________________
લલિત-વિખરા -
હરિભદ્રસર રચિત
અનિષ્ટની ઉત્તરોત્તર વૃદ્ધિ થવાથી ભવાભિનંદીરૂપ ક્ષુદ્રસર્વે આચરેલી કદી ઉત્સર્ગના પ્રકારતરરૂપ અપવાદ, અપવાદરૂપ કદી બની શકતો નથી. ઈતિ ||
'एतदङ्गीकरणमप्यनात्मज्ञानां संसारसरिच्छ्रोतसि कुशकाशावलम्बनमिति परिभावनीयं सर्वथा.----
અર્થ શુદ્રપ્રાણીએ-ભવાભિનંદીએ આચરેલને અપવાદપણાએ સ્વીકારવું એ આલંબન કદી થતું નથી. તારવાના સાધનરૂપ થતું નથી. તથાતિ-જેઓને આત્માનું જ્ઞાન થયેલું નથી એવા જડબુદ્ધિવાળાઓને સુદ્રસજ્વચેષ્ટાનું સ્વીકારવું, તે સંસારરૂપી સરિતાના પૂરવ્હેણમાં કુશકશને (દર્ભતૃણ અને કરસડાતૃણના જથ્થાને) પકડવા જેવું છે. સંસાર સરિતામાંથી બહાર આવવા સારૂં, ભવાભિનંદીની આચરણાનું જડાત્માઓએ કરેલ આલંબન, એ ખરેખર કુશકાશને પકડવા બરાબર છે. તેનાથી કદી બહાર નીકળી શકાતું નથી. કારણ કે; બહાર નીકળવા કુશકાશનું આલંબન, પુષ્ટ આલંબન નથી. અતઃ સુદ્રસત્ત્વોની કરણી આલંબન હોઈ શકતી નથી. અતઃ અનનુકરણીય, અનાદરણીય, અનાચરણીય, અનુપાદેય છે. એમ સર્વ પ્રકારે પુખ્ત કે પૌઢ વિચાર કરો ! (૧).
निरूपणीयं प्रवचनगाम्भीर्य, विलोकनीया तन्त्रान्तरस्थितिः, दर्शनीयं ततोऽस्याऽधिकत्वं, अपेक्षितव्यो व्याप्तीतरविभागः ॥
અર્થ-(૨)-પ્રવચન (વીતરાગવચન) ની ગંભીરતા ઉંડાણનું નિરૂપણ કરો ! અર્થાત તાગ ન આવે તેવું અથવા જેનું તળીયું હાથ નહીં લાગે તેવું જૈન પ્રવચન, ગંભીર છે, ઉંડું છે. એમ નિરૂપણ કરો !
(૩) બીજા શાસ્ત્રોની સ્થિતિને સૂક્ષ્મ-બારીકાઈથી જુઓ ! અર્થાતુ બીજા શાસ્ત્રોએ કેવી રીતે પદાર્થતત્ત્વની વ્યવસ્થા (તેના તંત્ર) નું ઘડતર ઘડેલું છે તેનું ઉંડું-તલસ્પર્શી જ્ઞાન સંપાદન કરો !
(૪) તમામ બીજા શાસ્ત્રોની સ્થિતિથી જૈનતંત્ર-શાસ્ત્રની વ્યવસ્થા (પદાર્થતત્ત્વની યોજના) ની, કષાદિ પરીક્ષાથી શુદ્ધ જીવાદિ તત્ત્વોનું પ્રતિપાદન કરનાર હોઈ વિશેષતા, મહત્તા, મૂલ્યવત્તાને જાતે જુઓ ને બીજાને દેખાડો-બતાવો ! અર્થાત્ બીજા દર્શનોનું બારીકાઈ કે ઝીણવટથી અવલોકન કર્યા બાદ, જૈનદર્શનની પદાર્થવ્યવસ્થાની અનોખી ખૂબી, માનવંતી મહત્તા, વિશેષતાને પોતે જૈનદર્શનનું સંપૂર્ણ જ્ઞાન સંપાદન કરી જુઓ અને બીજાને પોતાની વીજળીક શક્તિ દ્વારા દેખાડો !
૧ જે આચાર, સંયમને બાધા કરનાર હોવાથી પ્રમાદરૂપ હોય, અને તેથી જ ગુણદોષની (ગુરૂલાધવ) ની ચિંતા હોય એટલે કે સગુણ છે કે નિર્ગુણ, એવી પર્યાલોચનાથી વર્જિત હોય, યતનાનો અભાવ હોવાથી હિંસાવાળો, અને આલોકના જ સુખમાં પ્રતિબદ્ધ (આગ્રહી) રહેલા, ખોટા આલંબન લેનાર જનોએ આચરેલો હોઈ તેને શુદ્ધચારિત્રવાળા સેવતા નથી. નમૂના તરીકે; શ્રાવકાદિમાં મમતા કરવી, શરીર શોભા માટે અશુદ્ધ વસ્ત્ર, પાત્ર, આહાર વિગેરેનું ગ્રહણ, કાયમપણે દીધેલી વસતી કબૂલ રાખવી, ગાદલાં, તકીયા વિગેરે વાપરવાં ઈત્યાદિક, અસમંજસ શિષ્ટ સાધુજનોને બોલવાને અનુચિત, અનેક પ્રકારની ક્ષુદ્રતત્ત્વોની ચેષ્ટા-આચરણ, લિંગિજનોમાં ઘણા જનોએ આચર્યું હોય તો પણ નિષ્કલંક-નિર્મલચારિત્રવંતોને પ્રમાણ કે આલંબન હેત નથી. કારણ કે, સિદ્ધાંતમાં નિષેધેલ-નિવારિત હોઈ, સંયમાદિને વિરૂદ્ધ હોઈ, નિષ્કારણે ચાલેલ હોઈ અનુપાદેય છે.
ગુજરાતી અનુવાદક - અ, ભદ્રકરસૂરિ મ. સા.