Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
દ ==============
સ્થાપ્નમંજરી एवं विप्रतारकैः परतीर्थिकैर्व्यामोहमये तमसि निमज्जितस्य जगतोऽभ्युद्धरणेऽव्यभिचारिवचनतासाध्येनान्ययोगव्यच्छेदेन भगवत एव सामर्थ्य दर्शयन् तदुपास्तिविन्यस्तमानसानां पुरुषाणामौचितीचतुरतां प्रतिपादयतिइदं तत्त्वातत्त्वव्यतिकरकरालेऽन्धतमसे
- નાનાલાવારિવ હતપરેઢાં વિનિહિતમ્ | तदुद्धर्तुं शक्तो नियतमविसंवादिवचन
स्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्याः कृतधियः ॥ ३२ ॥ इदं प्रत्यक्षोपलभ्यमानं जगद्-विश्वम्, उपचाराद् जगद्वर्ती जनः। हतपरैः हताः= अधमा ये परे तीर्थान्तरीया हतपरे तैः । मायाकारैरिव ऐन्द्रजालिकैरि शाम्बरीयप्रयोगनिपुणैरिव इति यावत् । अन्धतमसे निबिडान्धकारे । हा इति खेदे। विनिहितं-विशेषेण निहितं स्थापितं पातितमित्यर्थः । अन्धं करोतीत्यन्धयति, अन्धयतीत्यन्धं तच्च
ઉદ્ધારક્તા અન્યયોગ ચવચ્છેદ
[પાર્વે બતાવ્યું તેમ ઠગનારા પરતીર્થિકોના ઉપદેશથી આ જગત વ્યામોહરૂપ અંધકારમાં મગ્ન બનેલું છે. અંધકારમાં મગ્ન બનેલા આ જગતનો ઉદ્ધાર કરવામાં માત્ર ભગવાન જ સમર્થ છે, તેમ કવિ હવેના જ બ્લોકમાં અન્યયોગવ્યવચ્છેદદ્વારા દર્શાવે છે. તથા ભગવાન જ અવિસંવાદિવચનવાળા છે તેમ દર્શાવવાથી અન્યયોગવ્યવચ્છેદ સિદ્ધ થઈ શકે. તેથી માત્ર ભગવાન જ અવિસંવાદિવચનયોગવાળા છે, તેમ પણ આ કાવ્યમાં દર્શાવે છે. અને સાથે-સાથે આવા ભગવાનની ઉપાસનામાં લાગેલા પ્રાજ્ઞ પુરષોની ઔચિત્ય ચતુરતાનું નિરૂપણ કરતા કવિ કહે,
કાવાર્થ:- કેશરય! ઇન્દ્રજાલિકોની જેમ અધમપરવાદીઓએ તત્વ અને અતત્વના મિશ્રણથી ભયંકર થયેલા અંધકારમાં આ જગતને ડૂબાડ્યું છે. તેમાંથી આ જગતનો ઉદ્ધાર કરવામાં અવિસંવાદિવચનવાળા તમે જ ચોક્કસ શક્તિમાન છો. તેથી બુદ્ધિશાળી પુરુષો તારી જ સેવા કરે છે.
જગત’ શબ્દથી ઉપચાર દ્વારા જગતમાં રહેલા જીવો" એવો અર્થ કરવો. હાપરે = અધમ પરતીર્થિકો. માયાકાર = ઇન્દ્રજાલિક = શમ્બર નામના અસુરની જેમ માયાપ્રયોગોમાં કુશળ. “હા પદ ખેદસૂચક છે. વિનિહિત = સ્થપાયું છે. અંધતમસ = અંધ કરે તેવો અંધકાર. (“સમવાધાત તમસ: સૂત્રથી અન્ધશબ્દ સાથેના સમાસમાં ‘તમસ' શબ્દ “તમસ' એમ અકારાન્ત બન્યો.)અહીં દ્રવ્યઅંધકાર (=બાહ્ય અંધકાર) ને છોડી ભાવઅંધકારનો નિર્દેશ છે તે બતાવવા કહે છે - તત્ત્વ અને અતત્વ અંગેના વ્યતિકરથી આ ગાઢ છેઅંધકાર ભયંકર બન્યો છે. તત્ત્વમાં અતત્ત્વની બુદ્ધિ, અને અતત્વમાં તત્ત્વની બુદ્ધિરૂપ વ્યતિકર (સ્વભાવ
વિપરિત્ય)અહીં સમજવાનો છે. તેથી અલ્પતમસ = મિથ્યાત્વમોહનીયકર્મ. કેમકે મિથ્યાત્વનું લક્ષણ છે કે, ફરી તત્વમાં અતત્વની અને અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ કરાવવી. આજ સ્તુતિકાર શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં રે કહ્યું પણ છે કે “અદેવમાં દેવની બુદ્ધિ, અગુરુમાં ગુરુની બુદ્ધિ તથા અધર્મમાં ધર્મની બુદ્ધિ મિથ્યાત્વ છે.”
તેથી પૂર્વાર્ધનો અર્થ આવો થયો-જેમ સુશિક્ષિત વ્યક્તિને પણ ભૂલાવવામાં ચતુર ઇન્દ્રજાલિકો તેવા પ્રકારના Bી ઔષધ, મત્ર કે હથચાલાકી વગેરેદ્વારા સભાના લોકોને માયાવી અંધકારમાં મગ્ન કરે, તેમ પરતીર્થિકોએ
सर. माया तु शाम्बरी । शम्बराख्यस्यासुरस्य इयं शाम्बरी । अभिधानचिन्तामणौ । 8િ ઉદ્ધારક્તા અન્યયોગ વ્યવચ્છેદ
327
xxx