________________
: : ચાઠમંજરી i છંદો સામ્રાજયનો અહંકારરૂપી રોગ તદન નકામો છે. ૨૫
ભગવાનમાં અનુરાગ રાગમાત્રથી નહિ – स्वकण्ठपीठे कठिनं कुठारं, परे किरन्तः प्रलपन्तु किंचित् ।
मनीषिणां तु त्वयि वीतराग ! न रागमात्रेण मनोऽनुरक्तम् ॥२६॥ પોતાના જ ગળામાં તીણકુઠારનો પ્રહાર કરી રહેલા અન્યવાદઓને જે બોલવું હેય તે બોલે, પરંતુ તે જ વીતરાગ! બુદ્ધિશાળી પુરુષોનું મન તમારા પર કેવળ રાગમાત્રથી અનુરાગી નથી બન્યું (પરંતુ ગુણોના ભંડારથી જ અનુરક્ત બન્યું છે) ર૬
- પોતાને મધ્યસ્થ સમજનારાઓમાંજ માત્સર્ય - सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ ! मुद्रामतिशेरते ते ।
माध्यस्थ्यमास्थाय परीक्षका ये, मणौ च काचे च समानुबन्धाः ॥२७॥ એક વાત નક્કી છે કે જે લોકો પરીક્ષક હેવા છતાં મધ્યસ્થભાવથી મણિ અને કાચ બન્નેમાં સમાનભાવ રાખે છે તેઓ હે નાથ ! ઈર્ષાળુ લોકોની મુદ્રાનો જરાપણ અતિક્રમ કરતાં નથી. (અર્થાત તમારા શાસનની ઉત્તમતા પરીક્ષાપૂર્વક જાણવા મળ્યા પછી પણ જેઓ અન્યદર્શન અને તમારા શાસનમાં મધ્યસ્થભાવ પકડી રાખે છે તેઓ ઈર્ષ્યાળુ છે.) ૨૭ *
સ્તુતિકારની ઘોષણા - . इमां समक्षं प्रतिपक्षसाक्षिणामुदारघोषामवघोषणां ब्रुवे ।
। न वीतरागात् परमस्ति दैवतं, न चाप्यनेकान्तमते नयस्थितिः ॥२८॥ પરમાત્મ! પ્રતિપક્ષી લોકોની સામે હું ઉદારઘોષવાળી ઘોષણા કરું છું કે વીતરાગ ભગવાન સિવાય બીજા કોઈ દેવ નથી અને અનેકાંતવાદ સિવાય પદાર્થની પ્રરૂપણા કરવાનો બીજો કોઈ ન્યાયમાર્ગ નથી. ૨૮ -
જિનેશ્વર પ્રત્યે આકર્ષણનું કારણ - न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरचिः परेषु ।
'यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीर ! प्रभुमाश्रिताः स्मः ॥२९॥ હેવીર! તમારા પર માત્ર શ્રદ્ધાના બળથી જ અમને પક્ષપાત નથી, તથા અન્ય દેવો પ્રત્યે અમને ષમાત્રને લીધે અરુચિ નથી. પરંતુ યથાર્થ રીતે આપનામાં આપ્તત્વની પરીક્ષા કર્યા પછી જ આપને પ્રભુ તરીકે અમે સ્વીકારેલ છે. ૨૯
ભગવાનની વાણીની મહત્તા - तमःस्पृशामप्रतिभासभाजं, भवन्तमप्याशु विविन्दते याः ।
महेम चन्द्रांशुदृशावदातास्तास्तर्कपुण्या जगदीशवाचः ॥३०॥ હે જગતના ઇશ! જે વાણી અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા પ્રાણીઓને અગોચર એવા આપનો મેળાપ કરાવે છે તે ચંદ્રમાના કિરણો જેવી સ્વચ્છ અને તર્કથી પવિત્ર વાણીને અમે પૂજીએ છીએ. ૩૦
| ૩. આ પદ્ધ દ્વારા કર્તાએ પોતાનું નામ જણાવ્યું છે. 28:::::::::::::::: :::
અયોગવ્યવચ્છેદ
::::::::::::
:::::::::::
3337