________________
સ્યા મંજરી
तेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वाद् अर्थनयाः । शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः । पूर्वः पूर्वो नयः प्रचुरगोचरः परः परस्तु परिमितविषयः । सन्मात्रगोचरात् संग्रहाद् नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः । सद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः । वर्तमानविषयाद् ऋजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वाद् अनल्पार्थः । कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दादृजुसूत्रस्तद्विपरीतवेदकत्वाद् महार्थः । प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिस्टात् शब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः । प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानाद् एवंभूतात् समभिरू ढस्तदन्यथार्थस्थापकत्वाद् महागोचरः । नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ।" इति । विशेषार्थिना नयानां नामान्वर्थविशेषलक्षणाक्षेपपरिहारादिचर्चस्तु भाष्यमहोदधिगन्धहस्तिटीकन्यायावतारादिग्रन्थेभ्यो निरीक्षणीयः ॥
પટ, ઘટશબ્દની વ્યુત્પત્તિનિમિત્તક્રિયાયુક્ત ન હોવાથી ‘ઘટ' પદથી વાચ્ય ન બને તેમ અહીં સમજવું. નયોના વિષયોમાં ક્રમિકપરિમિતતા
આ સાત નયોમાં નંગમ, સંગ્રહ, વ્યવહાર અને સૂત્ર આ ચાર નયો અર્થનું પ્રરૂપણ કરવામાં પ્રવીણ હોવાથી અર્થનય કહેવાય છે. છેલ્લા ત્રણ નયો શબ્દના વાચ્યાર્થસંબંધી હોવાથી શબ્દનય કહેવાય છે. પૂર્વ– પૂર્વનયના વિષયો વિસ્તૃત છે. ઉત્તર-ઉત્તરનયોના વિષયો પરિમિત છે. તે આ પ્રમાણે, ભાવ અને અભાવ –બન્ને વિષયક હોવાથી નૈગમ, માત્ર સત્ત્નું ગ્રહણકરનાર સંગ્રહ કરતાં વધુવિષયવાળો છે. ભાવથી સામાન્ય અને અભાવથી વિશેષનું ગ્રહણ થયું છે. સમસ્ત સત્પદાર્થોનું ગ્રહણ કરનાર સંગ્રહ સમાં પણ વિશેષના જ પ્રકાશક વ્યવહાર કરતા વિસ્તૃતઅર્થવાળો છે. ત્રણે કાળના અર્થનું નિરૂપણ કરવામાં કુશળ વ્યવહાર માત્ર વર્તમાનક્ષણના જ પર્યાયને ગ્રહણ કરનાર ઋજુસૂત્ર કરતા અધિકવિષયવાળો છે. કાલઆદિથી ભિન્નવસ્તુને પણ એકરૂપે અનુભવનાર જૂસૂત્ર, કાલઆદિભેદથી વસ્તુને ભિન્ન માનનાર શબ્દ કરતા વિશાળ વિષયવાળો છે. પર્યાયશબ્દોના એક જ અર્થનો સ્વીકારનાર શબ્દ, દરેક પર્યાયશબ્દના પણ ભિન્નઅર્થને સ્વીકારનાર સમભિરૂઢ કરતા વધુવિષયવાળો છે. ભિન્ન-ભિન્નક્રિયાકાળે પણ વસ્તુને એકરૂપ માનનાર સમભિઢનય પ્રત્યેકક્રિયા વખતે વસ્તુને અલગ-અલગ માનનાર એવંભૂતનય કરતાં વધુ વિષયવાળો છે. પોતાના વિષયમાં પ્રવર્તમાન થતું નયવાકય પણ વિધિ અને પ્રતિષેધદ્રારા સપ્તભંગીની રચના કરે છે” (અહીં પ્રમાણનયતત્ત્વાલોકાલંકારમાંથી ઉદ્ધૃત કરેલો ભાગ પૂર્ણ થયો.)
નયોના વિશેષજ્ઞાનની ઇચ્છાવાળાએ નયના નામ, અન્વર્થ, વિશેષલક્ષણ, આક્ષેપ, પરિહાર, વગેરેઅંગેની ચર્ચાનું જ્ઞાન મેળવવા વિશેષાવશ્યકભાષ્ય, તત્ત્વાર્થપરની ગન્ધહસ્તિટીકા, ન્યાયાવતાર વગેરે ગ્રન્થોનું નિરીક્ષણ કરવું.
પ્રમાણનું સ્વરૂપ
સમ્યગ અર્થના નિશ્ચયરૂપ પ્રમાણ સર્વનયાત્મક છે. જયારે સર્વનયો ‘સ્યાત્” શબ્દથી યુક્ત બને છે, ત્યારે તેઓ પ્રમાણ બની જાય છે. (સ્યાત્ શબ્દ અનેકાંતનું દ્યોતક હોવાથી જયારે કોઇપણ નયવાકચસાથે ‘સ્યાત્’ લગાડવામાં આવે ત્યારે જ્ઞાત થાયછે, કે આ નયવાકયનો અર્થ એકાંતે નથી, પરંતુ અનેકાંત છે. તેથી અર્થત: બીજા નયવાક્યોના અર્થ પણ ઉપસ્થિત થાય છે. અને એકનયનો શબ્દથી, અને બાકીનાનો અર્થથી ઉલ્લેખ થવાથી તે વાકચ સર્વનયાત્મક બને છે. અને પ્રમાણરૂપ બને છે. ) વિમલનાથ ભગવાનની સ્તુતિમાં શ્રીસમન્તભદ્રએ કહ્યુંછે કે જેમ ૨સ (સુવર્ણરસ) થી સંયુક્ત થયેલું લોખંડ સોનું થાય છે. તેમ ‘સ્યાત્'શબ્દથી યુક્ત થયેલા તારા આ નયો ( - તારાથી १. सिद्धसेनगणिविरचिततत्त्वार्थाधिगमभाष्यवृत्तिः । तदेव गन्धहस्तिटीका ।
9
કાવ્ય-૨૮
312