________________
લલિત-વિરારાજ (ભાર વ્યથિત થયો
અપ્રતીતિથી અપ્રતીત વ્યાપ્તિવાળો હેતુ હોય તે અસિદ્ધ કહેવાય છે.” જેમકે, શબ્દ, અનિત્ય છે, ચાક્ષુષ હોવાથી. (આંખથી દેખાતો હોવાથી) અહીં ચાક્ષુષત્વરૂપ હેતુ, શબ્દનું સ્વરૂપ નથી. પરંતુ શબ્દનું સ્વરૂપ શ્રાવણત્વ છે. આ ચાક્ષુષત્વરૂપ જે હેતુ છે તે હેતુનું જ્ઞાન નહિ થવાથી, વ્યાપ્તિની અપ્રતીતિ થઈ અને વ્યાપ્તિની અપ્રતીતિ હોવાથી, ચાક્ષુષત્વ અસિદ્ધ હેતુ કહેવાય છે. તેમ અહીં નિષ્ફલસ્વરૂપ હેતુનું સ્વરૂપ અસિદ્ધ છે કેમકે; ચૈત્યવંદનનું નિષ્કલત્વ એ સ્વરૂપ નથી કારણ કે; અમે ચૈત્યવંદનનું સ્વરૂપ સફલત્વ માનીએ છીએ. ચૈત્યવંદન નિષ્ફલ છે, બિસ્કુલ ફલ વગરનું હોવાથી-એ રૂપ જે હેતુ કહેલ છે તે અસિદ્ધિ નામના હેતુદોષથી દૂષિત છે. ચૈત્યવંદન સફલ છે, લોકોત્તરકુશલપરીણામનું જનક હોવાથી, તથાપિ ચૈત્યવંદનનું ફલ, લોકોત્તર કુશલ પરિણામ છે, અને લોકોત્તર કુશલ પરિણામનું ફલ, યથાયોગ્ય જ્ઞાનાવરણીય વિગેરે રૂપ કર્મનો ક્ષય, ક્ષયોપશમ અને મોહનીય કર્મનો ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ થાય છે. આ લોકોત્તર કુશલ પરિણામ, કર્મ ગ્રહણ કરવાના અધ્યવસાયનો કટ્ટો દુશ્મન છે. આ ચૈત્યવંદનનું કાવત્ સકલ કર્મ ક્ષયરૂપ પરમ પુરૂષાર્થ મોક્ષફલ છે, એટલે કે નિષ્કલ-ચૈત્યવંદન સૂત્ર વિષયક વ્યાખ્યાનનો આરંભ ન કરવો જોઈએ વિગેરે રૂપ આપત્તિઓ અહીં બીલકુલ આવતી નથી. કારણ કે; ચૈત્યવંદન લોકોત્તર કુશલ (શુભ-શુદ્ધ) પરિણામ જનનદ્વારા મોક્ષરૂપ ફલને આપનાર છે. અતઃ ચૈત્યવંદનની સફલતા હોવાથી ચૈત્યવંદન વિષયક વ્યાખ્યાન સફલ હોઈ તેના વ્યાખ્યાનનો અવશ્યમેવ આરંભ કરવો જોઈએ. અતઃ ચૈત્યવંદન વ્યાખ્યાન પરિશ્રમ પણ સફલ છે. આ રીતિએ ચૈત્યવંદનમાં સફલપણું સિદ્ધ કર્યું ત્યારે વાદી શંકા કરે છે કે -
आह-नायमेकान्तो, यदुत-ततः शुभ एवं भावो भवति, अनाभोगमातृस्थानादेविपर्ययस्यापि दर्शनादिति. ।
શબ્દાર્થ-વાદી કહે છે કે, ચૈત્યવંદનથી શુભ ભાવ જ પેદા થાય છે, એવો એકાંત નથી. કારણ કે અનુપયોગથી (ઈરાદા વગર-શૂન્ય મને) તેમજ માયા વિગેરેથી કરાતા ચૈત્યવંદનથી અશુભ ભાવ પણ જણાય છે. Pર વિવેચન-વાદી વદે છે કે; ચૈત્યવંદન, કેવલ શુભ ભાવનેજ પેદા કરે છે એ એકાંત-એક નિશ્ચયરૂપ નથી. કારણ કે; યથાર્થ રીતિએ વિધિ પ્રમાણે જો ચૈત્યવંદન કરવામાં ન આવે તેમજ મનની મૂઢતાના કારણે, સ્પષ્ટ ઉપયોગનો અભાવ રહે, દોષોને ઢાંકનાર અથવા જન્મ આપનાર જે કપટ-માયાથી કરાય, કે ચંચલ ચિત્તથી કરાય, અથવા સૂત્રોમાં આવતા વર્ષોના સ્થાન પ્રમાણે ઉચ્ચારણ ન કરાય કે એક વર્ણને બદલે બીજા વર્ષોનો ઉચ્ચાર થઈ જાય અથવા સૂત્રનો અર્થ બદલાઈ જાય તો શુભ ભાવને બદલે અશુભ ભાવ પણ થઈ જાય છે. માટે, ચૈત્યવંદનથી શુભ જ ભાવ પેદા થાય એવો નિયમ નથી અને
જ્યાં સુધી એ નિયમ સિદ્ધ થાય નહિ ત્યાં સુધી ચૈત્યવંદનથી લોકોત્તર શુભ જ ભાવ પેદા થાય છે એ સાબીત થાય નહિ, તો કારણ હોવા છતાં કાર્યથયું નહિ એટલે અન્વયે વ્યભિચાર (કારણ સત્વે કાર્યાનુત્પાદરૂપોડqયવ્યભિચાર:) હોઈ ચૈત્યવંદન ક્રિયા, એ શુભભાવ પ્રત્યે કારણ છે એવો કાર્ય-કારણભાવનો વિનિશ્ચય કેવી રીતે ?
હવે ગ્રંથકાર કેવી રીતે વિશિષ્ટ ચૈત્યવંદન ક્રિયાની સાથે શુભ ભાવનો કાર્ય-કારણભાવ છે તે બતાવે છે. अत्रोच्यते-सम्यक्करणे विपर्ययाभावात्,
જાન ગાજરાતી અનુવાદ - , ભદ્રસૂરિ મ. સા