Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ક
સ્થામંજરી आह-यद्येवं, अतीतदोषम्' इत्येवास्तु अनन्तविज्ञानम्' इत्यतिरिच्यते, दोषात्ययेऽवश्यंभावित्वादनन्तविज्ञानत्वस्य । न, कैश्चिद् दोषाभावेऽपि तदनभ्युपगमात् । तथा च वैशेषिकवचनम् - सर्वं पश्यतु वा मा वा, तत्त्वमिष्टं तु पश्यतु।
कीटसङ्ख्यापरिज्ञानं तस्य नः क्वोपयुज्यते ॥ तथा – 'तस्मादनुष्यनगतं ज्ञानमस्य विचार्यताम् । प्रमाणं दूरदर्शी चेद् एते 22 ) JyWકે Jક્ઝઝઝપ્રોગ્રઈ ઝઝઝયું દુષ્ટ ) 2ઝર્ચ 2 #DBર્ષય છે ,
परिज्ञानाभावात् । तथा चार्षम् --जे एग जाणइ,से सव्वं जाणइ ;जे सव्वं जाणइ ,से एणं जाणइ ॥. (छाया-य एक | जानाति स सर्वं जानाति। यः सर्वं जानाति स एकं जानाति) ( आचा ० १ श्रु. ३ अ. ४ उ.) । तथा, “एको भावः सर्वथा | येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टा, एको भावः सर्वथा तेन दृष्टः ।
સમાધાન:-પરદર્શનકારો રાગદ્વેષાદિ દોષોથી કલુષિત વ્યક્તિને પણ અખતરીકે સ્વીકારે છે. અને સર્વજ્ઞ છે તરીકે માન્ય કરે છે. જુઓને આજીવકમતને અનુસરનારાઓ પોતાના આપ્તનું સ્વરૂપ દર્શાવતા કહે છે. ધર્મતીર્થના સ્થાપક અને જ્ઞાની (એવા આપ્તપુરુષ)મોલમાં જઈને પોતાના તીર્થનો તિરસ્કાર જોઈને ફરીથી સંસારમાં આવે છે. આમ તેઓએ સ્વતીર્થના રાગ આદિ દોષોથી કલુષિતને જ્ઞાની અને આખ તરીકે સ્વીકાર્યા છે.
(શંકા:- ઉપરોક્ત શ્લોકમાં એવું બતાવ્યું નથી કે તે જ્ઞાની સ્વતીર્થના રાગથી મોક્ષમાથી સંસારમાં આવે છે. માત્ર સ્વતીર્થનો તિરસ્કાર જોઇને તીર્થની રક્ષા કાજે, અને તે તીર્થને પામી અનેકનું કલ્યાણ થાય, એવી કરૂણાથી જ તેઓ ફરીથી અવતાર લે છે.
સમાધાન:- રાગદ્વેષ વગેરેના નાશથી જેઓનો મોક્ષ થઇ ગયો છે, તેઓને સંસારમાં ફરીથી જન્મ સંભવ જ નથી. જેમકે બળી ગયેલા બીજમાંથી અંકરા કુટી શકે નહિ. તેથી અહીં સ્વતીર્થરક્ષા વગેરે ભાવમાં રહેલા રાગનું જ ધોતન થાય છે. આવા રાગાદિ દોષોથી કલંકિત બનેલી વ્યક્તિઓમાં આપ્તત્વનો વ્યવચ્છેદ કરતે લેવાથી જ “અતીતદોષ' વિશેષણપદ સાર્થક છે. અને પુનરુકિતદોષ નથી.)
અનન્તવિજ્ઞાન' વિશેષણ પદની સાર્થક્તા શંકા :- જો આ પ્રમાણે વ્યાવર્તક લેવાથી “અતીતદોષ' વિશેષણ સાર્થક અને આવશ્યક છે. તે અનઃવિજ્ઞાન વિશેષણપદની આવશ્યક્તા નથી. કેમકે “અતીતદોષ' વિશેષણપદથી અર્થત તે વિશેષણ ગમ્ય બને જ છે. કેમકે સર્વદોષોનો ક્ષય એ અનન્તજ્ઞાનનું અવિકલ કારણ છે. અને ‘અવિકલ કારણસામગ્રીની હાજરીમાં કાર્ય અવશ્ય હોય એવો નિયમ છે. તેથી જે દોષરહિત છે તે અવશ્ય અનાજ્ઞાની હેય જ. તેથી હું “અતીતદોષ' વિશેષણપદથી જ ગમ્ય અર્થવાળું “અનન્તવિજ્ઞાન વિશેષણપદ નિરર્થક છે.
સમાધાન :- કેટલાક કુતીર્થિકો સર્વદોષના ક્ષયમાં પણ સર્વજ્ઞપણું સ્વીકારતા નથી. કેમકે તેઓને મન સર્વ વસ્તુઓનું સૈકાલિક જ્ઞાન અસંભવિત છે, અને અનાવશ્યક છે જેમકે વૈશેષિકો કહે છે –“ઇશ્વર સઘળાય પદાર્થોનું જ્ઞાન કરે કે ન કરે તેની સાથે અમને નિસ્બત નથી. તે ઈષ્ટ (=વ્યવહાર માટે અને મોક્ષ માટે ઉપયોગી) તત્વનું જ્ઞાન કરે એટલે જ અમને બસ છે. તેનું =ઈવરન) કીડાઓની સંખ્યાવિષયકજ્ઞાન અમને કયાંય ઉપયોગી નથી.” અર્થાત અમારા લોકવ્યવહાર કે મોક્ષને માટે તે જ્ઞાન ઉપયોગી નથી.વળી“તેથી જ ઇશ્વરના અનુષ્ઠાન ( પ્રવૃત્તિ)સંબંધી જ્ઞાનનો જ વિચાર કરવો જોઈએ. જો દૂરનું જોઈ શકનાર જ પ્રમાણભૂત હોય, તો તો આવો! આપણે ગીધની જ ઉપાસના કરીએ કેમકે ગીધડા આકાશમાં ખૂબ ઊંચેથી છેક નીચે શબને જોઈ ને
!! તાત્પર્ય - અતિદૂરના ભૂત-ભવિષ્યનું જ્ઞાન કે અતિ દૂર રહેલી વસ્તુનું જ્ઞાન નિરર્થક છે. તેવા જ્ઞાનની હાજરી માત્રથી આપ્ત તરીકે માનવામાં મુર્ખાઈ છે. મોક્ષમાં કારણભૂત પ્રવૃત્તિના જનક જ્ઞાનવાળી વ્યકિત જ વાસ્તવમાં આપ્યું છે. તેથી આમ થવા માટે સર્વજ્ઞ થવાની જરૂર નથી.)આ પ્રમાણેની વૈશેષિકોની કલ્પનાના આમપુરુષને વાસ્તવિક આHપુરુષની # કોટિમાંથી દૂર કરવા દ્વારા “અનન્તવિજ્ઞાન વિશેષણ સાર્થક છે.
કાવ્ય - ૧
#t