Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 352
________________ ચાહમંજરી ये केचिन्निवृताः निर्वान्ति निर्वास्यन्ति च ते निगोदानामनन्तभागेऽपि न वर्तन्ते नावर्तिषत न वर्त्स्यन्ति । ततश्च कथं मुक्तानां भवागमनप्रसङ्गः, कथं च संसारस्य रिक्तताप्रसक्तिरिति । अभिप्रेतं चैतद् अन्ययूथ्यानामपि । तथाचोक्तं वार्तिककारेण - " अत एव च विद्वत्सु मुच्यमानेषु सन्ततम् । ब्रह्माण्डलोकजीवानामनन्तत्वाद् अशून्यता ॥ १ ॥ अत्यन्यूनातिरिक्तत्वैर्युज्यते परिमाणवत् । वस्तुन्यपरिमेये तु नूनं तेषामसम्भवः ॥२॥” इति काव्यार्थः ॥ २९ ॥ આવવાની આપત્તિ નથી. બીજાઓ પણ આ વાત માન્ય રાખે છે. વાર્તિકકારે કહ્યું છે કે “આ બ્રહ્માંડમાં જીવો અનન્ત હોવાથી પ્રાજ્ઞ જીવો સતત મુક્ત થતા હોવા છતાં, સંસાર શૂન્ય થશે નહિ.” ॥ ૧॥ જે વસ્તુ પરિમાણવાળી (=પરિમિત) હોય તે જ ઓછી થાય, અને ખાલી થાય તેમ સંભવે. પરંતુ અપરિમિત વસ્તુમાં તેમ (=ઓછા થવું અને ખાલી થવું) સંભવતું નથી. !! ૨ !!” १. जइ आइ होइ पुच्छा जिणाण मग्गंमि उत्तरं तइया । इक्कस्स - निगोयस्स, वि अनंतभागो य सिद्धिगओ ॥ छाया - यदा भवति पृच्छा जिनानां मार्गे उत्तरं तदा । एकस्य निगोदस्यापि अनंतभागः सिद्धिगतः ॥ नवतत्त्वप्रकरणे गाथा ૬૦ || - ફરીથી અનંતીવાર ભાગાકાર કરો. ફરીથી ઉપરોકત પ્રશ્નોત્તરી કરો. જવાબમાં કોઇ ફેર ખરો ? ના. જરાય નહીં. બસ આજ પ્રમાણે નિગોદ અને સિદ્ધ અંગે સમજવું. આ દૃષ્ટાંતથી બે સિદ્ધાંત સ્થાપી શકાય. (૧) ‘કોઇ પણ પ્રવૃત્તિ કયારેક તો સમાપ્ત થાય જ એવો એકાંત નથી. (૨) ‘કોઇપણ મોટી સંખ્યામાંથી પણ સતત હાનિ થાય તો એક કાળે તે સંખ્યા પૂરી જ થઇ જાય' તેવો એકાન્ત નિયમ નથી. અનંતાનંત નિગોદ એવી મોટી સંખ્યા છે, કે જેમાંથી જીવો સતત ઓછા થતાં હોવા છતાં તે કયારેય અંત પામશે નહીં. અહીંં અસલ્પનાથી દસતુલ્ય નિગોદ, લખાયેલા ‘૩૪ તુલ્ય સિદ્ધસંખ્યા, લખી શકાય તેવા ‘૩” જેવી ભવ્યજીવોની સંખ્યા. અલબત આ દેષ્ટાન્તમાં બાદબાકીને બદલે ભાગાકારનો આશરો લીધો છે. છતાં પ્રત્યેક ભાગાકાર મૂળસંખ્યામાં ઘટાડો તો થાય જ છે. આ મુદ્દાને જ લક્ષ્યમાં રાખી આ દૃષ્ટાન્ત બતાવ્યું છે. દસની સંખ્યામાં ભાગાકારથી સતત ઘટાડો થવા છતાં અનંતા ભાગાકાર પછી પણ તે સંખ્યા નિ:શેષ નહીં થાય, તેમ અનંતાનંત નિગોદમાંથી એક–એકની બાદબાકીથી સતત ઘટાડો થવા છતાં એ સંખ્યા ક્યારેય પૂરી નહીં થાય, એટલું જ સમજવા પુરતું આ દૃષ્ટાન્ત છે. વાસ્તવમાં ત્રણે કાળ ના સમય કરતાં નિગોદના જીવોની સંખ્યા ધણી મોટી હોવાથી, તથા સિદ્ધના જીવો ત્રણકાળના સમયો કરતાં અલ્પ હોવાથી નિગોદના જીવો સિદ્ધ જીવો કરતાં હંમેશા અનન્તગુણ જ રહેવાના . નિગોઠની સદા રિક્તતા 8321

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376