________________
લિત-વિસ્તરા -
ભરાયશ્ચિત
{ ૪૧ )
કે, તીર્થકર દેવોનો વિશેષથી ઉપયોગ (પરમાર્થ) છે કે નહીં ? જો છે તો બતલાવો ? ને તે ક્યા વિષયમાં ?
સમાઘાન- આ પ્રકારની જિજ્ઞાસા પૂરવા સૂત્રકારે છઠ્ઠી વિશેષથી (સવિશેષ) ઉપયોગ સંપદાનો ઉપવાસ કરેલ છે. અર્થાત્ શ્રી તીર્થંકર દેવો ઘર્મના ક્ષેત્રમાં શું શું કાર્ય કરે છે, તે આ સંપદામાં દર્શાવેલ છે. હવે વિશેષ નિશ્ચયના પ્રેમવાળા પ્રેક્ષાવંતો અરિહંતના સ્વરૂપનો નિર્ણય કરવા પૂછે છે કે
પ્રશ્ન-જે અરિહંતની તમે સ્તુતિ કરવા તૈયાર થયા છો તેમનું ક્યું સ્વરૂપ છે ? તે સમજાવો તો તેઓશ્રીની સ્તુતિ કરવામાં અપૂર્વ-અભૂત-આનંદ-રસની રેલ આવશે માટે કૃપા કરો ?
સમાધાન-આ પ્રકારની જિજ્ઞાસાપૂર્તિ કરવા સાતમી સકારણ (હેતુગર્ભિત) સ્વરૂપ સંપદાનો ઉપન્યાસ કરેલ છે. અપ્રતિહતવરજ્ઞાનદર્શનારત્વ, વ્યાવૃત્તછધત્વ, એ અરિહંત ભગવંતનું અખંડ સ્વરૂપ છે. એ સ્વરૂપવાળા હોવાથી તેમની સ્તુતિ પણ અવશ્ય કર્તવ્ય છે. હવે કોઈ શેઠ, કરોડો રૂપિયા કમાય, પણ એની વફાદારી કે નમકહલાલીથી સેવા બજાવનારને જો એ કાંઈ જ લાભ ન આપી શકતો હોય, બલ્ક એને પોતાની જેવી ધનિકની સ્થિતિમાં ન મૂકતો હોય તો એની શેઠાઈ નિરર્થક ગણાય છે અને એવાની સેવા કરવાની કોઈ શાણાને ઈચ્છા થતી નથી. એ જ રીતે દેવની ઉપાસના સંબંધી છે જે દેવની સેવા કરવાથી પરીણામે એના જેવું પદ પ્રાપ્ત ન થતું હોય તો એ સેવા-ભક્તિ કેવળ વેઠ-પરિશ્રમરૂપ જ લેખાય. પરંતુ જિનેશ્વરદેવ તે પોતાના ભજનારને પોતાના જેવા બનાવે છે કે નહિ એ જાણવાને આતુર કે આકુળવ્યાકુલ થયેલો પ્રેક્ષાવંત પૂછે છે કે
પ્રશ્ન-ભગવદ્ ! આ જિનેશ્વરદેવ, પોતાના પરમ ભક્તને (સ્તવના કરનારને) પોતે બતાવેલ રાહે ચાલનારને પોતાના સરખા કરે એવા સમર્થ છે કે નહીં ? એનું સ્વરૂપ કૃપા કરીને સમજાવો તો ઠીક
સમાધાન-આ પ્રમાણેની જિજ્ઞાસા પૂરવા સૂત્રકારે આઠમી ‘આત્મતુલ્યપરફલકર્તુત્વ રૂપ સંપદાનો ઉપવાસ (ગોઠવણ) કરેલ છે. આ સંપદામાં શ્રી પરમાત્મા વિતરાગ વિભુ પોતાના જેટલું જ (પોતે દર્શાવેલ પંથે ચાલનાર) બીજાને ફલ કરનારા (આપનારા) છે એમ દર્શાવેલ છે એટલે ભગવાન્ મહાનું ઉદાર કૃપાલુ મહાશય છે. માટે એમની કરેલી સ્તુતિ-સેવાભક્તિ, સ્વતદાત્મારૂપ બનાવનાર છે એમ સમજી પ્રેક્ષાવંતો તેમની સ્તુતિ કરવામાં બેદરકાર કે પ્રમાદી ન જ રહે એમાં પૂછવું જ શું ? પ્રેક્ષાવંતોને આ પ્રતીતિ બરોબર થઈ છતાં દીર્ઘદર્શી તેઓને પુનઃ જિજ્ઞાસા થાય છે કે
પ્રશ્ન-સર્વજ્ઞતા સર્વદર્શિતા રૂપ પ્રધાન ગુણની અક્ષયસ્થિતિ દ્વારા શિવ-અચલ આદિ રૂપ સિદ્ધિગતિસ્થાન રૂપ પ્રધાનફલના લાભવાળા તેઓ છે કે નહીં ? અને તે દુર્લભ લાભની પ્રાપ્તિથી ભય વિજેતા તે અરિહંતો છે કે નહીં ?
સમાધાન-આ પ્રમાણેની તેની જિજ્ઞાસાની શાંતિ ખાતર નવમી “પ્રધાનગુણાપરિક્ષયપ્રધાનફલાવ્યભય” સંપદાનો સૂત્રકારે ઉપન્યાસ કરેલ છે. સર્વજ્ઞસર્વદર્શીઓમાં જ શિવ અચલ આદિ સ્થાનની પ્રાપ્તિ થયે, અભયતા બરોબર સંગતઘટિત છે. આટલી બધી સંપદાઓના સ્વામી તે તીર્થકરો પ્રેક્ષાવંતોને કેમ સ્તોતવ્ય
બાજરાતી અનુવાદક - આ લાકરસૂરિ મ