________________
લલિત-વિસ્તરા
- હરિભદ્રસુરિ રચિત
૨૦
માની શકાય. એટલે પાત્રાપાત્રની પરીક્ષા કર્યા સિવાય અયોગ્યને ભણાવનાર વ્યક્તિનું પણ અકલ્યાણ સાથે સાથે સમજવું. અયોગ્યને નહિ ભણાવવામાં કલ્યાણ છે. યોગ્યને ભણાવવામાં કલ્યાણ છે. અયોગ્ય જીવને વીતરાગ વચન નહીં આપવામાં જ જ્ઞાનદાતાનું કલ્યાણ છે. અર્થાત્ તે જીવના હિત ખાતર જ શાસ્ત્રજ્ઞાનનું દાન નહી કરવું તે હિતાવહ છે. કારણ કે; જેમ કાચા માટીના ઘડામાં જળ નાખ્યું હોય તો જલ તે ઘડાનો વિનાશ કરે છે. તેમ અયોગ્યને આપેલ શાસ્ત્રજ્ઞાન અહિતકર થાય છે. માટે જ ભો ! ભો ! જ્ઞાનીઓ ! ઉપર કહેલ અધિકાર દર્શક સુલક્ષણોથી ચૈત્યવંદનાદિધર્મના અધિકારીની યોગ્યતાને બરોબર જાણી, જોઈ, પારખી, ચૈત્યવંદનાદિસૂત્રને ભણાવવામાં પ્રગતિશીલ કે ઉજમાળ બનો !
एवं हि कुर्वता आराधितं वचनं, बहुमतो लोकनाथः, परित्यक्ता लोकसंज्ञा, अङ्गीकृतं लोकोत्तरयानं, समासेविता धर्म्मचारितेति, अतोऽन्यथा विपर्यय इत्यालोचनीयमेतदतिसूक्ष्माभोगेन ।
અર્થ-ખરેખર આ પ્રમાણે કરનાર (કરતા) મહાભાગ પુરૂષે, શાસ્ત્રના વચનની આરાધના (સેવાભક્તિ) ક૨ી સમજો ! લોકનાથનું-તીર્થંકર પરમાત્માનું બહુમાન કર્યું જ માનો ! ગતાનુગતિક (સમજ્યા વગર એક ગયો અને એની પછવાડે બીજાના જવા રૂપ) લક્ષણવાળી લોકહેરી (ગાડરીઓ પ્રવાહ) છોડી એમ કલ્પો ! લોકોત્તર (અલૌકીક-અદ્ભૂત) યાન-પ્રવૃત્તિ (ગમન-પ્રગતિ) નો અંગીકાર કર્યો એમાં સંદેહ નથી જ એમ જ વિચારો ! ચોક્કસ ધર્મનું આચરણ બરોબર આચર્યું જ એમ ધારો ! અધિકારીની યોગ્યતાની પરીક્ષા કર્યા વગર અધ્યાપન કરવામાં પ્રવૃત્તિ કરનારે વીતરાગ વચનની વિરાધના કરી, લોકનાથનું અપમાન કર્યું, લોકહેરીને સ્વાગત આપ્યું, લૌકિક પ્રવૃત્તિ આરંભી, અર્ધમનું આચરણ આચર્યું વિગેરે દોષનો જ પોષ કર્યો. એમાં સ્હેજ પણ સંદેહ કરવા જેવું કાંઈ નથી. આ પ્રમાણેની આ વિષયની આલોચના (મીમાંસા) અત્યંત સૂક્ષ્મ ઉપયોગ-ધ્યાન દઈને કરો ! ઉંડા ઉતરી વિચારો !
‘नहिवचनोक्तमेव 'पन्थानमुल्लङ्घ्यापरो हिताप्त्युपायः,
અર્થ-શાએ કહેલ માર્ગ સિવાય બીજો કોઈ હિતપ્રાપ્તિનો ઉપાય, માર્ગ કે સાધન નથી. અર્થાત્ એક શાસ્ત્રવચન જ અજોડ અમોધ હિતનો રાહ છે, મંગલનો માર્ગ છે, કલ્યાણની કેડી છે, શિવની સરણી છે, પ્રગતિનો પંથ છે. માટે શાસ્ત્રીય વચનને આધારે કે ઈસારે આગે બઢો ! કૂચ કદમ ભરો !
શંકા-પ્રત્યેક પુરૂષોની પ્રવૃત્તિને જ હિતપ્રાપ્તિનું કારણ માનીએ અને શાસ્ત્રવિહિત વચનને હિતસાધન ન માનીએ તો શો વાંધો આવે ? આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે; ન ચાનુમવામાવે પુરુષમાત્રપ્રવૃત્તેસ્તયેષ્ટન
સિદ્ધિઃ ।।
(સમાધાન) અર્થ-અનુભવ, પુરૂષપ્રવૃત્તિદ્વારા સ્વઈષ્ટફલની સિદ્ધિમાં અસાધારણ કારણ છે. જો અનુભવનો
૧ ‘વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો વચન સાપેક્ષ વ્યવહાર સાચો' ગા. ૪ ‘આનંદધનજી કૃત અનંતનાથસ્વામીના
સ્તવને’
ગુજરાતી અનુવાદક
આ
તાકરસૂરિ મ.સા.