Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
શ્યામંજરી
प्रमाणं तु सम्यगर्थनिर्णयलक्षणं सर्वनयात्मकं । स्याच्छब्दलाञ्छितानां नयानामेव प्रमाणव्यपदेशभाक्त्वात् । तथा च श्रीविमलनाथंस्तवे श्रीसमन्तभद्रः - "नयास्तव स्यात्पदलाञ्छना इमे, रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥” इति । " तच्च द्विविधम् प्रत्यक्षं परोक्षं च । तत्र प्रत्यक्षं द्विधा - सांव्यवहारिकं पारमार्थिकं च । सांव्यवहारिकं द्विविधम् इन्द्रियानिन्द्रियनिमित्तभेदात् । तद् द्वितयम् अवग्रहेहावायधारणाभेदाद् एकैकशश्चतुर्विकल्पम् । " अवग्रहादीनां स्वरूपं सुप्रतीतत्वाद् न प्रतन्यते । “पारमार्थिकं पुनस्त्पत्तौ आत्ममात्रापेक्षम् ' तद् द्विविधम्। क्षायोपशमिकं क्षायिकं च । आद्यम् अवधिमनःपर्यायभेदाद् द्विधा । क्षायिकं तु केवलज्ञान
॥
परोक्षं च स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमभेदात् पञ्चप्रकारम् । “तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारसंवेदनं स्मृतिः । तत् तीर्थंकरबिम्बमिति यथा । अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वतासामान्यादिगोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् । यथा तज्जातीय एवायं गोपिण्डः, गोसदृशो गवयः स एवायं जिनदत्त इत्यादिः । उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनमिदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनमूहस्तर्कापरपर्यायः । પ્રતિપાદિત થયેલા નયો) ઇષ્ટફળને દેનારા થાય છે. (કેમકે પ્રમાણ બની જાય છે.) તેથી હિતની ઇચ્છાવાળા આર્યપુરુષો આપને નમસ્કાર કરે છે."
પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ
આ પ્રમાણના બે ભેદ છે --(૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. પ્રત્યક્ષના બે ભેદ– (૧) સાંવ્યવહરિક અને (૨) પારમાર્થિક. સાંવ્યવહારિક પ્રત્યક્ષના બે ભેદ, (૧) ઇન્દ્રિયથી ઉત્પન્ન થનારું અને (૨) અનિન્દ્રિય (=મન) થી ઉત્પન્ન થતું. આ બન્ને પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષના દરેકનાં અવગ્રહ, ઇહા, અવાય,ધારણા એમ ચાર-ચાર ભેદ છે. અવગ્રહવગેરેનું સ્વરૂપ પ્રતીત હોવાથી દર્શાવ્યું નથી.
જે જ્ઞાન પોતાની ઉત્પત્તિમાં માત્ર આત્માની જ અપેક્ષાવાળું હોય, (અર્થાત્ ઇન્દ્રિય કે મનવગેરેની સહાય વિના જ આત્માને સાક્ષાત્ થતું જ્ઞાન ) તે પારમાર્થિકપ્રત્યક્ષ કહેવાય. તે પણ બે ભેદવાળું છે. (૧) ક્ષાયોપમિક અને (૨) ક્ષાયિક ક્ષાયોપશમિક (=તે—તે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયો॰થી ઉત્પન્ન થતું) જ્ઞાન પણ ભેદવાળું છે. (૧) અવધિજ્ઞાન (૨) મન: પર્યાયજ્ઞાન. ક્ષાયિકજ્ઞાન એક જ છે અને તે કેવળજ્ઞાન.
બે
પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ
પરોક્ષજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞા (૩) ઊણ (૪) અનુમાન અને (૫) આગમ. (૧) સ્મૃતિ :–સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થયેલું, અને પૂર્વ અનુભવેલા અર્થઅંગે ‘તે હતું” ઇત્યાદિ
१. बृहत्स्वयंभूस्तोत्रावल्यां विमलनाथस्तवे ६५ । २. प्रमाणनयतत्त्वालोकालंकारे २ - १, ४, ५, ६, १८ । ३. क्षयेणोदयप्राप्तकर्मणो विनाशेन सहोपशमेन विष्कम्भितोदयत्वं क्षयोपशमः ।
૧. અવગ્રહના બે ભેદ-વ્યંજનઅવગ્રહ અને અર્થાવગ્રહ. ચક્ષુરિન્દ્રિય તથા મન સિવાયની ચાર ઇન્દ્રિયને વ્યંજનાવગ્રહ હોય અર્થાવગ્રહ, ઇહા, અવાય, અને ધારણા આ પાંચ ઇન્દ્રિય અને મન એમ છએને અંગે હોય. વ્યંજનઅવગ્રહ વિષય, ઇન્દ્રિય અને તે બન્નેના સંબંધને વ્યંજન કહે છે. તે દ્વારા થતો અત્યંત અવ્યક્ત બોધ વ્યંજનાવગ્રહ છે, તે અસંખ્યસમયાત્મક છે. આ કંઇક છે. ઇત્યાદિપ અત્યંતસામાન્યબોધ અર્થાવગ્રહ છે. તે નિશ્ચયથી એક સમયનો અને વ્યવહારથી અસંખ્યસમયાત્મક છે. વસ્તુનો નિર્ણય કરાવવામાં હેતુભૂત ધર્મોનો વિચાર ઇહા છે. કાળ–અંતર્મુહૂર્ત. વસ્તુના સ્વરૂપનો નિશ્ચય = અવાય. એ પણ અંતર્મુહૂર્ત કાળ નો છે. તે નિશ્ચયને લાંબાકાળ સુધી ધારી રાખવો તે ધારણા છે. તેના ત્રણ ભેદ છે. (i) અવિચ્યુતિ (=ધારાવાહિ જ્ઞાન)(ii વાસના (=સંસ્કાર, ક્ષયોપશમરૂપ.) (iii) સ્મૃતિ. વ્યંજનાવગ્રહના ચાર અને બાકીના ચારના છ છ ભેદ હોવાથી મતિજ્ઞાનના કુલ અવીશ ભેદ થાય. ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતાં સાક્ષાત્ જ્ઞાનને લોકો પ્રત્યક્ષતરીકે ગણતા હોવાથી આ જ્ઞાનને સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહ્યું. વાસ્તવમાં જેમ લિંગના નિમિત્તથી થતું અનુમાન પરોક્ષ છે, તેમ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતું @વાથી સાંવ્યવહારિકપ્રત્યક્ષ પણ પરોક્ષજ્ઞાન જ છે. અને તે મતિજ્ઞાનમાં સમાવેશ પામે છે. (૨.) આ બન્ને જ્ઞાનને વિકલપ્રત્યક્ષ પણ કહે છે. કેમકે આ બન્ને સર્વદ્રવ્યવિષયક નથી. અવધિજ્ઞાન રૂપીદ્રવ્યવિષયક અને મનપર્યાયજ્ઞાન-મનોદ્રવ્યવિષયક છે. પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ
313