________________
સ્યામંજરી
तथाहि । य एव मीमांसकानां नित्यः शब्द इति पक्षः, स एव सौगतानां प्रतिपक्षः । तन्मते शब्दस्यानित्यत्वात् । य एव सौगतानामनित्यः शब्द इति पक्षः, स एव मीमांसकानां प्रतिपक्षः । एवं सर्वप्रयोगेषु योज्यम् । तथा = तेन प्रकारेण ते तव । सम्यक् एति गच्छति शब्दोऽर्थमनेन इति "पुन्नानि घः ।" समय: संकेतः । यद्वा सम्यग् अवैपरीत्येन છે. ईयन्ते= ज्ञायन्ते जीवाजीवादयोऽर्था अनेन इति समय:- सिद्धान्तः । अथवा सम्यग् अयन्ते=गच्छन्ति जीवादयः पदार्थाः स्वस्मिन् स्वरूपे प्रतिष्ठां प्राप्नुवन्ति अस्मिन् इति समयः = आगमः । न पक्षपाती = नैकपक्षानुरागी । पक्षपातित्वस्य हि कारणं मत्सरित्वं परप्रवादेषु उक्तम् । त्वत्समयस्य च मत्सरित्वाभावाद् न पक्षपातित्वम् । पक्षपातित्वं हि मत्सरित्वेन व्याप्तम्, व्यापकं च निवर्त्तमानं व्याप्यमपि निवर्तयति इति मत्सरित्वे निवर्तमाने पक्षपातित्वमपि निवर्तत इति भावः । तव समय इंति वाच्यवाचकभावलक्षणे सम्बन्धे षष्ठी। सूत्रापेक्षया गणधरकर्तृकत्वेऽपि समयस्य अर्थापेक्षया भगवत्कर्तृकत्वाद् वाच्यवाचकभावो न विरुध्यते । “अत्थं भासइ अरहा सुत्तं गंधति गणहरा णिउणं" इति वचनात् । अथवा उत्पादव्ययध्रौव्यप्रपञ्चः=समयः । तेषां च भगवता साक्षान्मातृकापदरूपतयाभिधानात् । तथा चार्षम् - "उप्पन्नेइ वा વિમેક્વા વેજ્ઞ વા' ત્યરોષઃ ॥
છે તે સમય = આગમ. હે નાથ ! તારા આગમ કે તારા સિદ્ધાંતો પક્ષપાતી નથી, કેમકે મત્સરી નથી. પરપ્રવાદોમાં પક્ષપાતનું કારણ મત્સર બતાવ્યું . આમ પક્ષપાતિપણે મત્સરિપણાને વ્યાપ્ત છે. (અર્થાત્ મત્સરની હાજરીમાં જ પક્ષપાત હોય, અને મત્સરના અભાવમાં પક્ષપાત ન જ હોય) નિવૃત્ત થતો મત્સરરૂપ વ્યાપક પક્ષપાતરૂપ પોતાના વ્યાપ્યને પણ નિવૃત્ત કરે છે. તેથી તારા આગમમાંથી દૂર રહેતો મત્સરભાવ પક્ષપાતને પણ દૂર રાખે છે- આ ભાવ છે. કાવ્યમાં તવ સમયઃ” (=તારા સિદ્ધાંત) એમ ષષ્ટીવિભક્તિનો નિર્દેશ વાચ્યવાચકભાવસંબંધને દર્શાવે છે. અર્થાત્ ભગવાન આગમના વાચક (=પ્રરૂપક) છે.
શંકા :– આગમસૂત્રોની રચના ગણધરભગવંતોએ કરી છે. તેથી ભગવાનને આગમના વાચક કહી શકાય
નહિ.
સમાધાન :– બેશક, આગમસૂત્રો ગણધરરચિત છે. છતાં પણ એ આગમોના અર્થના પ્રરૂપક તો ભગવાન જ છે. તેથી ભગવાનને આગમના વાચક કહેવામાં વિરોધ નથી. તેથી ભગવાનનો આગમસાથેનો વાચ્યવાચકભાવ સંબંધ પણ સુસંગત છે. કહ્યું છે કે “અરિહંતો અર્થને પ્રકાશે છે. અને ગણધરો સૂત્રોની સુંદર રચના કરે છે.” અથવા આગમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો વિસ્તાર છે. અને ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ માતૃકા = બીજપદોના પ્રકાશક અરિહંતો જ છે. આગમમાં કહ્યું જ છે કે “(સર્વ પદાર્થો) ઉત્પન્ન થાય છે, વિગમ (નાશ)થાય છે અને ધ્રુવ (=સ્થિર) રહે છે.”
સ્યાાદદ્વારા સર્વનયોની મૈત્રી
હે નાથ ! આપના સિદ્ધાંતો મત્સરભાવ વિનાના છે, કેમકે અનેકાન્તવાદમય છે. આ અનેકાન્તવાદ સર્વનયોના સમૂરૂપ છે અને નૈગમઆદિસર્વનયોને સમાનરૂપે જૂએ છે, અને માન્ય રાખે છે. જેમ છૂટા મોતીઓને એક દોરો જોડે છે, અને ત્યારે એ જ મોતીઓ ‘હર' ના હુલામણા નામને પામે છે. તે પ્રમાણે ભિન્ન-ભિન્ન અર્થવાળા નયો સ્યાદ્વાદરૂપ દોરીથી ગુંથાવાથી ‘શ્રુતપ્રમાણ' નામ પામે છે.
શંકા :– નયો પૃષ્ઠ અવસ્થામાં જો વિરોધી હોય તો ભેગા થાય ત્યારે વિરોધ વિનાના શી રીતે બને ? સમાધાન :- જેમ યોગ્ય અને મધ્યસ્થ નિર્ણાયકને પામી પરસ્પર વિવાદ કરતા વાદીઓ પણ વિવાદ ૧. ફ્રેમસૂત્ર ૧-૩-૧૩૦ | ૨. છાયા-અર્થે માવતૅડન્ મૂત્ર પ્રબન્તિ જળધરા નિપુણમ્ । વિશેષાવવમાગ્યે ૧૬૬૬ | સ્યાદ્વાદદ્વારા સર્ચનયોની મૈત્રી
9323