________________
લલિત-વિરારા " ૧ભદ્રાવિરચિત
{ ૧૫ તમોએ આપ્યા છે તે ક્રમમાં કંઈ કારણ છે કે એમને એમ જ છે ? આનો “મોડી’ એ વાક્ય રચનાથી જવાબ આપે છે. ધર્મબહુમાનવાળો વિધિપર અને ઉચિત્તનો ક્રમ પણ આ પ્રમાણે જ છે. કેમકે જેને ધર્મનું બહુમાન નથી તે વસ્તુતઃ વિધિપરાયણ છે જ નહિ. વિધિનો પ્રયોગ, ભાવપ્રધાન છે. અને શ્રેષ્ઠભાવ ઘર્મના બહુમાન વગર હોઈ શકે નહિ. માટે ધર્મનું બહુમાન પહેલાં જોઈએ, અને તેની વિદ્યમાનતા હોય તો જ વિધિપરાયણ બનાય છે અને વિધિમાં પરાયણ આત્માઓ ઉચિત્તવૃત્તિઓવાળા બને છે. ક્રમવિન્યાસમાં આ કારણ છે. આ ત્રણેય ધર્મ બહુમાનાદિ ગુણોનો ક્રમ બરોબર છે. કારણ કે; જેઓને ચૈત્યવંદનવિષય શુભ પરીણામ-પાઠાદિધર્મ પ્રત્યે બહુમાન (આંતરિક ભાવ) નથી. તેઓ તત્ત્વથી-વસ્તુસ્થિતિથી, આ લોક તથા પરલોકના વિષે અવિરુદ્ધ ફલરૂપ વિધિનું આરાધન કરવામાં તત્પર મનાતા જ નથી. કારણ કે; વિધિની (ક્રિયાની) આરાધનાનો સાર ભાવમાં રહેલો છે અને વળી આ ભાવ (ચૈત્યવંદનવિષયક શુભપરીણામ) બહુમાન (તે પ્રત્યેની આદરપૂર્વકની રૂચિ) ના અભાવમાં સંભવી શકતો જ નથી. બહુમાન હોય તો ભાવ છે. ને ભાવની પ્રધાનતા હોય તો વિધિપ્રયોગની સફલ આરાધનાવાળો વિધિતત્પર કહેવાય છે. તથા બહુમાનના અભાવમાં ભાવનો અભાવ રહે છે અને માટે ભાવનગર, વિધિપ્રયોગની નિષ્ફળતા છે. માટે તત્ત્વથી વિધિતત્પર કહેવાતો જ નથી. ઈતિ.
એતદ્ બહુમાની” એ વિશેષણસૂચક પદ પહેલાં અને વિધિપર એ પછી એનું કારણ બતાવેલ હોવાથી આ બન્નેનો ક્રમ સિદ્ધ થાય છે. હવે બાકી રહેલા ઉચિતવૃત્તિપદને છેલ્લું રાખવાનું કારણ કંઠથી કહે છે.
न चामुष्किविधावनुचित्-कारिणोऽन्यत्रोचितवृत्तय इति, विषयभेदेन तदौचित्याभावाद्, अप्रेक्षापूर्वकारि विजृम्भितं हि ત,
અર્થ-જે પ્રાણીઓ પરલોકની વિધિમાં વિરૂદ્ધ પ્રવૃત્તિવાળા હોય તે ઈહલોકમાં ઉચિતવૃત્તિવાળા હોઈ શકતા નથી જ, કારણ કે; વિષયનો ભેદ થાય છે. તેથી ઈહલોક તથા પરલોકની વિધિમાં ઔચિત્ય હોઈ શકતું નથી. કેમકે; પ્રેક્ષાપૂર્વકારીઓ એક ઠેકાણે ઉચિત કરે અને બીજે ઠેકાણે અનુચિત કરે એમ બની શકતું નથી. એકત્ર ઉચિત કરવું અને અન્યત્ર અનુચિત કરવું એ અપેક્ષાપૂર્વકાર્યકારીઓનો વિલાસલીલા છે.
વિવેચન-અહીં “' શબ્દ એ સૂચન કરે છે કે; વિધિપૂર્વક (જેના પહેલાં વિધિ હોય છે તેવી) જ ઉચિતવૃત્તિનો વિચાર કરવો તે આ પ્રમાણે-પરલોકના ફળવાળા કર્તવ્યમાં પણ (મૂલમાં જે અપિ શબ્દ છે તેનો એ અર્થ થાય છે કે ઐહિક કર્તવ્યમાં તો પૂછવું જ શું ?) વિરૂદ્ધ વર્તનવાળાઓ આ લોકમાં સ્વકુલાદિને ઉચિત નિર્મલ આચારવાળા એ ઉચિતવૃત્તિવાળા ગણાતા નથી. કારણ કે; અહીં (આ લોકમાં) પણ પરલોક ફલ પ્રધાન કર્તવ્યને જે ઉચિતવૃત્તિ માનેલી છે, (કહ્યું છે કે “પરલોક વિરૂદ્ધ કર્તવ્યના કરનારને દૂરથી છોડો ! જે પોતાને છેતરે છે તે બીજાઓને હિતકારક કેવી રીતે થવાનો ?) કેમકે તેમાં વિષયનો ભેદ થાય છે.
ગજરાતી અનુવાદક -
મકરસૂરિ મહારાજ