Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 364
________________ જ જિનેન્દ્ર ! મુશ્કેલીથી જે દોષોનો અન્ન આવે તેવા જ દોષોને આપ વિવિધ પ્રકારના ઉપાયો વડે કનડતા Bર હતા, પણ પ્રભુ! આશ્ચર્ય તો એ થાય છે કે અન્યતીર્થના સ્વામીઓએ જાણે આપની જ ઇર્ષ્યાથી એ દોષોને સારા ગણીને સ્વીકારી લીધા છે. ૪ | તીર્થકરની યથાર્થવાદિતા - यथास्थितं वस्तु दिशन्नधीश ! न तादृशं कौशलमाश्रितोऽसि । तुरङ्गशृंगाण्युपपादयद्भ्यो नमः परेभ्यो नवपण्डितेभ्यः ॥५॥ નાથ! આપે તો જે પદાર્થો જેવા છે તે જ રીતે તેનું વર્ણન કર્યું છે, તેમાં આપે અન્યમતાવલંબીઓની જેમ કંઈ કુશળતા બતાવી નથી. જયારે અન્યતીર્થિકોએ તો ઘોડાના શિંગડા જેવી અસંભવિત વસ્તુઓને પણ યુક્તિસિદ્ધ કરી આપી છે, તેથી એવા નવીન પંડિતોને અમે નમસ્કાર કરીએ છીએ. ૫ - ભગવાનમાં વાંઝણી દયાનો અભાવ - जगन्त्यनुध्यानबलेन शश्वत् कृतार्थयत्सु प्रसभं भवत्सु । किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः स्वमांसदानेन वृथा कृपालुः ॥६॥ હે સ્વામિન્ ! આ સમજાતું નથી કે ધ્યાનરૂપ ઉપકારના બળે સદેવ જગતને વિશેષયનથી કૃતાર્થ કરનારા આપ જેવા હોવા છતાં પોતાને ફોગટ માંસના દાન દ્વારા દયાળુ કહેવડાવનારા અન્ય તીર્થાધિપોનું શરણ અન્ય તીર્થિકોએ શા માટે લીધું છે? (આ કટાક્ષ બુદ્ધની ઉપર કરવામાં આવ્યો છે.)૬ અસતવાદીઓનું લક્ષણ – स्वयं कुमार्गग्लपितानु नाम, प्रलम्भमन्यानपि लम्भयन्ति । सुमार्गगं तद्विदमादिशन्तमसूययान्या अवमन्वते च ॥७॥ હે ભગવાન્ ! આ બહુ ખેદજનક વાત છે કે જેઓ ઇર્ષાથી અંધ બની ગયા છે તેવા લોકો પોતે તો કુમાર્ગમાં હું ખૂંચેલા છે તથા બીજાઓને પણ કુમાર્ગમાં લઈ જાય છે, એટલું જ નહિ, પરંતુ જેઓ સન્માર્ગે ચાલે છે, જેઓ | સન્માર્ગને જાણે છે અને જેઓ સન્માર્ગનો ઉપદેશ આપે છે. તેવાઓનું અપમાન કરે છે. ૭ જૈનશાસનની અજેયતા - प्रादेशिकेभ्यः परशासनेभ्यः, पराजयो यत्तव शासनस्य । - खद्योतपोतद्युतिडम्बरेभ्यो, विडम्बनेयं हरिमण्डलस्य ॥८॥ વસ્તુના અંશમાત્રને ગ્રહણ કરનારા બીજા દર્શન દ્વારા આપના શાસનનો પરાભવ થવો તે એક નાના છે આગીયાના પ્રકાશથી સૂર્યમંડળનો પરાભવ થવા સમાન છે.અર્થાત નાનકડા આગીયાઓ જેમ પોતાના પ્રકાશના) ફટાટોપથી સૂર્યમંડળનો પરાભવ કયારેય કરી શકતા નથી, તેમ વસ્તુના લેશમાત્રને ગ્રહણ કરવાવાળા અન્યદર્શનો કયારેય આપના શાસનનો પરાભવ કરી શકે તેમ નથી. ૮ * જૈનશાસન અસંદિગ્ધ અને અવિપરીત છે – शरण्य ! पुण्ये तव शासनेऽपि, संदेग्धि यो विप्रतिपद्यते वा । स्वादौ स तथ्ये स्वहिते च पथये, संदेग्धि वा विप्रतिपद्यते वा ॥९॥ શરણે આવેલાને શરણ આપનારા હેનાથ! જે લોકો આપના પવિત્ર શાસનમાં પણ સંદેહ કરે છે. અથવા દરેક ફિ તો તેનાથી અવળા ચાલે છે તે લોકો તો સ્વાદિષ્ટ, તથ્ય, હિતકારી અને પથ્થભોજન વિશે પણ સંદેહ કરી રહ્યા છે અયોગવ્યવચ્છેદ

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376