________________
લલિત-વિસરા
{ ૧૩ અર્થી, સમર્થ, શાસ્ત્ર કે સૂત્રથી અનિવારિત એવો પુરૂષ ધર્મનો અધિકારી-યોગ્ય છે એમ વિદ્વાનોનો પ્રવાદ દર્શાવ્યો. અહીં ચૈત્યવંદનસૂત્રવિષયકપાઠાદિ, ધર્મ, જાણવો. કારણમાં કાર્યનો ૧ઉપચાર (લક્ષણાવ્યવહાર) કરવાથી પાઠાદિ ધર્મ સમજવો. કારણ કે આગમવચનાનુસારે મૈત્રી આદિ ભાવસહિત અનુષ્ઠાનને ઘર્મ કહેવાય છે. તેનું કારણ ચૈત્યવંદનપાઠાદિ હોવાથી પાઠાદિને પણ ઘર્મ તરીકે ઓળખવાય છે.
તથાચ આગમવચનાનુસાર મૈત્રી આદિથી યુકત અનુષ્ઠાનરૂપ ધર્મસ્વરૂપના અભાવવાળા પાઠાદિમાં પૂર્વોકત ધર્મસ્વરૂપનો આરોપ કરી, સાધનરૂપ નિમિત્ત હોવાથી “પાઠાદિ ઘર્મ છે.' એમ વ્યપદેશ-વ્યવહાર કરાય છે. જેમ “અન્ન પ્રા' પ્રાણત્વરૂપ ધર્મના અભાવવાળા અન્નમાં, સાધનરૂપ નિમિત્તથી પ્રાણત્વરૂપ ધર્મનો આરોપ કરી “અન્ન, પ્રાણ છે.” એમ વ્યવહાર થાય છે. તેમ અહીં ઉપચાર સમજવો અને એ પ્રામાણિક માનવો. કારણ કે; પ્રામાણિક પુરૂષોએ વ્યવહાર કરેલ છે. હવે જો આમ છે તો આના અધિકારીઓ કહો ? એટલે હવે શાસ્ત્રકાર આના અધિકારીઓને “તે ઈત્યાદિ વાક્યથી જણાવે છે.
ચૈત્યવંદનના અધિકારી:-પ્રથમ તો ચૈત્યવંદન સૂત્રની ઉપર બહુમાનથી ભરેલા, વિધિમાર્ગમાં તત્પર અને ઉચિતવૃત્તિના ઉપાસક હોય તે જ આ સૂત્ર માટે અધિકારી છે.
(૧) ચૈત્યવંદનસૂત્રના પ્રત્યે બહુમાનરૂપ હૃદયની લાગણીવાળાઓ ઘર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થોમાં એક ચૈત્યવંદનસૂત્રપાઠાદિરૂપ ધર્મને જ પ્રધાન માનીને પ્રકૃત ઘર્મને બહુ માને છે. “લોકધર્મની અપેક્ષાએ આ પાઠાદિધર્મ ઉંચો ને આદર્શ છે.” એ જાતનું બહુમાન કરે છે.
(૨) આલોક અને પરલોક વિધિમાં તત્પર હોય અર્થાતુ ઈહલોક અને પરલોકની સાથે અવિરુદ્ધ ફલવાળા અનુષ્ઠાનવિધિ કહેવાય છે અને તે વિધિપ્રધાન જે પ્રાણીઓ હોય તે વિધિપર કહેવાય છે. કોઈપણ અનુષ્ઠાન કરવામાં આવે ત્યાં શાસ્ત્રની આજ્ઞાને અનુસાર, આ લોકના અનુષ્ઠાનમાં માર્ગનુસારપણું, ન્યાયિપણું અને સંસારમાં વડીલોની સેવા આદિ કરનાર હોય, આવા આત્માઓ પ્રકૃત શાસ્ત્રમાં અધિકારી
9. વવનાવિદ્ધાત્નિને યથતિ | મચામિવિરસંમિર્થ તર્ક રૂરિ વહીતિ છે પરસ્પર અવિરોધિ શાસ્ત્ર રૂ૫ વચનના અનુસારે-જેમ કહેલ છે તેવી રીતે મૈત્રી પ્રમાદ માધ્યસ્થ કરૂણારૂપ ચાર ભાવના સહિત જે આચરણ-અનુષ્ઠાન કે ક્રિયા તે ધર્મ કહેવાય છે.
१. गौतमोप्याह- 'सहचरणस्थानतादर्थ्यवृत्तमानधारणासामीप्ययोगसाधनाधिपत्येभ्यो ब्राह्मणबालकटराजसक्तुचन्दन-गङ्गाशकटानपुरूषेष्वतद्भवेऽपि तदुपचारः' गौ. सू २/२/६४ इति. तस्य भावस्तद्धर्मः । तदभावेऽपि तदुपचारः, तच्छब्दव्यवहार इत्यर्थः । स च तद्धारोपेणारोपनिमित्तानि च सहचरणादीनि । यष्टीः प्रवेशय । मचाः क्रोशन्ति । वीरणेष्वास्ते। अयं राजा यमः । प्रस्थः सक्तुः । चन्दनं तुला । गङ्गायां घोषः । कृष्णः शकटः । अन्नं प्राणाः । अयं कुलस्य राजा । इत्युदाहरणानि क्रमेण । यष्टित्वारोपो ब्राह्मणे साहचर्यात् । मञ्चत्वारोपो बालेषु तात्स्यात् । कटेषु वीरणत्वारोपः, तादर्थ्यात् । राज्ञि यमत्वारोपो, वृत्तात् । सक्तौ प्रस्थत्वारोपः, तन्मानकत्वात् । चन्दने तुलात्वारोपः, तद्धार्यत्वात् । गङ्गायां तीरधर्माधारत्वारोपः, तत्सामीप्यात् । शकटे तद्धर्मकृष्णात्वारोपः, कृष्णगुणयोगात् । अनेषु प्राणत्वारोपः, प्राणसाधनत्वात् । पुरुषे राजत्वारोपः, कुलाधिपत्यात् इति तद्व्याख्यातारः ।
રાજરાતી અનુવાદ0 – , ભદ્રકરસૂરિમા