________________
તિ-વિકરા ની ભવરા2િ2
* ૮ શબ્દાર્થ-એકાંતે ચૈત્યવંદનથી શુભ ભાવ થતો નથી એ વાતનું ખંડન કરતાં જવાબ આપે છે કે, સમ્યફ ક્રિયામાં વિપર્યય (અશુભભાવ) નો અભાવ હોવાથી ચૈત્યવંદનરૂપ સમ્યકક્રિયા શુભભાવના પ્રત્યે અચૂક કારણ છે. અન્વયવ્યભિચારનો અભાવ હોઈ કાર્ય કારણભાવ બરોબર ઘટિત છે.
વિવેચન-ચૈત્યવંદન ક્રિયાનું કારણ પણું એકાંતે નથી આ પ્રમાણે વાદીએ વિપર્યય દર્શનરૂપ હેતુથી સિદ્ધ કર્યું તે બરાબર નથી. કેમકે ચૈત્યવંદનમાં શુભભાવજનત્વનો અભાવ અર્થાત્ અશુભભાવકારત્વ તે જે રીતિએ કહ્યું તે રીતિએ નથી. કેમકે અશુભભાવમાં કારણ ચૈત્યવંદન નથી પણ અનાભોગઆદિ દોષો કારણ છે, અને દોષોથી અશુભ ભાવ પેદા થાય છે. જો દોષ રહિત આગમોકત વિધિ પ્રમાણે ચૈત્યવંદન ક્રિયા કરાય તો અશુભ ભાવ પેદા થાય નહીં કિંતુ શુભ જ ભાવ પેદા થાય છે. અશુભ ભાવનું કારણ દોષ સહિતની અસમ્યફ ક્રિયા છે. સમ્યફ ચૈત્યવંદન-ક્રિયા કરવામાં આવે તો શુભ ભાવ પેદા થાય છે. એટલે શુભભાવનું કારણ સમ્યફ ચૈત્યવંદન ક્રિયા છે જ.
હવે વાદી ચૈત્યવંદન ક્રિયાને સફલ માનતો શંકા કરે છે કે, ચૈત્યવંદન, સમ્યક ક્રિયાપૂર્વક કરવામાં આવે તો શુભ અધ્યવસાયજનનદ્વારા વિવલિતફલદાયી છે. પરંતુ તેનું વ્યાખ્યાન અકિંચિત્કર છે તેથી ચૈત્યવંદનના વ્યાખ્યાનનો પ્રયાસ નિષ્ફલ જ રહેશે ને ? આવી શંકાનું નિરાકરણ કરવા કહે છે કે
तत्सम्पादनार्थमेव च नो व्याख्यारम्भप्रयास इति नह्यविदिततदर्थाः प्रायः तत्सम्यक्करणे प्रभविष्णव इति । आह लब्ध्यादि-' निमित्तं मातृस्थानतः२ सम्यक्करणेऽपि शुभभावानुपपत्तिरिति, न, तस्य सम्यक्करणत्वासिद्धेः ॥
અર્થ-ચૈત્યવંદનરૂપક્રિયાને સમ્યક્રક્રિયારૂપ બનાવવા સારૂ જ અમારો ચૈત્યવંદનસૂત્રના વ્યાખ્યાનના આરંભનો પ્રયાસ છે. કારણ કે; તેના અર્થોને નહિ જાણનારા પ્રાયઃ ચૈત્યવંદનની સમ્યક્રક્રિયામાં સમર્થ થઈ શકતા નથી. અર્થાત તેના અર્થને જાણનારા સમ્યમ્ રીતિએ ચૈત્યવંદનની ક્રિયામાં સમર્થ થઈ શકે છે ઈતિ.
વિવેચન-જે પુરૂષોએ ચૈત્યવંદનસૂત્રના અર્થનું જ્ઞાન સંપાદન કર્યું હોય, તે પુરૂષો ચૈત્યવંદનસૂત્રના
૧ ‘પરભવે ઈન્દ્રાદિક ઋદ્ધિની, ઈચ્છા કરતાં ગરલ થાય રે ! તે કાલાંતર ફલ દીએ મારે જિમ હડકીયો વાયરે.' જેમ કોઈને ધર્મકરણી કરતાં ચિત્તનો એવો અધ્યવસાય થાય કે આ ક્રિયાથી મને પરલોકમાં ઈન્દ્રની પદવી તથા દેવાતાદિ ચક્રવર્તી પ્રમુખની રાજ્યલક્ષ્મી મળો અથવા ધનધાન્યાદિકની ઈચ્છા કરતાં ગરલક્રિયા થાય. તે ગરલક્રિયા, કાલાંતરે ફલ આપે, હડકીયા વાયુની જેમ. જેમ કોઈ પ્રાણીને હડકેલ જનાવર કરડ્યો હોય. તેહનો હડકવા ત્રણ વર્ષ પછી જાગે. તે જ વખતે હડકવા જાગે તે વખતે મરણ પામે. તેમ ધર્મક્રિયા કરનાર નિયાણું કરે તો બે-ત્રણ ભવે તે વસ્તુ પામે પણ શુદ્ધક્રિયાનું ફળ પામે નહિ.
૨. “વિષકિરિયા તે જાણીએ જે અશનાદિક ઉદેશ રે. | વિષ તતખણમારે યથા, તેમ એહજ ભવફલ લેશે. | અશન પાન કીર્તિ આદિ આ લોકના ફલને ઉદ્દેશીને કરવામાં આવતી ધર્મક્રિયાઓ વિષાનુષ્ઠાન કહેવાય છે. ક્રિયા કરતી વખતે આ લોકના ફલની ઈચ્છા રાખવી તે અંતઃકરણના શુદ્ધપરિણામનો તત્કાલ નાશ કરે છે. જેમ ખાધેલું ઝેર તત્કાલ મારે છે, તેમ આ વિષરૂપક્રિયાથી આ ભવમાં જ અશનખાવા વિગેરેનું લેશમાત્ર ફળ મળે છે. જેમ ઝેર ખાવાથી શીઘ ફળ મળે તેમ કપટક્રિયાનું પણ તરત ફળ મળે એમ જાણવું.
કારક
ગજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ