Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 365
________________ : : :::::::::::: જ 1 . સ્થાટપંજરી બા.. - ક છે અથવા ઉલટા ચાલી રહ્યા છે. ૯ અન્ય આગમોની અપ્રમાણિક્તા - हिंसाद्यसत्कर्मपथोपदेशादसर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंसदुर्बुद्धिपरिग्रहाच्च, ब्रूमस्त्वदन्यागममप्रमाणम् ॥१०॥ દેવ! આપના આગમો સિવાયના બાકીના બધા જ આગમોને અમે અપ્રમાણ જાહેર કરીએ છીએ, કારણ કે કે એ આગમોમાં હિંસા વગેરે અસત્ કર્મોનો ઉપદેશ કરેલ છે, વળી એ આગમો તો અસર્વજ્ઞોના બનાવેલા છે, તથા નિર્દય અને દુષ્ટબુદ્ધિવાળા લોકોએ પોતાને ખુબ અનુકૂલ લેવાથી તે આગમોનો સ્વીકાર કરેલ છે. ૧૦ ભગવાનના આગમની પ્રમાણિક્તા - हितोपदेशात्सकलज्ञक्लृप्तेर्मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरार्थेप्यविरोधसिद्धेस्त्वदागमा एव सतां प्रमाणम् ॥११॥ દેવાધિદેવ! આપના જ આગમો સજજનોને માન્ય છે, કારણ કે તે હિતકારી ઉપદેશ આપનાર છે. આપના ! આગમો સર્વજ્ઞ થયા પછી આપવડે રચાયેલા છે, મોક્ષાભિલાષી ઉત્તમ સાધુપુરુષોએ આ આગમોને સ્વીકારેલા છે તેમજ પૂર્વાપરના વિરોધથી રહિત છે. ૧૧ ભગવાનના યથાર્થવાદ ગુણની મહત્તા क्षिप्येत वान्यैः सदृशीक्रियेत वा, तवाछिपीठे लुठनं सुरेशितुः । इदं यथावस्थितवस्तुदेशनं, परैः कथंकारमपाकरिष्यते ॥१२॥ પરમાત્મન્ ! આપના ચરણકમળમાં ઇન્દ્રો પણ આળોટે છે એ વાત કદાચ અન્યવાદીઓ ભલે ન માને અથવા તો પોતાના ઈષ્ટદેવોના ચરણે પણ ઇન્દ્રો આળોટે છે એવી કલ્પના કરીને ભલે આપની સાથે તેમના ઈષ્ટદેવોની સરખામણી કરે, પરંતુ વસ્તુનું યથાર્થરૂપે પ્રતિપાદન જે એકમાત્ર આપનો જ ગુણ છે તેનો તો અન્યવાદીઓ પણ ઇન્કાર કરી શકે તેમ નથી. ૧૨ ભગવાનના શાસનની ઉપેક્ષાનું કારણतयुःषमाकालखलायितं वा, पचेलिमं कर्म भवानुकूलम् । उपेक्षते यत्तव शासनार्थमयं जनो विप्रतिपद्यते वा ॥१३॥ જગદ્ગ! તમારા શાસનના બહુમૂલ્ય અર્થોની લોકો જે ઉપેક્ષા કરે છે અથવા તેનાથી જે અવળા ચાલે છે તેમાં પંચમ આરાના દુકાળનો જ પ્રભાવ લાગે છે અથવા તે લોકોના સંસારને અનુકૂળ એવા અશુભકર્મોનો વિપાકોદય કારણ લાગે છે. ૧૩ માત્ર તપ કે યોગથી મોક્ષની અપ્રાપ્તિपरः सहस्राः शरदस्तपांसि, युगान्तरं योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो, न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम् ॥१४॥ વિશ્વવત્સલ! અન્યવાદીઓ હજારો વર્ષ સુધી ભલે તપ તપે અથવા યુગોના યુગો સુધી ભલે યોગની ઉપાસના કરે, પરંતુ આપના માર્ગનું આલંબન લીધા વિના અન્યવાદીઓ મોક્ષમાં જવાની ઇચ્છાવાળા હેવા છતાં મોક્ષમાં નહિ જઈ શકે. ૧૪ ::::::::::::::::::: અયોગવ્યવચ્છેદ %િ ::::::::::::: %િ 4 ક 8334)

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376