________________
૧૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
માફક પૂજાય છે, જ્યાં સંસ્કારવાળું (અભક્ષ ભક્ષણ વિનાનું) અનાજ ખવાય છે, અને જે કુટુંબમાં ઝઘડા-કજિયા-કલહ થતા નથી હું ત્યાં જ સ્થિરતાથી વસું છું. સંપના અથ આત્માઓને, વડીલોની આજ્ઞા સમજવી અને માનવી પડસે.
કઈ કવિએ કહ્યું છે કે : સંપર્યો કિંમતવધે, ઘટે કર્યું મન રીસ, થાય અંક મુખ ફેરવે, તેસઠના છત્રીસ.”
જેમ છગડે અને તગડો સંપ કરી સામસામા બેસે તે ૬૩ તેસઠ થાય છે અને ઝગડો કરી મુખ ફેરવી નાખે તે ૩૬ છત્રીશ થાય છે.
તથા વળી નવના અંકની પણ ઘટના વાંચવા ગ્ય છે. “નવડા કેરીનાત વિશે જબ ઈર્ષાવ્યાપી, ચડ્યા એકપરએક, અધિકતા આપણી
સ્થાપી, હતા અંકમાં શ્રેષ્ઠ, છતાંપણ ગર્વ પણ ઘટી કિંમત છેક, અશિતી એક ગણાય. સુન્દર સંપ થવા થકી, પંક્તિ બંધ બેઠા યદા, યૂન અબજમાં એક, ચરણવિજ્ય કિંમત તદા.” ૧
બધા અંકમાં-એકથી નવ સુધીમાં નવના આંક મોટો દેખાય છે. એ અનુભવસિદ્ધ વાત હોવા છતાં, નવડાની નાતમાં નવડા બધા સરખા જ હોય છે. એ પણ દીવા જેવી વાત છે. ભલે રાજાને મહાઅત્માય હોય, અથવા કોડપતિ હોય, પરંતુ પિતાની જ્ઞાતિનો સમૂહભેગો થયે હોય ત્યાં, નવકારવાળીના મણકાની પેઠે, નાનામોટાનો ભેદ ભૂલી જઈ સરખા બેસવું જોઈએ. અથવા જાતિ કે કુટુંબની મર્યાદા સાચવવી જોઈએ. પરંતુ નવડા બધા જ પિતાને વડીલ માનવા લાગ્યા અને ઉપરા ઉપર બેઠા..
અ અ અ અ અ || ૮૧ નવડા અભિમાન લાવી ઉપર ઉપર ચડવાથી સરવાળ નવે ન એકાસી થયા. અને તુરત પોતાના ગર્વનો ખ્યાલ આવી ગયે. એટલે તુરત બધા લાઈનમાં બેસી ગયા. ૯૯૯૯૯૯૯૯૯ તેથી નવાણું ક્રેડ, નવાણું લાખ, નવાણું હજાર, નવસો નવાણું થયા.
આ જગ્યા એક ગર્વની ફજેતીની ઐતિહાસિક ઘટના જણાવું છું. સે બસો વર્ષ પહેલાંની પ્રાયઃ આ વાત હશે. કોઈ એક મધ્યમકેટિના ગામમાં પચાસેક ગામોના ઠાકોર સાહેબના એક દીવાન હતા. પત્ની-પૈસા-પરિવારથી પણ સંપન્ન હતા. રાજાના પ્રધાન એટલે આખા ગામમાં, અને આજુબાજુનાં ગામમાં પણ, તેમનું ઘણું સન્માન હતું.
ગામમાં પિતાની જ્ઞાતિના ૨૦૦-૩૦૦ ઘર હતાં. અવારનવાર નાનું મોટું મરણ થાય, અને પિતાની ગામમાં હાજરી હોય, અનિવાર્ય રાજકીય કામકાજ ન હોય તે, દીવાન સાહેબ પણ, રમશાનયાત્રામાં હાજરી આપતા હતા; પરંતુ ત્યાં તેઓ પોતાને પ્રધાનપણને ખ્યાલ રાખી, મડદું બહાર નીકળ્યા પછી જ હાજર થઈ જતા. અને તે પણ ઘોડા ઉપર બેસીને સ્મશાનતરફ જતા. બધું પતાવી સ્નાન કરીને પણ, ઘોડાની સવારીથી જ પાછા ઘેર આવી જતા.
' થોડો વખત આ બીના ચાલી, પણ ખાસ કેઈએ ધ્યાન આપ્યું નહિ, અને પછી તો દીવાન સાહેબને હમેશનું વ્યસન બની ગયું. જાતિમાં અને ગામમાં ચર્ચાઓ થવા લાગી.