________________
લલિત-વિરારા આ હરભવસર રીત
હું ૧૮ :
(૫) લબ્ધલક્ષ્યત્વ લક્ષસુધી પહોંચવું. ચૈત્યવંદનાદિ તમામ ક્રિયાઓમાં છેવટના સાધ્યનો નિશ્ચય હોવો જોઈએ.
આ તમામ હિંગો, અર્થી, સમર્થ વિગેરેના આ બીજા રૂપો છે અર્થાત્ રૂપાંતરરૂપે છે. एभिस्तदधिकारितामवेत्यैतदध्यापने प्रवर्तेत, अन्यथा दोष' इत्युक्तम् ।
અર્થ-આ કહેલ તમામ લિંગોથી, અધિકારીઓની અધિકારિતાને (યોગ્યતા-લાયકાતને) જાણી, ઓળખીપારખી પછી ચૈત્યવંદનસૂત્રાદિના અધ્યાપનમાં ભણાવવામાં) પ્રવૃત્તિ કરવી જોઈએ. નહીંતર અનધિકારીઓને ભણાવનારને દોષ લાગે છે. એમ પહેલાં કહેલ છે. હવે પ્રકૃત વિષયમાં વાદીની શંકાનું સમાધાન કરે
છે.
आह-क इवानधिकारिप्रयोगे दोष इति, उच्यते, स ह्यचिन्त्यचिन्तामणिकल्पमनेकभवशतसहस्रोपात्तानिष्टदुष्टाष्टकर्मराशिजनितदौर्गत्यविच्छेदकमपीदमयोग्यत्वादवाप्य न विधिवदासेवते, लाघवं चास्यापादयतीति
અર્થ-વાદી (શંકા) અયોગ્યને સૂત્રાધ્યયનાદિ કરાવવામાં આવે તો કોની માફક ક્યો દોષ આવે ? અર્થાત અનધિકારી ચેષ્ટામાં જે દોષ આવે તેને દૃગંત આપી સમજાવો !
સમાધાન-"સ” તે વાદીને શંકાનો જવાબ ઈત્યાદિથી આપે છે વસ્તુસ્થિતિ એવી છે કે, લાખો ભવોમાં ભેગા કરેલ, અનિષ્ટ (દુ:ખદ) દુષ્ટ (અશુભ) એવા આઠેય કર્મોના ઢગ-સમૂહથી પેદા થયેલ દીર્ગત્ય (દુઃખ, દારિદ્રય, દુર્ગતિ, ખરાબ હાલત) નો વિચ્છેદ (ક્ષય-મૂલથી નાશ) કરનાર છતાં પણ, અચિંત્ય (ન ચિંતવી શકાય એવા કે કલ્પનામાં આવી નહિ શકે એવા) એવા ચિંતામણિ (ચિંતામાં સર્વ કામદી મણિઃ સર્વે વાંછેલું પુરું પાડનાર એક જાતનો મણિ) સરખા ચૈત્યવંદનસૂત્રને મેળવીને અયોગ્ય માણસ, અયોગ્યતાને લઈને વિધિમુજબ આરાધી શકતો નથી. એ પહેલો દોષ (વિધિ વગર કે અવિધિએ સૂત્રનો અભ્યાસ કરે તો, અવિધિએ ગ્રહણ કરેલો મંત્ર જેમ ઉન્માદાદિક દોષ ઉત્પન્ન કરે છે, તેમ વિપરીત ફળ આપનાર થાય છે.)
(૨) દોષ-તે અયોગ્ય માણસ, વિધિ પ્રમાણે આરાધતો નથી. એટલું જ નહિ પણ ચૈત્યવંદનસૂત્રાદિની અવજ્ઞા, આશાતના, નિંદા, વિરાધનાદિથી લઘુતા કરે છે. (જેઓ આ સૂત્ર પ્રત્યે લગારે પ્રીતિ જ ધરાવતા
* ૧ સર્વ પિ નો વા વિનં પતંમિ સાયમી દિધું હા મત્યનાં વહાલાને સુથલા | ધર્મરત્ન પ્રકરણ ૯૭ સઘળું દાન, પાત્રને આપ્યું હોય તોજ દેનારને કલ્યાણકારી થાય છે. અન્યથા બીજી રીતે કુપાત્રને દીધેલું દાન અનર્થજનક-સંસાર વધારનાર થાય છે. અને શ્રુતનું દાન સર્વ દાનમાં પ્રધાન રૂપે છે.
સદ ૨ ટેવ પત્ત ની તહિં | કસળા વિશુદ્ધા, જુનિચ્છત્તીમ િ ૧૮ | ગીતાર્થપુરૂષે શ્રુતપદેશારિરૂપ દાન, ખાસ કરીને અપાત્રમાં નહિ દેવું. પાત્રમાં અપાતી દેશના, શુદ્ધ દેશના કહેવાય છે. બીજી રીતે દેશના કરતાં શ્રોતાઓ મિથ્યાત્વમાં પડે, દ્વેષનો વધારો થતાં ભાત, પાણી, શવ્યા, મળતાં તૂટે તથા વખતે ઉપદેશકના ખૂન વિગેરે થાય ઈત્યાદિ દોષો સંભવે છે. માટે જ ભાવાનુવૃત્તિપ્રમાણે દેશના દેનાર વખણાય છે.
વાતી અનુવાદક - , ભદ્રકરણ મ. સા