________________
લિત-વિતરા - Gરભદ્રસાર રચિત
૬ ૩૦ થતી નથી) માટે અપુનબંધકાદિ સિવાયના બીજા ભવાભિનંદીઓને ઉદ્દેશીને વિદ્વાન્ પુરૂષે (ગીતાર્થજ્ઞાની પુરૂષ) શાસ્ત્રનો સદ્ભાવ, (શાસ્ત્રમાં પ્રતિપાદિત ઉત્પાદ વ્યય ધ્રૌવ્યાત્મક સસ્વરૂપ પદાર્થ, અથવા શાસ્ત્રની સત્તા, શાસ્ત્રનો સાચો-વિદ્યમાનભાવ-આશય, કહેવો નહિ ઉપદેશવો નહિ, કારણ કે; અનધિકારી રૂપ ભવાભિનંદીઓને શાસ્ત્રવચન ગુણકારક થતું નથી. ઉલ્ટ દોષકારક થાય છે; તે વિષયમાં સાક્ષી આપતાં કહે છે કે,
'उक्तं च “अप्रशान्तमतौ शास्त्रसद्भावप्रतिपादनम् । दोषायाभिनवोदीणे शमनीयमिव ज्वर ॥ १ ॥
અર્થ-જેની મતિ પ્રશાંત (સ્થિર) નથી એવા અયોગ્યને જે શાસ્ત્રનું રહસ્ય કહેવું તે નવા જ્વર (તાવ) વાળાને જ્વરને નાશ કરનાર ઔષધ આપવાની જેમ દોષને માટે જ થાય છે. તથાચ-જેમ કોઈ માણસને
જ્વર (તાવ) આવતો હોય, તેની શાંતિ માટે ઔષધ આપ્યું હોય તો પણ શરૂઆતમાં તો તે ઔષધ ઉલ્ટ જ પડે છે. પણ જ્વરનો સમય પાક્યા પછી જ્વર શાંત થાય છે. અને ઔષધ કાંઈપણ ગુણલાભ ઉત્પન્ન કરતું નથી. એ પ્રમાણે આત્મા પણ સંસારમાં આથડતાં આથડતાં દુઃખ-ફ્લેશ-તાપથી કંટાળે અને મોક્ષસુખનો અભિલાષી બને એટલે સ્વભાવતઃ કાળે કરીને તેની સ્થિતિ પાકી જાય છે. આથી જ ઉત્તમ ધર્મરૂપી ઔષધ પણ અંતિમ (છેલ્લો) પુદ્ગલપરાવર્તકાલ પ્રાપ્ત આત્માને આપ્યું હોય તો તે ગુણકારક
આગમ રહસ્ય જાણનારા જ કરી શકે છે તેથી તેનું ભગવાનના વિષે બહુમાન હોય છે, તેથી જ સાનુબંધ શુભ પ્રવૃત્તિને લીધે તેવી કરૂણા મોક્ષસાધક બની શકે છે.
૧. અંતિમ પુદગલપરાવર્ત પહેલાં શાસ્ત્ર વચન ન પરીણમે, એટલું જ નહીં પણ શાસ્ત્રવચન અધિક સંસારીને વિપરીતપણે જ પરિણમે છે. જેમ કે લોકમાં તિમિરરોગવાળો (નેત્રના એક પ્રકારના રોગવાળો) હંમેશા દીપકના પ્રકાશમાં પણ રોગના કારણથી ચંદ્રની ભ્રમણાવાળો થાય છે તેમ અહીં પણ દીર્ઘ સંસારીની પરિણિતી યથાસ્થિત ન હોવાથી તેમજ મિથ્યાત્વવાસિત ચિત્ત હોવાથી, તાત્ત્વિક પદાર્થોનો પ્રકાશ કરવામાં સમર્થ અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશક સિદ્ધાંતરૂપ દીપકમાં ભ્રાંતિનો આરોપ કરી વિપરીતપણે દેખે છે. મતલબ કે. સિદ્ધાંતના વચનોના વિપરીત અર્થો કરી સ્વમાન્યતામાં જોડી દે છે. અને તેથી કરી પરમાર્થથી સત્પદાર્થો હોય તેને પણ અસતુપણે ધારે છે-માને છે. ને છેવટે આ આત્માઓ જ્યાં અપવાદ માર્ગનો વિષય ન હોય, કેવળ ઉત્સર્ગ માર્ગ જ માન્ય હોય તેવા સ્થળમાં અપવાદ માર્ગનો અધ્યારોપ કરી અપકૃષ્ટવાદને જ
સ્વીકારે છે. અર્થાતુ મંદબુદ્ધિવાળા તેઓ વસ્તુતઃ અસદુ માન્યતાનો જ મતિવિકારથી અંગીકાર કરે છે. બ્રાન્ત હૃદયને આગમ વચન અન્યથા પરીણમે છે અને ત્યારબાદ સત્ય તત્ત્વને અસત્ય તરીકે અને વિધિને અવિધિરૂપે, માર્ગને કુમાર્ગ તરીકે આદરે છે, દરેક ક્રિયાઓ આ અવિધિભાવે સેવે છે. કારણ કે; બ્રાંતવૃષ્ટિ, તેને સર્વત્ર ઉંધુ ભાન કરાવે છે. તેથી તે આત્મા, દાન, શીલ તપ ભાવ વિગેરે ધર્મોને અવિધિભાવે સેવે છે. આ ધર્મો આદરવાનું ફળ શાસ્ત્રોમાં કર્મનિર્જરા અને તે દ્વારા મોક્ષ પ્રાપ્તિ કહી શકાય છે. સુપાત્રદાન, અભયદાન અને અનુકંપાદાન, પવિત્ર આશયપૂર્વક હોવાથી તેનું ફળ કર્મ નિર્જરા અને શુભબંધ જણાયું છે. તપનું ફળ એકાંત “કર્મ નિર્જરા' શીલનું ફળ “આત્મસ્વરૂપની નિર્મલતા’ ને ભાવનું ફળ “હદયના મેલનો નાશ' અને ત્યાર પછી આ ધર્મોથી સર્વથા આત્માની કર્મોથી મુક્તિ થાય છે. દેવાદિ ઋદ્ધિ, આ ધર્મોનું મુખ્ય ફળ નથી, તેના માટે ધર્મો આદરવા તેજ વિપરીત માન્યતા છે. માટે જે આ અવિધિસેવાને પાપિષ્ઠા કહેલ છે અને જેઓ ચરમપુદ્ગલપરાવર્તવર્તી વિગેરે છે તેઓને આગમવચનમાં અરૂચિ-અશ્રદ્ધા કે ખોટી માન્યતા હોતી નથી. ભ્રાંતિમંડલ વિના પાષિષ્ઠા અવિધિસેવા ઉદયમાં આવે નહિ. ચરમાવર્તીઓને આ ભ્રાંતિમંડલ નષ્ટ થયેલ હોવાથી, પાપિષ્ઠા અવિધિસેવા નથી હોતી. જેઓએ અવિધિસેવાનું બહુમાન કર્યું છે તેઓને આગમનું વચન સમ્યક પરિણમતું નથી. (ઈતિષોડશકપ્રકરણે.)
ગુજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ. સા.