________________
નલિત-વિજ્ઞાન વિભવભૂતિ રશિત શબ્દાર્થ-ચરાચર સમસ્ત જગતને (સકલ વિશેષ સામાન્યરૂપ વિષય-પદાર્થ-શેયને કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્વારા) જાણનારા અને દેખનારા તથા અવધિજિન, પરમાવધિજિન, અનંતાવધિજિન, સર્વાવધિજિન, સામાન્ય કેવલિજિન આદિ જિનોમાં પ્રધાન, ચરમ તીર્થંકર એવા શ્રી મહાવીર સ્વામી ભગવાને પ્રકર્ષથી ભક્તિ અને શ્રદ્ધાના અતિશયથી) નમીને, પ્રસિદ્ધ ચૈત્યવંદનસૂત્રનું આ વિવરણ-વિવેચન મારા વડે કહેવાય છે;-મારાથી પ્રતિપાદિત કરાય છે.
વિવેચન-મહાવીરદેવને પ્રણામરૂપ ભાવમંગલાચરણ વડે શિષ્ટાચારનું પાલન જે કર્યું છે તે એટલા માટે છે કે શિષ્ટાચારનું પાલન એ શિષ્ટપણે પામવાનું નિદાન છે. “શિષ્ટાઃ શિષ્ટતમાયત્તિ શિષ્ટમાનુપાના” અને એથી જ સૂરિપુરંદર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ ચમકે છે. ઝળકે છે. મરીનનો તિઃ સ વન્યા' એ ન્યાયે મહાપુરૂષો શિષ્ટ પુરૂષોના માર્ગનું આચરણ અવશ્યમેવ કરે છે. આ નિયમથી આચાર્યશ્રીએ મંગલાચરણનું અનુકરણ કરેલ છે.
વળી આ મંગલ, આરંભેલ ગ્રંથમાં આગંતુક વિદ્ગોના વાદળોને તીવ્ર પવનની જેમ વિખેરી નાંખે છે. ગ્રંથના પ્રારંભથી તે સમાપ્તિ સુધી આવતા વિદ્ગોને દૂર કરવા મંગલ, ઋષિ-મહર્ષિ-પરમર્ષિ બધાને ય અવશ્ય કર્તવ્ય છે. કારણ કે શ્રેયસ્કારી કાર્યોમાં વિઘ્નો વગર બોલાવ્યું આવે છે, માટે જ કહ્યું છે, કે “શ્રેયાંતિ વવિજ્ઞાન ભવન્તિ મહતા' મંગલકારી કાર્યોમાં મહાપુરૂષોને પણ વિનો-ખડકો નડે છે.
એટલે જ વિદ્ગવિદારણસમર્થ ઈષ્ટદેવતાનમસ્કારરૂપ મંગલ કરણીય જ છે. કારણકે; વીતરાગઅરિહંત પ્રત્યે પ્રીતિભક્તિપૂર્વકની કરેલી સ્તુતી કે નમસ્કારથી આત્મામાં શુભ કે શુદ્ધ અધ્યવસાયનો આવિર્ભાવ કે આવિષ્કાર થાય છે. તથા અતિશયવિકસિત ભક્તિશ્રદ્ધાદિગુણપૂર્વક શુભ અધ્યવસાયથી કિલષ્ટકર્મમલનો ધ્વંસ થવાથી પ્રસ્તુત ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ થાય છે.
શંકા-આ મહાવીરદેવને પ્રણામરૂપ ભાવમંગલાચરણ, તેઓશ્રીએ મનમાં કર્યું હોત તો પણ ચાલતે, તો ગ્રંથમાં અક્ષરબદ્ધ-લિપિબદ્ધ કરવાની શી જરૂર ?
સમાધાન-શિષ્યોને શિષ્ટોનો આચાર સમજાવવા, પ્રમાદી-ભૂલકણા શિષ્યોને ગ્રંથપઠનની શરૂઆતમાં મંગલાચરણ કરતાં ભૂલચૂક ન થાય વિગેરે અનેક ઉપકાર નિમિત્તે ગ્રંથબદ્ધ મંગલાચરણ કરેલ છે.
૧ અધ્યવસાયની તાકાત એટલી તીવ્ર છે, કે જેને લઈને જો અશુભ અધ્યવસાય હોય તો તેના યોગે અત્તર્મુહૂર્ત જેટલા લધકાલમાં સાતમી નરકને લાયક કર્મદલિકો (દળીયાં) એકઠાં કરે છે અને શુભ અધ્યવસાયના પ્રતાપે શ્રી મરૂદેવામાતા વિગેરેના દ્રષ્ટાંતે અલ્પકાલમાં મોક્ષપદ પણ મેળવી શકે છે, એજ શુભ અધ્યવસાય વિશેષથી અનિકાચિત એવા સર્વ કર્મોના સ્થિતિ રસની અપર્વતના-હાનિ (અને ઉવનાવૃદ્ધિ) થાય છે તથા જ્ઞાનપૂર્વક ક્ષમા-પ્રધાન તીવ્રતપશ્ચર્યાના યોગે નિકાચિત બંધવાળા કર્મોની સ્થિતિ અને રસનો ઘટાડો થઈ શકે છે. કહ્યું છે કે “સવ ઉમેર્વ, પરિણામસહુવવૃનો હોખ્ખા પાયનિવર્કિંગાળ तवसाओ निकाईआणंपि ॥ सर्वप्रकृतीनामेवं परिणामवशादुपक्रमो भवेत् ॥ प्रायमनिकाचितानां तपसा निकाचितानामपि ॥ छाया ॥ - અર્થ-ઘણું કરીને અનિકાચિતબંધવાળી સર્વકર્મપ્રકૃતિઓનો (એટલે તેઓના સ્થિતિરસનો) પરિણામના યોગે ઉપક્રમ (ઘટાડો ને વધારો) થાય છે અને તપથી નિકાચિત કર્મનો પણ ઉપકમ થાય છે.
રાતી અનુવાદક - અ ભદ્રકરસૂરિ મ. સા.