Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 367
________________ સ્યાદ્ગામંજરી न शिक्षितेयं परतीर्थनाथैर्जिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम् ॥२०॥ ક્ષમાસાગર પ્રભુ ! આપના અન્ય ગુણોની વાત તો બાજુમાં રાખીએ, પરંતુ અન્યતીર્થના દેવો પર્યક આસનવાળી! અક્કડતારહિત શરીરવાળી અને નાસિકા ઉપર સ્થિર દૃષ્ટિવાળી આપની મુદ્રા પણ શીખ્યા નથી. ૨૦ ભગવાનના શાસનનું મહત્ત્વ – यदीयसम्यक्त्वबलात् प्रतीमो भवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय ॥२१॥ પરમતારક દેવાધિદેવ ! જે શાસનના સમ્યકપણાના બળના પ્રભાવથી આપ જેવા પરમાત્માના શુદ્ધસ્વરૂપની અમે પ્રતીતિ કરી શકીએ છીએ એવા કુવાસનારૂપી બંધનનો નાશ કરનાર આપના શાસનને નમસ્કાર થાવ. ૨૧ ભગવાનના યથાર્થવાદ ગુણની પ્રશંસા – अपक्षपातेन परीक्षमाणा, द्वयं द्वयस्याप्रतिमं प्रतीमः । यथास्थितार्थप्रथनं तवैतदस्थाननिर्बन्धरसं परेषाम् ॥२२॥ કરુણાકર પ્રભુ! કોઇપણ પક્ષપાત વગર જયારે અમે આપની તથા અન્યતીર્થિક દેવોની પરીક્ષા કરીએ છીએ ત્યારે બન્નેમાં બે વાત અજોડ હોવાની ખાતરી થાય છે કે આપ, યથાવસ્થિત વસ્તુના પ્રતિપાદક છો અને અન્યતીર્થિક દેવો પદાર્થનું અન્યથા પ્રતિપાદન કરવાના રસવાળા છે. ૨૨ અજ્ઞાનીઓને પ્રતિબોધ કરવાનું અસામર્થ્ય अनाद्यविद्योपनिषन्निषण्णैर्विशृङ्खलैश्चापलमाचरद्भिः । अमूढलक्ष्योऽपि पराक्रिये यत्, त्वत्किंकरः किं करवाणि देव ! ? ॥२३॥ અનાદિથી અજ્ઞાનપૂર્ણ રહસ્યોમાંડૂબેલા, સ્વચ્છંદી તથા ચંચળતાને ધારણકરનારા પુરુષો વડે મારા જેવા અમૂઢલક્ષ્મવાળાની પણ ઉપેક્ષા કરાય છે તો દેવ ! તમારો સેવક ત્યાં શું કરે ? અર્થાત્ આપનો સેવક આવા જીવોને કઇ રીતે સમજાવે ? ૨૩ દેશનાભૂમિની સ્તુતિ – विमुक्तवैरव्यसनानुबन्धाः, श्रयन्ति यां शाश्वतवैरिणोऽपि । परैरगम्यां तव योगिनाथ । तां देशनाभूमिमुपाश्रयेऽहम् ॥ २४ ॥ ડેયોગીપુરુષોના નાથ ! આજન્મ બૈરી પ્રાણીઓ પણ પોતાના વૈરભાવના અનુબંધો છોડીને અન્યતીર્થિકોને અગમ્ય એવી જે દેશનાભૂમિનો આશ્રય લે છે તે સમવસરણનો (દેશનાભૂમિનો)હું પણ આશ્રય લઉ છું. ૨૪ અન્યદેવોના સામ્રાજયની વ્યર્થતા – मदेन मानेन मनोभवेन, क्रोधेन लोभेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां, वृथैव साम्राज्यरुजा परेषाम् ॥२५॥ વિશ્ર્વતારક વિભુ ! જેઓ મદ, માન, કામ, ક્રોધ, લોભ અને રાગથી પરાજિત થયા છે, તેવા અન્ય દેવોનો ‘અનૂનનક્ષ્યોઽપિ' પાાન્તર | અયોગચવચ્છેદ 8336

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376