________________
30 2
ધન્યકુમાર |
ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલવ
ચક્કસ આના શરીરમાં ભૂત પેઠું છે. અને તેને પરિણામે જ ધડા વગરનું બેલે છે, અને પૈસે ઉડાવે છે, માટે આને ઘરે લઈ જઈ કાંઈક મંત્ર-તંત્રાદિ કરી સ્વસ્થ કરીએ. ત્યારપછી બધા ભેગા થઈને ઘરે લઈ ગયા. ત્યાં તે પોતાની સ્ત્રીને પણ તેજ પ્રમાણે કહેવા લાગ્ય-અરે મૂર્ખ ! આ રંક (ગરીબ જેવો) વેશ તું કાઢી નાખ અને સુંદર વસ્ત્ર તથા ઘરેણાં પહેર. તેની સ્ત્રી તે ચક્તિ થઈ ગઈ કે–આવું અસંબદ્ધ આ તે શું બેલી રહ્યા છે ? તે વખતે કઈ ડાહ્યા માણસે આવીને કહ્યું કે- આને કાં તે ભૂત વળગ્યું છે અથવા તે વાયુની વિકૃતિ થઈ છે, માટે આને છાનામાના નવસળીઆ તપાવી નવે અંગે એકીસાથે ડામ દઈ વો એટલે તે સાજો થઈ જશે અને તેમ નહિ કરે તે તેની બુદ્ધિ ફરી જતાં મામલો હાથથી વહ્યો જશે, માટે જદી કરો. હવે છોકરાઓએ તે તેની સલાડ પ્રમાણે નવસળીઆ તૈયાર કરી. પછી સગાં-વહાલાંએ તે બ્રાહ્મણને બરાબર પકડી રાખી એક સાથે ન અંગે ડામ દઈ દીધાં. પછી કેઈએ પૂછયું કે-“આ પ્રમાણે કરવા છતાં જે ઠેકાણે ન આવે તો પછી શું કરવું ? તેના જવાબમાં પેલાએ કહ્યું કે- તો પછી બેડી નાંખી એક અંધારી ઓરડીમાં એકવીસ દિવસ સુધી ભૂખ્યો ને તર રાખે અને તેના ઉપર પહેરે છે. હવે પેલા બ્રાહ્મણે વિચાર્યું જે થવાનું હતું તે તે થયું. જે હજી આવોને આવો હઠ ચાલુ રાખીશ, તે નાક બેડીમાં પડીશ, દેવેનું વચન મિથ્યા થતું જ નથી? આ પ્રમાણે વિચારી વાચાળતા છોડી દઈને તે ખાટી મૂચ્છ ખાઈ ગયે. ચાર ઘડી તે પ્રમાણે જ રહીને જાણે અચાનક જાગ્યો હોય તેમ પુત્રને પૂછવા લાગ્યું કે-“અરે છોકરાઓ ! આ બધા માણસે કેમ ભેગા થયા છે ? આંગળી તથા શરીર ઉપર આ ઘરેણુઓ ક્યાંથી ?” છોકરાઓએ કહ્યું કે “પિતાજી! તમારામાં ભૂત અથવા તો વાને પ્રવેશ થયો હતો. બે હજાર રૂપિયા તે તમે નકામા ઉડાવી પણ નાંખ્યા. આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણે ખેટે હાહાર કરી મૂકે કે–અરે મેં શું કરી નાંખ્યું ? આટલા બધા રૂપિયા પાછા ક્યાંથી મળશે?” આ
0 VARTA MOST TREATED BY
૨૭ w w.jainelibrary.org
Jain Education Inter
For Personal & Private Use Only
W