Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
કાકી = !: = ". ચાતુહર્ષજી કરતા કરી इदानी सप्तद्वीपसमुद्रमात्रो लोक इति वावदूकानां तन्मात्रलोके परिमितानामेव सत्त्वानां सम्भवात् परिमितात्मवादिनां दोषदर्शनमुखेन भगवत्प्रणीतं जीवानन्त्यवादं निर्दोषतयाभिष्टुवन्नाह - मुक्तोऽपि वाभ्येतु भवं भवो वा भवस्थशून्योऽस्तु मितात्मवादे । षड़जीवकायं त्वमनन्तसंख्यमाख्यस्तथा नाथ ! यथा न दोषः ॥ २९ ॥ मितात्मवादे-संख्यातानामात्मनामभ्युपगमे दूषणद्वयमुपतिष्ठते । तत्क्रमेण दर्शयति । मुक्तोऽपि वाभ्येतु भवमिति मुक्तो निर्वृतिमाप्तः । सोऽपि वा। अपिर्विस्मये । वाशब्द उत्तरदोषापेक्षया समुच्चयार्थः यथा देवो वा दानवो वेति । भवमभ्येतु संसारमभ्यागच्छतु । इत्येको दोषप्रसङ्गः । भवो वा भवस्थशून्योऽस्तु । भव :-संसार : स वा भवस्थशून्यःसंसारिजीवैविरहितोऽस्तु भवतु । इति द्वितीयो दोषप्रसङ्गः ॥
' જીવપરિમિતવાદનું ખંડન
કJટલાક પરવાદીઓ સાતદ્વીપ અને સાતસમુદ્ર જેટલો જ લોક માને છે. એટલા લોકમાં મર્યાદિત જીવો જ સંભવિત લેવાથી જીવની સંખ્યા પરિમિત માનનારાઓમાં દોષ દેખાડવાદ્વારા ભગવાને નિરૂપેલ જીવોની અનંતતા નિર્દોષ છે તેમ દર્શાવતા કવિ કહે છે.
કાવાર્થ:- જેઓ જીવને અનંત ન માનતા સંખ્યાતા જ માને છે, તેમના મતે જીવો મુક્ત થઈને ફરીથી સંસારમાં આવવા જોઇએ. અથવા સંસાર જીવોથી ખાલી થઈ જવો જોઇએ. પ્રભુ! તે પટ્ટાયજીવની એવી અનંત સંખ્યા બતાવી છે, કે જેથી ઉપરોકત દોષ આવતો નથી.
જીવોને સંખ્યાતા માનવામાં આવે તો બે દોષ ઉપસ્થિત થાય છે, તે ક્રમશ: બતાવે છે. (૧) મુક્ત જીવો પણ સંસારમાં આવશે. (“પ” શબ્દ આશ્ચર્યના અર્થમાં છે. અને “વા' શબ્દ ઉત્તરના દોષની સંગ્રહ કરવાના અર્થમાં છે) અથવા (૨) ભવ = સંસાર સંસારીજીવોથી રહિત થશે.
પરિમિતવાદમાં બે દોષ જો જીવો સંખ્યાતા જ હેય, તો તત્ત્વજ્ઞાનના અભ્યાસનો પ્રકર્ષવગેરેકમથી ધીમે ધીમે જીવો મોક્ષમાં જતા જતા એવો કોઇક કાળ આવી જાય, કે જયારે સર્વજીવો મોક્ષમાં ગયા હેય. કાળ અનાદિઅનંત છે, જયારે જીવો માત્ર સંખ્યાતા જ છે. તેથી સંસારને ખાલી થતા કોણ રોકી શકે? દેખાય પણ છે કે નિયત પાણીથી ભરેલું સરોવર પવન, સૂર્યનો તાપ, અને લોકોદ્વારા જળગ્રહણઆદિકારણોને લીધે કાલાન્તરે ખાલી થઇ જાય છે. આ પ્રમાણે સંસાર ખાલી થઈ જાય, તે કોઈ પણ પ્રમાણિકમાણસને માન્ય નથી. કેમકે તેમાં સંસારના જ સ્વરૂપને હાનિ પહોંચવાની આપત્તિ છે. સંસારનું સ્વરૂપ આ છે. જયાં કર્માધીન જીવો પરિભ્રમણ કરતા હતા, કરે છે. અને કરશે, તે સંસાર.” જો સંસાર ખાલી થઈ જાય, તો કોઈને પણ પરિભ્રમણ કરવાનું રહે,
નહિ અને બધા જ મુકત થઈ જાય તો સંસારને શૂન્ય માનવો જ પડે, અથવા તો મુક્ત થયેલાને ફરીથી રિ આ સંસારમાં જન્મ લેવો જ પડે.
સંસારમાં મુક્તના પુનરાગમનની અસિદ્ધિ શંકા :- મુક્ત થયેલો જીવ ફરીથી સંસારમાં આવે, એમ માનવામાં શું વાંધો છે? १. वैदिकमते जम्बुप्लक्षशाल्मलिकुशक्रौञ्चशाकपुष्करा इति सप्तद्वीपाः, लवणेक्षुसुरासर्पिर्दधिदुग्धजलार्णवाः इति सप्तसमुद्राश्च; बौद्धमते जम्बुपूर्वविदेहावरगोदानीयोत्तरकुरव इति चतुर्दीपाः सप्त सीताश्च; जैनमते असंख्याताः द्वीपसमुद्राः इति ।
કાવ્ય-૨૯ મિ.
160
S
,
જs
કરે
::::::::