________________
- લલિત-વિસ્તરા એ ભવસૂરિશિ અર્થ-સામાન્યોપયોગ સંપદાની હેતુ સંપદાના પદોથી બીજા-ભિન્ન પદોથી (ઘમ્મદયાણ, ઘમ્મદેસાણં, મનાયગાણું, ઘમ્મસારહીશું, ઘમ્મવરચારિતચક્કવટ્ટીપું એ રૂપ પાંચ પદવાળી) સ્તોતવ્ય સંપદાની જ વિશેષથી ઉપયોગ સંપદા છે કારણ કે, ઘર્મદત્વથી (ધર્મના દાનથી) ઘર્મ દેશકત્વથી (ધર્મ દેશનાથી) ઘર્મનાયકત્વથી (ઘર્મની સત્તામાલીકી-આધિપત્યથી) ઘર્મ સારથિત્વથી, ઘર્મવરચાતુરંત ચક્રવર્તિત્વથી, સ્તોતવ્ય સંપદાનો વિશેષથી ઉપયોગ (પ્રયોજન) હોવાથી વિશેષથી ઉપયોગ સંપદા આ છે. તથા ચ તીર્થકર ભગવંતો ધર્મના ક્ષેત્રમાં શું શું કાર્ય કરે છે તે દર્શાવવા આ સંપદામાં પાંચ પદથી એમનું વર્ણન કરેલ છે.
હવે બે પદો દ્વારા સ્તોતવ્ય સંપદાની સકારણ સ્વરૂપ સંપદા કહે છે.
(७) तदन्येन तु स्तोतव्यसम्पद एव सकारणा स्वरूपसम्पत्, अप्रतिहतवरज्ञानदर्शनधरा व्यावृत्तच्छद्मानचाहन्तो भगवन्त રતિ હેતોઃ | ' અર્થ-વિશેષથી ઉપયોગ સંપદાના પદોથી ભિન્ન-બીજા બે પદોથી (અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિઅટ્ટછઉમાણે, એ રૂપ બે પદવાળી) સ્તોતવ્ય સંપદાની જ સકારણ (કારણ સહિતની) સ્વરૂપ સંપદા છે. કારણ કે; અપ્રતિહત વરજ્ઞાન દર્શનને ધારણ કરનારા અને વ્યાવૃત્ત (ક્ષીણ) છદ્મવાળા અરિહંતો ભગવંતો હોય છે આ પ્રમાણેનો હેતુ છે.
તથા ચ શ્રી તીર્થંકર દેવના કેવલજ્ઞાનમય પૂર્ણતામય સ્વરૂપને દર્શાવવાથી આ સંપદા સ્વરૂપ હેતુસંપદા કહેવાય છે. જે હેતુથી સ્વરૂપનું વર્ણન કરાય તે સ્વરૂપ હેતુ સંપદા જાણવી.
હવે ચાર પદો વડે આત્મતુલ્ય પરફલકર્તુત્વરૂપ આઠમી સંપદાને કહે છે. . (८) तदपरैश्चतुर्भिरात्मतुल्यपरफलकर्तृत्वसम्पत्, जिनजापकत्वतीर्णतारकत्वबुद्धबोधकत्वमुक्तमोचकत्वानामेवंप्रकारत्वात्,
અર્થ-સકારણ સ્વરૂપ સંપદાના પદોની ભિન્ન-બીજા ચાર પદો વડે (જિણાણે જાવયાણ તિણાણે તારયાણ બુદ્ધાણં બોહયાણ મુત્તાણું મોયગાણે રૂપ ચાર પદોવાળી) આત્મતુલ્યપર ફલકર્તુત્વ નામની આઠમી સંપદા છે. કારણ કે, જિનજાપકત્વ, તીર્થતારકત્વ, બુદ્ધબોધકત્વ, મુક્તમોચકત્વ એ છે. (સાદ્રશ્ય રૂપ હોવાથી)
૨ ઉપયોગ હેતુ સંપદાના અર્થગુણ દીપાવવા નિમિત્તે અર્થ વિશેષ જણાવવા એટલે કારણસહિત સ્તવવા યોગ્યનું સ્વરૂપ કહેવું તે છઠ્ઠી સવિશેષ હેતુ ઉપયોગ સંપદા પણ જાણવી. એવંચ પહેલી સ્તોતવ્ય સંપદાનો જ વિશેષ ઉપયોગપ્રયોજન૩૫ અર્થ ધમ્મદયાણંથી ઘમ્મવરચાઉતચક્કવઠ્ઠીણ સુધીના પાંચ પદોમાં હોવાથી એ વિશેષોપયોગ સંપદા છે.
૧ અરિહંત ભગવંતનું એવું ક્યું સ્વરૂપ છે? કે જેથી સ્તુતિ કરવા લાયક છે. તેનું સર્વશપણાનું) સ્વરૂપ, “અપ્રતિહતા વરજ્ઞાન દર્શનધર, વ્યાવૃત્ત છઘવાળા' એ બે પદોમાં દર્શાવ્યું છે. માટે તે સાતમી સ્વરૂપ સંપદા કહેવાય છે. આ પ્રમાણે પરમાત્મા પ્રભુની સ્તુતિ કરવાનું પ્રબલ પ્રગટ કારણ બતાવવા માટે આ બે પદની સ્વરૂપ હેતુ સંપદા પણ કહેલ છે.
૧ આમાં અરિહંત ભગવંતનું પોતાનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ-ફળ અન્ય જીવોને આપે છે (કરે છે) એવો અર્થ થાય છે. જેનું બીજું નામ નિજસમફલદસંપદા પણ જણાવેલ છે અને તે શુદ્ધ પ્રેમથી પ્રભુની સ્તવના કરનારને પ્રભુ, પોતાની તલ્ય બનાવે-કરે એવા સમર્થ છે એમ ભવ્યાત્માને પ્રતીતિ કરાવે છે.
રાતી અનુવાદક
ભીકરણ