________________
કરી જ
લિત-વિસરા
ભદ્વાર રશ્ચિત
{ ૧૦ થયેલ છે. એટલે અન્વયેવ્યભિચારરૂપ આપત્તિનો અભાવ થવાથી કારણતાવિષયક સંશય પણ નથી. પરંતુ કાર્યકારણભાવના નિશ્ચયને સજ્જડ બનાવનાર વ્યતિરેક વિદ્યમાન છે. (કારણના અભાવમાં કાર્યના અભાવરૂપ વ્યતિરેક કહેવાય છે.) તથા અન્વય (કારણની સત્તામાં કાર્યની સત્તારૂપ છે.) અને વ્યતિરેકથી કાર્ય કારણભાવનો નિશ્ચય થાય છે એ અહીં ભૂલવા જેવું નથી.
આ રીતિએ અન્વયવ્યભિચારને દૂર કરી, હવે ચૈત્યવંદનરૂપ ક્રિયાને કોણ અને કયા વિશેષણોવાળો, સમ્યગુરૂપ બનાવવામાં સમર્થ નીવડે છે, તે તે વિશેષણોવાળી વ્યક્તિને કહે છે. ___तथाहि-प्रायोऽकृतसूत्रोक्तेनैव विधिनोपयुक्तस्याऽऽशंसादोषरहितस्य, सम्यग्दष्टेभक्तिमत एव सम्यक्करणं, नान्यस्य, अनधिकारित्वाद्, अनधिकारिणः सर्वत्रैव कृत्ये सम्यक्करणाभावात्, श्रावणेऽपि तस्याधिकारिणो मृग्याः ? को वा किमाह ? एवमेवैतद्, न केवलं श्रावणे, किं तर्हि पाठेऽपि ? अनधिकारिप्रयोगे प्रत्युतानर्थसम्भवात्, अहितं पथ्यमप्यातुरे' इति वचनप्रामाण्यात् ॥ ___'तथा अर्थी समर्थः शास्त्रेणाऽपर्युदस्तो धर्मेऽधिक्रियते' इति विद्वत्प्रवादः, धर्मश्चैतत्पाठादिः, कारणे कार्योपचारात्, यद्येवमुच्यतां के पुनरस्याधिकारिण इति, उच्यते, एतद्बहुमानिनो विधिपरा उचितवृत्तयश्च, नहि विशिष्टकर्मक्षयमन्तरेणैवंभूता भवन्ति, क्रमोऽप्यमीषामयमेव, न खलु तत्त्वत एतदबहुमानिनो विधिपरा नाम, भावसारत्वाद्विधिप्रयोगस्य, न चायं बहुमानाभावे રૂતિ |
અર્થ-ચૈત્યવંદનસૂત્રની વ્યાખ્યામાં કહેલી વિધિપૂર્વક વર્તનાર, આશંસાદોષરહિત અને ભકિતમાન્ સમ્યદ્રષ્ટિ, અરિહંતદેવની અને અરિહંતદેવના માર્ગમાં ચાલનાર આચાર્યઆદિ ઉત્તમપુરૂષોની આજ્ઞાનુસાર પોતાનો જીવન નિર્વાહ કરનાર આત્મા જ સમ્યફપ્રકારે ચૈત્યવંદન આરાધી શકે. કારણ કે; એવો જ આત્મા ચૈત્યવંદનનો અધિકારી છે પણ બીજો નહિ. અધિકાર વિનાના આત્માઓ કાર્યમાત્રને માટે અયોગ્ય છે, તેવા આત્માઓ એક પણ કાર્યને સુંદર રીતિથી કરી શકતા નથી. આ વાતનું શ્રવણ કરી જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કેતો શું સંભળાવવાને માટે પણ અધિકારીઓ શોધવા પડે ? ઉત્તરમાં મહાત્માશ્રી જણાવે છે કે જરૂર શોધવા જ પડે. એમાં શું કોઈ પણ શંકા કરી શકે તેમ છે ? અર્થાત્ નહિ જ. કેવલ સંભળાવવા માટે જ અધિકારીઓની ગવેષણા કરવી જ પડે. કારણ કે; અનધિકારી આત્માઓને પાઠ આપવાથી લાભને બદલે ઉલટો અનર્થ થવાની સંભાવના છે; “રોગીને માટે હિતકર વસ્તુ પણ વિના વિચારે યા વૈદ્યની આજ્ઞા વિના આપવાથી અહિતકર નીવડે છે' આ વાતને કોઈ પણ અપ્રમાણિક ઠરાવી શકે નહિ.
વિવેચન-નિષ્કલંક નિર્મલ અમૃતક્રિયાનો અણમોલ લ્હાવો વિશિષ્ટસમ્યગુદૃષ્ટિ વ્યક્તિ જ લઈ શકે છે, તે વિષયને વિગતવાર વર્ણવે છે.
(૧) પ્રથમ વિશેષણથી ક્રિયાના ચાર દોષો પૈકી છેલ્લા બે દોષો પરીહાર તેમજ વચનાનુષ્ઠાનનો સ્વીકાર થાય છે - ચૈત્યવંદન સૂત્રમાં કહેલ વિધિથી ( જો કે સૂત્રમાં સાક્ષાત વિધિનું નિરૂપણ નથી કરેલ તો પણ સૂત્ર વ્યાખ્યામાં કહેલ વિધિથી એ અર્થ ઉપચારથી (લક્ષણથી) કરવો. કારણ કે; સૂત્રગર્ભગત અર્થના વિસ્તારરૂપ જ વ્યાખ્યા હોય છે.) એટલે બરોબર વિધિપૂર્વકનું જ અનુષ્ઠાન અનુષ્ઠાન થાય છે. આ વર્ણનથી “શાસ્ત્રવિહિત ક્રિયાક્રમથી વિપરીત પણે થતી ક્રિયા તે અવિધિ દોષવાળી ક્રિયા, શાસ્ત્ર.
જાતી અનુવાદક
મકરસૂરિ મ