________________
લલિત-વિસ્તરા
૩૯
આ પ્રણિપાત દંડક સૂત્રરૂપ શક્રસ્તવમાં દર્શાવાયેલી સંપદાઓના અનુક્રમમાં કંઈ કારણ છે કે નહિ? આ શંકાનું સમાધાન કરતા સૂરીશ્વરજી કહે છે કે
स्तवप्रवृत्तिश्चैवं प्रेक्षापूर्वकारिणामिति सन्दर्शनार्थमेवमुपन्यासोऽस्य सूत्रस्य, स्तोतव्यनिमित्तोपलब्धौ तन्निमित्ताद्यन्वेषणयोगादिति
प्रस्तावना ।
અર્થ-બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરનારાઓની સ્તવવિષયક પ્રવૃત્તિ, આ પ્રમાણે હોય છે એ બતાવવા સારૂં સૂત્રનો આ પ્રમાણે ઉપન્યાસ-રચના છે. મતલબ કે, જે સ્તવનરૂપ ક્રિયાનું કર્મ કારકપણાએ હેતુરૂપ નિમિત્ત (વિષય) સ્તોતવ્ય અરિહંતો છે, અર્થાત્ સ્તવનરૂપ ક્રિયા નિમિત્તભૂત (વિષયભૂત) અરિહંત ભગવંત વિષયક જ્ઞાન થયે છતે, પ્રેક્ષાવંતોને વિશિષ્ટ જ્ઞાન સંપાદનની જિજ્ઞાસા શાંત કરવા સૂત્રકારે બીજી સંપદામાં સ્તોતવ્યરૂપ અર્ધસ્વરૂપ નિમિત્ત (વિષય)નું નિમિત્ત (હેતુ) આદિ કરત્વાદિના અન્વેષણ (શોધ) નો સંબંધયોગ બતાવેલ છે.
ઉરભદ્ર રચિત
(આદિ શબ્દથી ઉપયોગાદિનો સંગ્રહ કરવો. તેની પણ જિજ્ઞાસાનુકૂલ સંપદાની ઘટના-સંગતિનો સંબંધ તેમાં દર્શાવેલ છે એમ સમજી લેવું.) તથાહિ શક્રસ્તવરૂપ સૂત્રની સંપદાનો ઉપન્યાસ (વાક્યોપક્રમ) ક્રમઃપ્રેક્ષાવંતોની તથા જિજ્ઞાસા હોવાથી તથાવિધક્રમ મૂકેલ છે તે આ પ્રમાણે
પ્રશ્ન-ક્યા નિમિત્તને (વિષયને) લઈને સ્તવનરૂપ ક્રિયાની પ્રવૃત્તિ છે ? સ્તવનરૂપ ક્રિયાનું કયું કર્મ છે ? તમો કોની સ્તુતિ કરવા તૈયાર થયેલા છો ? (આ પ્રેક્ષાવંતનો જિજ્ઞાસાપૂર્વકનો પ્રથમ પ્રશ્ન:)
પ્રત્યુત્તર- આ પ્રમાણેની પ્રેક્ષાવંતની જિજ્ઞાસા પૂરવા પહેલી સંપદાનો ઉપન્યાસ કરેલ છે. અર્થાત્ અરિહંત ભગવંતને વિષય (નિમિત્ત) કરીને સ્તવનરૂપ ક્રિયાની પ્રવૃત્તિ છે. સ્તવનરૂપ ક્રિયાનું કર્મ (વિષયરૂપ નિમિત્ત) અરિહંત ભગવંતો છે.
१ कर्तुर्व्याप्यं कर्म (सि. २- २ - ३ ) कर्त्रा क्रियया यद्विशेषेणाप्तुमिष्यते तत्कारकं व्याप्यं कर्म च स्यात् । ( कर्त्तुरीप्सिततमं क्रियाजन्यफलाश्रयं कर्म) कर्त्ता च क्रियां विना न किञ्चदाप्तुं शक्नोति अतः करणरूपस्तुतिक्रियया यद् (अर्हदादि) विशेषेणाप्तुमिष्यते स्तुतिकर्ता, तदर्हदादि, कर्म कारकं, किमर्थ स्तुतिरूपक्रियया तदर्हदादि आप्तुमिष्यते । न निवर्त्तयितुं नापि गुणान्तराण्यापादयितुं, आप्तुमिष्यते अपितु, घटं पश्यतीतिवत् विषयीकर्तुं अर्हदादि स्तुतिकर्त्रा आप्तुमिष्यते इति ज्ञेयम् ।
२ 'क्रियाहेतुः कारकम्' सि. २-२-१ कारकत्वञ्च क्रियाजनकत्वम् करोति क्रिया निर्वर्त्तयतीतिव्युत्पत्तेर्भाष्येऽपिदर्शनात् । न च क्रियाशब्दस्य प्रधानक्रियायां मुख्यत्वेन कर्मादिकारकाणां प्रधानक्रियाऽनिवर्त्तकत्वात्कथं तेषां कारकत्वम्, वाच्यम्, सर्वेषां कारकाणां स्वस्वावान्तरक्रियाद्वारा प्रधानक्रियानिष्पादकत्वात्तदुपपत्तेः (जनकत्वोपपत्तेः)
૧ ‘પ્રાગ્નિનિષ્ઠ નિજ્ઞાતા પ્રતિપાવવાવયં હિપ્રશ્નઃ । પ્રશ્નકારમાં જે કોઈ પદાર્થની જાણવાની ઈચ્છા થાય છે તે ઈચ્છાને બતલાવનાર કહેનાર જે વાક્ય હોય છે તેને જ પ્રશ્ન કહે છે.
૨ પ્રશ્નકારના પ્રશ્નના જ્ઞાનથી ઉત્તર દાતાને કહેવાની ઈચ્છા થાય છે અને કહેવાની ઈચ્છાથી વાક્ય પ્રયોગરૂપ ઉપન્યાસ અહીં સમજવો.
ગુજરાતી અનુવાદ
આ
ત કરસૂરિ મસા