________________
લલિત-વિસરા - Gભવસૂરિ ચિત
{ ૧૪ (૩) બ્રાહ્મણ આદિ પોતપોતાની જાતિને અથવા કુલને ઉચિત અને વિશુદ્ધવૃત્તિવાળાઓ, ઉચિતવૃત્તિવાળા કહેવાય છે, પોતપોતાના કુલને શોભે તેવું આચરણ કરનાર હોય, મતલબ ઉચિત અને વિશુદ્ધ કુલાચારને આચરનાર હોય પણ વિરૂદ્ધ આચરણ કરનારા ન હોય, આવા ગુણ-વિશિષ્ટ આત્માઓ સમ્યગુ ચૈત્યવંદનસૂત્રના અધિકારી છે.
શંકા-ધર્મના બહુમાનવાળો, વિધિમાં તત્પર અને ઉચિત વ્યવહારવાળો હોવા છતાં પણ જો જ્ઞાનાવરણીયાદિ કર્મનો જોરદાર ઉદય હોય તો સમ્યગ્રીતિએ ચૈત્યવંદનનો લાભ લઈ શકતો નથી. કારણ કે; જ્ઞાનાવરણીયાદિનો પ્રબલ ઉદય ચૈત્યવંદનની યથાર્થવિધિનું જ થવા દેતો નથી. માટે ઘર્મના બહુમાન આદિનું ગવેષણ નકામું હોઈ ઘર્મ પ્રત્યે બહુમાની વિગેરે ચૈત્યવંદનના અધિકારી છે. એમ કહેવાથી શું ? આનું સમાધાન ગ્રંથકાર પોતે જ કરતા કહે છે કે, વિશિષ્ટ કર્મના ક્ષય સિવાય ધર્મપ્રત્યે બહુમાન આદિવાળા થવાતું નથી. મતલબ કે ચૈત્યવંદનસૂત્રવિષયકપાઠાદિ રૂપ ધર્મનું બહુમાન, વિધિતત્પરતા, અને ઉચિતવૃત્તિતામાં કર્મસ્થિતિની અલ્પતા કારણ છે. કાર્ય, કારણ સિવાય થતું નથી, માટે “તત્ વહુમનિનો ઈત્યાદિ જે કથન છે તે યુકિતયુકત છે. ધર્મબહુમાનાદિવિશિષ્ટ નિરંતરશુભ પરિણામને હણનાર જે જ્ઞાનાવરણીયાદિકર્મ, તેના ક્ષયવાળો જ પ્રકૃતમાં અધિકારી હોવો જોઈએ.
વિવેચન-અહીં ‘અંતઃકોટાકોટી સાગરોપમથી અધિક સ્થિતિવાળા કર્મને વિશિષ્ટકર્મ સમજવું એટલે વિશિષ્ટ જ્ઞાનાવરણીય વિગેરે કર્મના ક્ષય (વિનાશ) સિવાય ધર્મ બહુમાનાદિ વિશેષણવાળા બનતા જ નથી. વિશિષ્ટકર્મના ક્ષયને જણાવનાર, કર્મવિશેષના ક્ષયનો પ્રકાશ કરનાર, ઘર્મબહુમાન, વિધિતત્પરતા, ઉચિતવૃત્તિપણું છે. અર્થાત્ બહુમાન વિગેરેથી વ્યંગ્ય (જાણી શકાય) એવા કર્મ વિશેષના ક્ષયવાળો આત્મા જ ચૈત્યવંદનાદિ ધર્મનો અધિકારી છે. બીજાઓ નહિ.
વિશિષ્ટકર્મના ક્ષયવાળો અધિકારી છે. એ વાત બરાબર છે પણ કર્મવિશેષક્ષયવ્યંજક ત્રણ વિશેષણો
૧. ઘોત્રાવનીત પાના નીતિ | ગાયો સ્મીત્યવેત્તચું ઘર્ષવિતા હિ સાવવઃ | ભીખ માંગીને પોતાનું પોષણ કરનાર માણસ જો ધર્મ સહિત હોય તો સીદાતો નથી. તે વિચારે છે કે, હું ધનવાનું છું માટે મારે શા માટે દુઃખી થવું જોઈએ. સજ્જનોને ધર્મ એજ ધન છે. માટે ધનને બાધ આવે તો ભલે, કામને બાધ આવે તો ભલે, પણ ઘર્મમે કદી બાધ ન આવવા દેવો જોઈએ.
૨. જન્મ-જરા-મરણરૂપ જલતરંગોથી ભયંકર સંસાર સમુદ્રમાં મિથ્યાત્વમોહનીયાદિ કર્મોની પ્રેરણાથી અનંત પુદ્ગલ પરાવર્તકાલ સુધી અવ્યવહાર રાશિ-સૂક્ષ્મ નિગોદના ભવોમાં અનેક અસહ્ય દુઃખોનો અનુભવ કરતાં કરતાં અકામ નિર્જરાદિ હેતુના સંનિધાનથી વ્યવહાર રાશિમાં આવેલા જીવને દ્રવ્યાદિ કારણના અનુસાર તથા ભવ્યત્વદશાનો પરીપાક થવાથી પ્રગટ થએલ અધ્યવસાય સ્પ યથાપ્રવૃત્તિકરણથી સાગરોપમ કોટાકોટી પ્રમાણ દીર્ધ કર્મસ્થિતિનો ક્ષય થાય છે. આયુષ્યકર્મ સિવાય જ્ઞાનાવરણીયાદિ સાત કર્મો પૈકી પ્રત્યેક કર્મને પલ્યોપમના અસંખ્યાતમાભાગે ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરવી એ આ કરણનું કાર્ય છે. જેમ વસ્ત્રની ઉપર લાગેલ ઘીનો ડાઘ, જ્યાં સુધી તેના ઉપર ચોટેલ ધૂળને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી દેખાય નહિ, તેમ ઉપર કહેલ પ્રમાણે કર્મસ્થિતિનો લાધવ (ઘટાડો) થયા વિના અંતઃસ્થ ગ્રંથિસ્થાન પ્રગટ થતું નથી.
ગજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મક