંગ-કારણ છે. તેમ વ્યાખ્યાનનું બીજું અગત્યનું અંગ ગુરૂયોગ છે. ગુરૂયોગનું વિવેચન કરતાં કહે છે કે; ગુરૂ એટલે યથાર્થ અભિધાનવાળા (નહીં કે ભૂંગા ગીતાર્થ કે ગીતાર્થ આશ્રિત અગીતાર્થ) સત્ય વક્તા અથવા પોતાના ગુરૂનામને સાચું કરનારા, તથા પરિશ્રમ-થાક કે ખેદને અવગણી પોતાનાં અને પારકાં શાસ્ત્રોને બરાબર સંગીન-નક્કર જાણનારા, તથા પારકાનું હિત કરવામાં કમ્મર કસનારા, સામા માણસના આશયને યથાર્થ સમજનાર, (બાલ વિગેરે અધિકારીઓના અનુભવી) એવા ગુરૂમહારાજ સાથે સમ્યગ્ (સાચો-હૃદયના પરમ સેવાવાળા ભાવથી) યોગ ગુરૂયોગ કહેવાય છે.
વસ્તુતસ્તુ વ્યાખ્યાનરૂપ કાર્યના પ્રત્યે ગુરૂયોગ એ મહત્વનું કે અગત્યનું કારણ છે. કારણ કે ગુરૂયોગની સત્તા-હાજરી હોય તો વ્યાખ્યાનની હયાતી છે. કારણ કે તે ઈષ્ટફલને આપનાર હોઈ સદ્ વ્યાખ્યાન એ વ્યાખ્યાન કહેવાય છે. ગુરૂયોગની ગેરહાજરી હોય તો તે વ્યાખ્યાન, વ્યાખ્યાન કહેવાતું નથી. પરંતુ વિપરીત વ્યાખ્યાન કહેવાય છે. કારણ કે; વિપરીત-વ્યાખ્યાન અનિષ્ટ-અનર્થ ફલ કરનાર છે.
એવંચ ગુરૂગુણસંપન્નગુરૂયોગરૂપ વ્યાખ્યાનના અંગમાં વિપર્યય થાય તો વ્યાખ્યાનમાં પણ પલટો થાય અથવા ઉપર્યુક્ત ગુરૂસ્વરૂપ વગરના વિપરીત ગુરૂ-કુગુરૂના યોગથી વ્યાખ્યાનમાં અજબ ઉથલો થતો હોઈ કુગુરૂસંગજનિત વ્યાખ્યાન તે, કુવ્યાખ્યાન-મિથ્યાવ્યાખ્યાનની કોટીમાં આવતું હોઈ અવ્યાખ્યાન કહેવાય છે. અથવા તાદૃશ ગુરૂયોગની પરવા કે દરકાર કર્યા સિવાય સ્વતંત્ર સ્વમતિ કલ્પિત વ્યાખ્યાન પણ, કલ્પિત મિથ્યા-કુવ્યાખ્યાનની ગણનામાં ગણાતું હોઈ, અવ્યાખ્યાન જ કહેવાય છે. કારણ કે, એનું પરિણામ ભાવિમાં ભયંકર છે.
ગુરૂયોગ વિનાનું કરેલ વ્યાખ્યાન, અવ્યાખ્યાન કેવી રીતે કહેવાય ? આવી દલીલના સામે ન્યાય-યુક્તિદૃષ્ટાન્ત બતાવી ગુરૂયોગ રહિત વ્યાખ્યાન, અપવ્યાખ્યાન છે. આ વાતનું સમર્થ સમર્થન કરતાં કહે છે કે
કસુર મસા
ગુજરાતી અનુવાદક
આ