________________
-
લલિત-વિસ્તરા
૪૦
આ સંપદા ઉપન્યાસથી પહેલી જિજ્ઞાસા શાંત થાય છે પરંતુ બીજી જિજ્ઞાસા થાય છે કેઅરિહંત ભગવંતની શા સારૂં સ્તુતિ કરો છો ? તેઓમાં વળી કયું તત્ત્વ છે કે જેથી
પ્રશ્ન
તેઓ સ્તુતિને યોગ્ય બને છે ?
- ભરિ રચિત
-
પ્રત્યુત્તર આ પ્રમાણેની પ્રેક્ષાવંતની બીજી જિજ્ઞાસાને શમાવવા બીજી સંપદાનો ઉપન્યાસ (વાક્ય પ્રયોગ) કરેલ છે તીર્થંકરો આદિકર, તીર્થંકર, સ્વયંસંબુદ્ધ હોવાથી સ્તુતિને યોગ્ય છે. અહીં તેમની સ્તુતિ કરવામાં સામાન્ય અસામાન્ય હેતુઓનું દિગ્દર્શન માત્ર કરાવેલ છે. પ્રેક્ષાવંતોને એટલા માત્રથી જિજ્ઞાસાની તૃપ્તિ થતી નથી. એટલે તેઓ, પરંપરાથી તે સ્ત્રોતવ્ય આત્માની શુદ્ધિ-પવિત્રતા જોવાને ઈંતજાર બનેલા પુનઃ પૂછવાનો પ્રારંભ કરે છે કે
કે નહીં?
પ્રશ્ન-શું આ સ્તોતવ્ય અરિહંતના આત્માઓ આકાલસદાકાલથી-પહેલેથી, વિશિષ્ટકોટીના આમાં સર્વ પુરૂષો કરતાં ઉત્તમતા કે વિશિષ્ટતા મૂલથી છે કે પછવાડેથી ?
સમાધાન-હા, આ અરિહંતના આત્માઓ (આત્મરૂપ દ્રવ્ય) મૂલથી-સદાકાલથી ઉત્તમ કોટીના છે. માટે જ વિશેષથી સ્તુતિને યોગ્ય છે એમ બતલાવવા તથા પ્રેક્ષાવંતની જિજ્ઞાસા પૂરવા ત્રીજી સંપદાનો ઉપન્યાસ કરેલ છે. પુરૂષોત્તમ, પુરૂષસિંહ, પુરૂષવરપુંડરીક, પુરૂષવરગંધહસ્તી એમ વિશેષણો બતલાવવાથી સર્વ પ્રાણીઓથી સર્વત્ર અરિહંતના આત્માઓ સદાકાલથી વિશિષ્ટતમ છે એમ બતલાવેલ છે. અહીં સ્તોતવ્ય આત્માઓની સ્તુતિ કરવામાં વિશિષ્ટ ગુણો (હેતુઓ) બતલાવેલ છે.
પ્રશ્ન-શું આ તીર્થંકરો, કેવલ પુરૂષોમાં જ ઉત્તમ કે સમસ્ત લોકમાં પણ ઉત્તમ છે ? અને જો લોકમાં ઉત્તમ હોય તો તેઓ પોતાની શક્તિઓનો લોકના જુદા જુદા ક્ષેત્રમાં કેવો ઉપયોગ (પરમાર્થ) કરનારા હોય છે ?
સમાધાન-આ પ્રમાણેની પ્રેક્ષાવંતની જિજ્ઞાસા શમાવવા ચોથી સામાન્યથી ઉપયોગ સંપદાનો ઉપન્યાસ કરેલ છે. તે તીર્થંકરો, લોકોત્તમ-લોકનાથ-લોકહિત-લોકપ્રદીપ-લોકપ્રદ્યોતકર હોય છે. તીર્થંકરો, સમસ્ત પંચાસ્તિકાયાત્મક લોકમાં ઉત્તમ છે એ પહેલા પદથી બતલાવેલ છે. હવે કઈ કઈ રીતે તેઓ ઉત્તમ છે તે બતાવવા લોકનાથાદિ ચાર વિશેષણપદો આપેલ છે. આ સંપદામાં શ્રી તીર્થંકર દૈવ, પોતાની શક્તિઓનો લોકના જુદા જુદા ક્ષેત્રોમાં કેવો ઉપયોગ (પરમાર્થ)' કરનારા હોય છે, તે જણાવે છે. એથી એને ઉપયોગસંપદા કહે છે. હવે સામાન્યથી ઉપયોગ સંપદાના હેતુઓની જિજ્ઞાસાથી પૂછે છે.
પ્રશ્ન-તે તીર્થંકરો, ક્યું ક્યું દાન કરીને લોકોમાં સામાન્યથી ઉપયોગ (પરમાર્થ) કરે છે તે ઉપયોગના હેતુઓ સમજાવો ?
સમાધાન-પ્રેક્ષાવંતની લોકોમાં સામાન્યથી ઉપયોગના હેતુઓ જાણવાની ઈચ્છા થવાથી સૂત્રકારે તેની જિજ્ઞાસા પૂરવા પાંચમી સામાન્યથી ઉપયોગી હેતુસંપદા કહેલ છે. આ રીતે તીર્થંકર ભગવાન, અભયદાન ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન, બોધિદાન કરી લોકોમાં ઉપયોગ (પરમાર્થ) કરનારા છે.
પ્રશ્ન-તમે તો પહેલાં તીર્થંકર દેવોનો હેતુપૂર્વક સામાન્યથી ઉપયોગ જણાવ્યો. પણ અમે પૂછીએ છીએ
ગુજરાતી અનુવાદક
તકરાર મ.સા.
આ