________________
૪ ::::::::::
ચાલાકર્મી न तावदभेदेन तादात्म्येन ते घटेते । तयोर्हि अभेदे वासना वा स्यात् क्षणपरम्परा वा, न द्वयम् । यद्धि यस्मादभिन्नं न तत् ततः पृथगुपलभ्यते, यथा घटाद् घटस्वरूपम् । केवलायां वासनायामन्वयिस्वीकारः । वास्याभावे । च किं तया वासनीयमस्तु । इति तस्या अपि न स्वस्यमवतिष्ठते । क्षणपरम्परामात्राङ्गीकरणे च प्राञ्च एव दोषाः ॥
न च भेदेन ते युज्यते । सा हि भिन्ना वासना क्षणिका वा स्यात् अक्षणिका वा ? क्षणिका चेत् ? तर्हि क्षणेभ्यस्तस्याः
હોય, તે તેનાથી પૃથક્ ઉપલબ્ધ ન થાય. જેમકે ઘટથી ઘટસ્વરૂપ અભિન્ન છે, તો ઘટથી તેનો પૃથફ ઉપલભ્ય થતો નથી ને આવો ન્યાય છે. હવે જો વાસનાથી ક્ષણસંતતિ અભિન્ન લેવાથી માત્ર વાસના જ સત છે તેમ સ્વીકારશો, તો અન્વય-સ્થિર, અને જૂદી જૂદી ક્ષણોમાં સંબંધ ધરાવનાર વસ્તુનો સ્વીકાર થશે. તેથી ક્ષણિકવાદ નષ્ટ થશે. વળી વાસનાથી જેઓને વાસિત કરવાના છે, એવી ક્ષણોનો અભાવ હેવાથી વાસના કોને વાસિત કરશે? તેથી વાસનીયવસ્તુનાં અભાવમાં તેને સાપેક્ષ એવી વાસના પણ અસિદ્ધ થશે. કેમકે તેનું સ્વરૂપ પણ અસત થશે. માત્ર ક્ષણસંતતિને સ્વીકારવામાં આવતા દોષો તો પૂર્વે જ દર્શાવી ગયા છીએ..
ભેદ-અનુભયપણે સંબંધની અસિદ્ધિ ભેદપક્ષ પણ યુક્તિક્ષમ નથી. તે આ પ્રમાણે-આભિન્ન વાસનાઓ ક્ષણિક છે કે અક્ષણિક? જો વાસનાઓ પણ ક્ષણિક ોય તો, ક્ષણોથી અલગરૂપે તેની કલ્પના કરવી વ્યર્થ છે. અર્થાત તે પણ ક્ષણસ્વરૂપ જ છે. જો હું વાસનાઓ અક્ષણિક અર્થાત ચિરસ્થાયી છે, તો પછી સર્ષ – ક્ષણિકવાદની કલ્પનાથી. કેમકે આચિરસ્થાયી વાસનાઓની પૂર્વાપર ક્ષણપ્રવાહમાં એક અન્વયી તત્ત્વતરીકે ૫ના થશે. અને તેમ માનવાથી “સમાત્ર આ ક્ષણિક છે. એવા આગમને બાધ આવશે. કેમકે જો અક્ષણિકવાસના પણ સત હોઇ શકે, તો અન્ય વસ્તુઓને ક્ષણિક કલ્પવાનો પ્રયાસ વ્યસનમાત્ર (Fઆયાસમાત્ર)જ રહેશે. સાર્થ બનશે નહિ. '
પૂર્વપલ :- અમે ક્ષણપરંપરાથી વાસનાના અભેદ કે ભેદને સ્વીકારતા નથી. પરંતુ ન અભેદ અને ન ભેદ એવા અનુભયપક્ષને સ્વીકારીએ છીએ. કેમકે અભેદ કે ભેદ બેમાંથી એકપણ પક્ષ સ્વીકારવામાં શું પૂર્વોક્તદોષ આવે છે. આ બંને પક્ષનો અસ્વીકાર કરવાથી જ તે દોષો ટળી શકે.
ઉત્તરપલ :- આ વિચાર બાલિશ છે. કેમકે “ભેદ અને અભેદ એ વિધિ-નિષેધરૂપ છે. તેથી એકતરના અભાવમાં બીજાની અવશ્ય હાજરી લેવાથી એકના નિષેધમાં બીજાનો સ્વીકાર થઈ જાય. અર્થાત ભેદ નથી માનતો એનો અર્થ જ એ થાય કે “અભેદને સ્વીકારું છું.” અને “અભેદ અસ્વીકાર્ય છે. એનો અર્થ જ એ શું થાય કે ભેદ ગ્રાહ્ય છે.” આમ અનુભયપક્ષ અસંગત છે, તેથી જે પક્ષ સ્વીકારાશે તે પક્ષમતદોષો ચોંટશે. હું અથવા તો વાસના અને ક્ષણસંતતિ વચ્ચેના સંબંધને જો અનુભયરૂપ અંગીકાર કરશો, તો તે અવસ્તુ (=અસત) માનવાનો જ પ્રસંગ આવશે. કેમકે પરદર્શનકારોના મતે વસ્તુ કાં તો એકાંતે ભિન્ન હેય, કાં તો એકાંતે અભિન્ન હેય. આબેને છોડી ત્રીજો કોઇ માર્ગ(વિ૫)જ નથી. તેથી તદુભાયાતીત ( તદનુભય)પક્ષ વધ્યાપુત્રવત' અસત જ છે. આ પ્રમાણે ત્રણે વિકલ્પોથી શણપરંપરા અને વાસનાની ઉપપત્તિ થઈ શકતી નથી. તેથી હું પારિશેષ્યન્યાયથી ભેદભેદપક્ષ જ અંગીકારને યોગ્ય છે.
૧. પારિશેખ્ય ન્યાય-સંભવિત સઘળાય વિકલ્પોમાંથી જયારે એક સિવાયના બાકીના વિકલ્પો અસંગત કરતા હેય, ત્યારે આ E: ન્યાયથી બાકી રહેલો વિk૫ સંગત તરીકે સ્વીકૃત બની જાય છે. અહીં ભેદ’ અને ‘અભેદ પદ દ્વારા ચાર વિકલ્પો થઇ શકે.
(૧)માત્ર ભેદ, અભેદ નહિ. (૨) માત્ર અભેદ, ભેદ નહિ. (૩) ભેદ પણ નહિ, અભેદ પણ નહિ. (૪) ભેદભેદ ઉભય ભેદ પણ
ખરો અને અભેદ પણ ખરો. એમાંથી આ ત્રણવિ દેવાળથી વ્યાપ્ત ઈ અસત સિદ્ધ થવાથી ચોથો ભેદભેદવિકલ્પ ' જ યુક્તિયુકત છે. એમ આ ન્યાયથી સિદ્ધ થાય છે.
ક::::::::::::: wી @ A:::::::::::::::::::8
કાવ્ય-૧૯.
w : ::::::::::::: 2425
કે
*
:::::::::::::
242