Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 346
________________ વિકી છે . સ્થાçમેજરી " " દાદરકરદાદ च विशेषस्वरूपं स्याद्वादरत्वाकरात् साक्षेपपरिहारं ज्ञेयमिति । प्रमाणान्तराणां पुनरर्थापत्त्युपमानसंभवप्रातिभैतिसह्यादीनामत्रैध अन्तर्भावः । सन्निकर्षादीनां तु जडत्वाद एव न प्रामाण्यमिति । तदेवंविधेन नयप्रमाणोपन्यासेन Sતુર્નયમર્વયા વિનીતઃ કૃતિ વ્યાર્થઃ II ૨૮ II આિપે દુર્નયમાર્ગનું નિરાકરણ કર્યું ૧. તાત્પર્ય :- (૧) વસ્તુનાં એકઅંશનું સાપેક્ષનિરૂપણ કરે તે નય કહેવાય. આ નય વસ્તુના અનન્તધર્મોમાંથી એક ધર્મને પ્રધાન કરે છે. બાકીના પ્રત્યે મૌન રહે છે. પ્રમાણજ્ઞાન થયા પછી નયની પ્રવૃત્તિ થાય. પ્રમાણ વસ્તુના સર્વ અંશોને પ્રાધાન્ય આપે છે. જયારે નય માત્ર એક અંશને. તેથી નય' પ્રમાણથી ભિન્ન છે અને પ્રમાણનો એક અંશમાત્ર છે. એક અંશને પ્રધાન કરી અન્ય સર્વઅંશનો નિષેધ કરે તે દુર્નય છે. તે અપ્રમાણભૂત છે. “સ્યા' શબ્દથી યુક્ત નયવાક્ય પ્રમાણ બને છે. (૨) જેટલા પણ કથનના પ્રકારો છે એટલા નાયો છે. એટલે નયો અનંત છે. તે નયના અનેક રીતે ભેદ પડે છે. (૧) સામાન્યઆદેશથી નય એક છે. (૨) સામાન્ય અને વિશેષની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે ભેદ (૩) સંગ્રહ વ્યવહાર અને ઋજુસૂત્ર એમ ત્રણભેદ. (નૈગમનો સંગ્રહ-વ્યવહારમાં તથા શબ્દાદિનો જુસૂત્રમાં સમાવેશ થાય છે.) (૪) શબ્દને અલગ ગણવામાં આવે તો સંગ્રહ વ્યવહર, જુસૂત્ર અને શબ્દ. આમ આ ચાર ભેદ પડે. (૫)નગમને અલગ કરવામાં આવે તો પાંચ ભેદ. (૬)સમભિરૂઢ અને એવંભૂતને અલગ કરવામાં આવે અને નૈગમનો સંગ્રહ-વ્યવહારમાં સમાવેશ થાય, તો સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ છ ભેદ પડે. (૭) નૈગમને પણ અલગ કરવામાં આવે તો નયના સાત ભેદ પડે. (૮) સાંપ્રત નયને અલગ ગણવામાં આવે તો આઠ ભેદ. (૯) કોઇક આચાર્યો ઉપરોક્ત સાતમાં દ્રવ્યાર્થિક અને પર્યાયઅર્થિક એમ બે નયને ઉમેરી નવ નય સ્થાપે છે જે અયુક્ત છે. એનું ખંડન દ્રવ્યાનુયોગ તર્કણામાં છે. (૧૦) નૈગમના નવ ભેદ કરી સંગ્રહવગેરે છમાં ઉમેરવામાં આવે તો પંદર નય થાય. (૧૧) નિશ્ચય નયના અઢાવીશ અને વ્યવહાર નયના આઠ ભેદ મળીને છત્રીશ ભેદ થઇ શકે. (૧૨) દરેક નયના સો સો ભેદ કરવામાં આવે તો નૈગમાદિપાંચના પાંચસો અને રાતના સાતસો ભેદ થાય. (૧૩) ઉત્કૃષ્ટથી જેટલા વચન એટલા નય લેવાથી અનંત ભેદ પડે. (૩) નૈગમન :- (૧) સામાન્ય અને વિશેષનું ગ્રહણ કરે તે ગમનય, મલિષણસૂરિ, સિદ્ધર્ષિગણીવગેરે મજબ (૨) બે ધર્મ અથવા બે ધર્મી અથવા એકધર્મ અને એકધર્મીની પ્રધાનતા અને ગૌણતાથી વિવક્ષા કરનાર નગમનાય છે. દેવસૂરિમ. તથા ઉ. યશોવિજય મ. (૩) જેના દ્વારા લૌકિકઅર્થનું જ્ઞાન થાય તે નૈગમ-પૂ. જિનભદ્રગણિ તથા પૂ. સિદ્ધસેનગણિ (૪) સર્વસંકલ્પને ગ્રહણ કરનાર નૈગમ છે. પ્રસ્થકદૃષ્ટાંત અહીં સમજવું. નૈગમના નવભેદ. મુખ્ય ત્રણભેદ. (૧) પર્યાય (૨)દ્રવ્ય (૩) દ્રવ્યપર્યાય નૈગમ. પર્યાય નૈગમના ત્રણ ભેદ. (૧)અર્થ (૨)વ્યંજન અને (૩)અર્થવ્યંજન. દ્રવ્ય નૈગમના બે ભેદ. (૧) શુદ્ધદ્રવ્યનૈગમ અને (૨) અશુદ્ધદ્રવ્યનેગમ. દ્રવ્યપર્યાય નિગમના ચાર ભેદ (૧) શુદ્ધદ્રવ્યાર્થપર્યાય (૨) શુકદ્રવ્યભંજનપર્યાય નૈગમ (૩) અશુદ્ધદ્રવ્યઅર્થપર્યાય નૈગમ તથા (૪) અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયનૈગમ. એકાન્તવાદી નગમ-નૈગમઆuસ કહેવાય. જેમાં તૈયાયિક વૈશેષિકો આવે. સંગ્રહનય:- વિશેષને ગૌણ કરી સામાન્યમાત્રનું ગ્રહણ કરનાર સંગ્રહાય છે. સત્તારૂપમાસામાન્યને માનનાર પરસંગ્રહ. અને દ્રવ્યત્વવગેરે અવાન્સર સામાન્યને સ્વીકારનાર અપરસંગ્રહ. સંગ્રહના આમ બે ભેદ છે. સર્વથા વિશેષનો નિષેધ કરનાર સંગ્રહભાસ છે. અદ્વૈતવાદી અને સાંખ્યદર્શનનો આમાં સમાવેશ થાય. વ્યવહાર :- સંગ્રહનયના વિષય બનેલા પદાર્થોનો યોગ્ય રીતે વિભાગ કરવાવાળો વ્યવરનય છે. જેમકે જે સત છે તે દ્રવ્ય કે પર્યાયરૂપ છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે એકાંતભેદ માનનાર વ્યવહરાભાસ છે. ચાર્વાકદર્શન આમાં આવે. વ્યવહારનય લૌકિકવ્યવઘરને જ પ્રધાન કરે છે. તેથી “પર્વત બળે છે વગેરે ઉપચારને પણ માન્ય રાખે છે. તથા આ વ્યવહાર મહાસામાન્ય અને અંત્યવિશેષને સ્વીકારતો નથી. જાસૂત્ર:- વસ્તુના વર્તમાન, ક્ષણિકપર્યાયને જ સ્વીકારે, તે પણ સ્વકીયને જ, પરકીયને નહિ. વસ્તુને એકાંતે ક્ષણિક માનનાર ઋજુસૂત્રાભાસ છે. બૌદ્ધદર્શન આ પ્રકારનો છે. શબ્દ:- કાળ, કારક, સંખ્યા, વચન, લિંગ પુરૂષ, આદિથી શબ્દના અર્થમાં ભેદ માને. પર્યાયશજોના એક અર્થને સ્વીકારે. કાળઆદિથી એકાંતભેદ માનનાર શબ્દનયાભાસ છે. સમભિરૂ૪:- દરેક શબ્દના વ્યુત્પત્તિનિમિત્તો જૂધ લેવાથી પર્યાયવાચી શબ્દોના અર્થ પણ જૂઘ છે. | પર્યાયવાચી શબ્દોના અર્થોને એકાંતે ભિન્ન માનનાર સમભિરૂઢાભાસ છે. એવંભૂતનય :- દિયાભેદે વસ્તભેદ છે. શબ્દની વ્યુત્પત્તિમાં હેતુ જેકિયા હેય,તેક્રિયાથી યુક્ત વસ્તુ જ તે જ શબ્દથી વાચ્ય બને. શબ્દ અને અર્થ પરસ્પરને નિયત કરે છે. ક્રિયાભેદે એકાંતે વસ્તુભેદ માનનાર એવંભૂતનયાભાસ છે. આ સાતે નયનો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે વિભાગમાં સમાવેશ થાય પી છે. સિદ્ધાન્તવાદીઓનાં મતે નૈગમ, સંગ્રહ વ્યવહાર અને જાત્ર આ ચાર દ્રવ્યાર્થિક છે અને બાકીના ત્રણ પર્યાયઅર્થિક છે. તાર્કિકોના મતે ઋજાસૂત્ર પણ પર્યાયાર્થિક નય છે. અર્થનું નિરૂપણ કરનાર દ્રવ્યાર્થિકનય કહેવાય. શબ્દનું કે પર્યાયનું નિરૂપણ કરે છે? BE કરનાર પર્યાયાર્થિક નય છે. આ સાત નયોમાં ઉત્તરોત્તરના વિષયો સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. નયનો વ્યવહાર અને નિશ્ચય તથા જ્ઞાન અને ક્રિયા એમ પણ બે ભેદ, પડે છે. પ્રમાણ :- સર્વનયાત્મક છે. સમગબોધ પ્રમાણથી થાય. તેના બે ભેદ પ્રત્યક્ષ અને દરેક પરોક્ષ. પ્રત્યક્ષના બે ભેદ (૧) સાંવ્યવહારિક અને (૨) પારમાર્થિક. પરોક્ષના પાંચ ભેદ (૧)સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્કટિકી (૪) અનુમાન અને (૫) આગમ. “સ્યાત” પદથી લાંછિત વાકચ પ્રમાણવાકય બને. કાકા ******** ની યાદિનું સ્વરૂપ ::::::::::::::::::::::::::::::::::::::::::::: છે. પ્રકાશ પરમાર 315/ *

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376