Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 356
________________ * ** 3 : ::::::: : ચાકુટમંજરી इत्थशारं कतिपयपदार्थविवेचनद्वारेण स्वामिनो यथार्थवादाख्यं गुणमभिष्टुत्य समग्रवचनातिशयव्यावर्णने स्वस्यासामर्थ्य दृष्टान्तपूर्वकमुपदर्शयन् औद्धत्यपरिहाराय भङ्ग्यन्तरतिरोहितं स्वाभिधानं च प्रकाशयन् निगमनमाह वाग्वैभवं ते निखिलं विवेक्तुमाशास्महे चेद् महनीयमुख्य । लोम जङ्घालतया समुद्रं वहेम चन्द्रद्युतिपानतृष्णाम् ॥ ३१ ॥ विभव एव वैभवं । प्रज्ञादित्वात् स्वार्थेऽण् । विभोर्भावः कर्म चेति वा वैभवम् । वाचां वैभवं वाग्वैभवं वचनसंपत्प्रकर्षम् । विभोर्भाव इति पक्षे तु सर्वनयव्यापकत्वम् । विभुशब्दस्य व्यापकपर्यायतया रूढत्वात् । ते तव संबन्धिनं निखिलं कृत्स्नं विवेक्तुं विचारयितुं चेद् यदि वयमाशास्महे इच्छामः। हे महनीयमुख्य-महनीयाः पूज्याः पञ्च परमेष्ठिनस्तेषु मुख्यः प्रधानभूतः, आद्यत्वात् । तस्य संबोधनम् ॥ ભગવાનનો વચનાતિશય અવર્ણનીય આ વા કેટલાક પદાર્થોનું વિવેચન કરવાારા કવિએ પ્રભુના યથાર્થવાદિતા ગુણની ભરપૂર સ્તુતિ કરી. “છતાંપણ ભગવાનના સમસ્ત વચનએશ્વર્યનું અશેષનિરૂપણ કરવાનું સામર્થ્ય પોતાનામાં નથી, એમ કવિ દષ્ટાંતપૂર્વક બતાવે છે. આમ કરીને તેઓ પોતાની ઉદ્ધતાઈનો ત્યાગ કરે છે. તથા પ્રકારાન્તરે પોતાનું શું નામ પ્રગટ કરતાં કહે છે. . કાવાર્થ:- હે પૂજયોમાં પ્રધાન = મુખ્ય! જો તારા સઘળાય વચનવૈભવનું વર્ણન કરવાની વાંછા છે અમે રાખીએ, તો અમારી આ વાંછ, વેગવાન લેવા માત્રથી સમુદ્ર તરી જવાની વાંછા જેવી, અને ચંદ્રના આ કિરણોનું પાન કરવાની વાંછા જેવી છે. (અર્થાત આ વાંછા અશક્યવિષયક છે.) | (૧)વિભવ = વૈભવ. પ્રજ્ઞઆદિશબ્દોની જેમ વિભવને સ્વાર્થમાં(ત્ર પોતાના જ અર્થમાં, અર્થાત અર્થમાં વધારો ઘટાડો થયા વિના) “અણ પ્રત્યય લાગ્યો. અથવા (૨) વિભુ (=વ્યાપક) નો ભાવ કે કર્મ આ અર્થમાં વિભુ શબ્દને “અણ' પ્રત્યય લાગ્યો. અને વૈભવ' શબ્દ બન્યો. વાવૈભવ = વાણીની ઉત્કૃષ્ટ સંપત્તિ વિભર્ભાવ ( વિભુનો ભાવ)= વૈભવ એવી વ્યુત્પત્તિ લઈએ તો વાવૈભવ = સર્વનયોમાં વ્યાપકતા. કેમકે વિભુ શબ્દ “વ્યાપક અર્થમાં રૂઢ છે. મહનીય = પૂજય = પંચ પરમેષ્ઠી. તેમાં મુખ્ય = અરિહંત. હે પૂજયોમાં મુગટ! છે તારા સમસ્ત વચનવૈભવનો વિચાર કરવાની ઇચ્છા જો અમે કરીએ તો અહીં પૂર્વાર્ધનો અર્થ પૂર્ણ થયો. . કેવા છીએ? ઉત્તરાદ્ધમાં બતાવશે) સિદ્ધ કરતા અરિહંતની અધિક પૂજયતા શંકા:- અરિહેતોપાસે ભલે વચનાતિશય છે! છતાં પણ તેઓ સિદ્ધ કરતાં તો ઓછા ગુણવાળા જ છે છે. કેમકે (૧)સિદ્ધોએ સર્વકર્મના ક્ષયથી બધા ગુણો પ્રાપ્ત કર્યા છે. જયારે અરિહંતને હજી અધાતિકના નું લયથી પ્રાપ્ત થતા ગુણો મેળવવાના બાકી છે. વળી (૨) અરિહંતો પણ દીક્ષાકાળે સિદ્ધોને નમસ્કાર કરે છે. $ શ્રુતકેવળી શ્રીભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે “સિદ્ધોને નમસ્કાર કરી તેણે (અરિહંતે) અભિગ્રહ ગ્રહણ કર્યા છે? નમસ્કાર કરવાયોગ્ય વ્યક્તિ નમસ્કાર કરનાર કરતા અધિકગુણસંપન્ન , તે સર્વવિદિત છે. તેથી છે છે. પંચપરમેષ્ટીમાં મુખ્ય તરીકે અરિહંત નહિ પણ સિદ્ધો ગણાવા જોઇએ. સમાધાન :- બેશક, તમે કહ્યા, તે બે અંશે સિદ્ધો અરિહંત કરતાં વધુ પૂજય છે. પરંતુ આપણી અપેક્ષાએ A B ભગવાનનો વચનાતિશય અવર્ણનીય છે કે 2325

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376