Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 363
________________ સ્યાકાઠમંજરી ॥ શ્રી સંવેશ્વરપાર્શ્વનાથાય નમઃ | परिशिष्ट - १ कलिकाल सर्वज्ञ श्री हेमचन्द्राचार्य विरचितं अयोगव्यवच्छेद द्वात्रिंशिकाख्यं श्री महावीरस्वामिस्तोत्रम् (ગુજરાતી ભાવાનુવાદ સાથે) શ્રીમહાવીરભગવાનની સ્તુતિ अगम्यमध्यात्मविदामवाच्यं वचस्विनामक्षवतां परोक्षम् । श्रीवर्धमानाभिधमात्मस्पमहं स्तुतेर्गोचरमानयामि ॥१॥ જે અધ્યાત્મવેત્તાઓને અગમ્ય છે, પંડિતવક્તાઓ પણ જેનું વર્ણન કરી શકે તેમ નથી તથા ઇન્દ્રિયજ્ઞાની માટે જેઓ પ્રત્યક્ષના વિષય નથી અર્થાત્ પરોક્ષ છે. તેવા વર્ધમાન નામના પરમાત્મસ્વરૂપને હું (હેમચન્દ્રસૂરિ) મારી સ્તુતિનો વિષય બનાવું છું. ૧ 9: પરમાત્માના ગુણોની સ્તવના કરવાનું અસામર્થ્ય – स्तुतावशक्तिस्तव योगिनां न किं ? गुणानुरागस्तु ममापि निश्चलः । इदं विनिश्चित्य तव स्तवं वदन्, न बालिशोऽप्येष जनोऽपराध्यति ॥२॥ પ્રભુ! આપની સ્તુતિ કરવા માટે શું યોગીપુરુષો પણ અસમર્થ નથી ? છે જ. અસમર્થ હોવા છતાં આપના ગુણો પ્રત્યે આદરભાવને લઇ તે યોગીપુરુષો આપના ગુણોની સ્તવના કરે છે. બસ એ જ રીતે હું પણ આપના ગુણો પ્રત્યે દેઢ અનુરાગવાળો છું, તેથી મારા જેવો મૂર્ખ મનુષ્ય પણ આપની સ્તુતિ કરતા અપરાધી તો નહિ જ ગણાય. ૨ સ્તુતિકારની લઘુતા - क्व सिद्धसेनस्तुतयो महार्था, अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पथस्थः, स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥३॥ ગંભીર અર્થથી ભરેલી સિદ્ધસેનદિવાકર સૂરિજીની સ્તુતિઓ કયાં? અને વગરભણ્યું બોલવાની મારી કળા કયાં? તો પણ જેમ મોટા મોટા જૂથના અધિપતિ ગણાતા હાથીઓના માર્ગ પર ચાલનારું બચ્ચુ ગોથા ખાતુ ચાલતુ હોય તો પણ દયનીય ગણાતું નથી, તેમ હું પણ સિદ્ધસેનદિવાકર જેવા વિદ્વાન આચાર્યોના માર્ગને અનુસરતા કયાંક સ્ખલના પામું તો હંસીપાત્ર તો નહિ જ બનું. ૩ એક આશ્ચર્ય - जिनेन्द्र ! यानेव विबाधसे स्म, दुरंतदोषान् विविधैरुपायैः । तएव चित्रं त्वदसूययेव कृताः कृतार्थाः परतीर्थनाथैः ॥ ४ ॥ અયોગચવચ્છેદ 004 જ

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376