________________
Fવિગત પરિભાવિત
મારાથી પણ સ્કૂલબુદ્ધિવાળાઓ ઉપર ઉપકાર કરનાર છે. મારો આ પરિશ્રમ ચૈત્યવંદન સૂત્રાર્થના જ્ઞાનરૂપ ફલને આપનાર હોવાથી અવશ્ય સફલ છે.
તથાચ-બુદ્ધિમાનો તે જ શાસ્ત્રને ઉપાદેય ગણે છે કે જેમાં મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધનો સદ્ભાવ હોય. અભિધેય વગરનો ગ્રંથ ગ્રાહ્ય થતો જ નથી. માટે આચાર્યશ્રીએ શરૂઆતની પહેલી કારિકામાં પ્રભુ મહાવીરદેવને નમસ્કારરૂપ મંગલની વિદ્યમાનતા પ્રગટ કરી, અને ચૈત્યવંદન સૂત્રના અર્થો અહીં અભિધેય છે. એમ “વન સૂત્રય સાથે મળીને આ વાક્ય રચનાથી બતાવ્યું. અને ત્રીજી કારિકાથી પણ એજ વાત કહેલ છે. અને ચોથી કારિકાથી વ્યાખ્યાનું પ્રયોજન બતાવે છે. પ્રયોજનના બે પ્રકાર છે. એક અનંતર ને બીજું પરંપર, અહીં અનંતર પ્રયોજન સાક્ષાત્ “તેષાં દિતા' આ વાક્યથી કહેવાયું છે. અર્થાત ગ્રંથકારને પ્રાણિ ગણ ઉપર ઉપકાર, અને શ્રોતાને અર્થજ્ઞાનપ્રાપ્તિ, અનંતર પ્રયોજન-ફલ છે. ગ્રંથકાર તથા શ્રોતાને બંનેને પરંપર ફલ મુકિત છે. કેમકે ગ્રંથકારોને અને શ્રોતાઓને આખરી ઉદ્દેશ મોક્ષ હોય છે અને સર્વજ્ઞ પ્રણીત સૂત્ર વ્યાખ્યારૂપ ગ્રંથો મોક્ષસાધક હોય છે તથા સામર્થ્યથી ગમ્ય સંબંધ જાણવો. ચૈત્યવંદનસૂત્રરૂપ શાસ્ત્ર એ પ્રતિપાદક છે ને તેનો અર્થ પ્રતિપાદ્ય છે એટલે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ તથા અભિધાનઅભિધેય, વાચ્યવાચક સંબંધ વિગેરે સંબંધો જાણવા. આ રીતિએ આ ગ્રંથમાં અનુબંધચતુર્ય દર્શાવેલ હોઈ બુદ્ધિવંતોને આ સૂત્ર ઉપાદેય જ છે. - હવે જ્યારે ગ્રંથકારે પોતાનો પરિશ્રમ ફલવાળો છે, એમ ઉદ્ઘોષણા કરી ત્યારે આ ઘોષણા કે ગર્જનાને નહિ સહન કરતો ને ગર્વનું વહન કરતો વાદી શંકા કરે છે, કે- ગાદમત્ર સાચં ચૈત્યવનશૈવ निष्फलत्वादिति.
શબ્દાર્થ-મંગલાચરણ વિગેરેનું નિરૂપણ થયા પછી વાદી સફલતાનું ખંડન કરવા કહે છે કે; ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનનો પરિશ્રમ, સફલ નથી, કારણ કે; ચૈત્યવંદન પણ ફલ વગરનું છે. મૂલમાં કહેલો ઈતિ શબ્દ પરવાદીનું વકતવ્ય પૂરું થયું એમ સૂચવે છે.
વિવેચન-જ્યારે મજકૂર સૂત્રના વ્યાખ્યાનના પરિશ્રમની સફલતા બતલાવી ત્યારે વાદીચૈત્યવંદનને નિષ્કલ બનાવતો વિવરણની નિષ્ફળતાનું પ્રતિપાદન કરવા તૈયાર થાય છે. તથાતિ
પૂર્વપક્ષ-ચૈત્યવંદનક્રિયાનું તેમજ ચૈત્યવંદનસૂત્રનું મિષ્ટાન્ન ભોજન વિગેરે રૂપ કોઈ પણ પુરૂષ ઉપયોગી ફળ મળતું નથી. માટે તે ક્રિયા તેમજ તે સૂત્ર ફલ વગરના છે. જે ફલ વગરનું છે તેના વિષયના વ્યાખ્યાનનો આરંભ પણ ફલ વગરનો ગણાય. કારણ કે, ફલ સદા આરંભની સાથે વ્યાપક ન હોવાથી વ્યાખ્યાનનું ફલ, આરંભની સાથે વ્યાપક ન હોવાથી વ્યાખ્યાન સુતરાં નિષ્ફળ છે.
વસ્તુતઃ ચૈત્યવંદનસૂત્રવિષયક વ્યાખ્યાનનું કોઈ પણ જાતનું ફળ નથી. કેમકે; પહેલાં ચૈત્યવંદનની સફલતા સિદ્ધ થાય તો ચૈત્યવંદનસૂત્રવિષયક વ્યાખ્યાનપરિશ્રમની સફલતા સાબીત થાય. પણ ચૈત્યવંદનદ્વારા પુરૂષને ઉપયોગી કોઈ ફળજ દેખાતું નથી. અને જે નિષ્ફળ છે તેનો કાંટાની શાખાના મર્દનની (ચોળવાની) માફક આરંભ ન જ કરવો જોઈએ. અતઃ ચૈત્યવંદનસૂત્રવિષયકવ્યાખ્યાનના આરંભનો પ્રયાસ વ્યર્થ છે.
બાબા ગુજરાતી અનુવાદ - ભદ્રસૂરિ મ. ,