Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
________________
મંજરી
સ્યા पर्यायार्थिकश्चतुर्धा ऋजुसूत्रः शब्दः समभिस्टः एवंभूतश्च । ऋजु वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्रायः ऋजुसूत्रः । यथा सुखविवर्तः सम्प्रति अस्तीत्यादिः । सर्वथा द्रव्यापलापी तदाभासः । यथा तथागतमतम्। कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः । यथा बभूव भवति भविष्यति सुमेरित्यादिः । तद्भेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः । यथा बभूव भवति भविष्यति सुमेरित्यादयो भिन्नकालाः शब्दा भिन्नमेव अर्थमभिदधति भिन्नकालशब्दत्वात् तादृक्सिद्धान्यशब्दवद् इत्यादिः । पर्यायशब्देषु निक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढः इन्दनाद् इन्द्रः शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा । पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणस्तदाभासः
यथेन्द्रः शक्रः पुरन्दर इत्यादयः शब्दा भिन्नाभिधेया एव भिन्नशब्दत्वात् करिकुरङ्गतुरङ्गशब्दवद् इत्यादि । शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविशिष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन् एवंभूतः। यथेन्दनमनुभवन् इन्द्रः, शकनक्रियापरिणतः शक्रः, पूरणप्रवृत्तः पुरन्दर इत्युच्यते । क्रियानाविष्टं शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु तदाभासः । यथा विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यम् घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवद् इत्यादि ॥
કરે છે, તે વ્યવહરાભાસ છે. જેમકે ચાર્વાક દર્શન.
પર્યાયઅર્થિક નયના ચાર ભેદ છે. (૧) ઋજુસૂત્ર (૨) શબ્દ (૩) સમભિરૂઢ (૪)એવંભૂત. (૧)ઋ = માત્ર વર્તમાનક્ષણે રહેનાર પર્યાયને પ્રધાન કરનાર અભિપ્રાય ઋસૂત્રનય કહેવાય. જેમકે ‘હમણાં સુખપર્યાય છે. ( = ‘હમણાં હું સુખપર્યાયથી યુક્ત છું.” આ નય વર્તમાનકાલીન પણ બીજાના પર્યાયને સ્વીકારતો નથી ને ખ્યાલમાં રાખવું.) તથા ક્ષણિકપર્યાયને જ સ્વીકારી સ્થાયી દ્રવ્યનો અપલાપ કરનાર ઋજુસૂત્રાભાસ છે. જેમકે બૌદ્ધમત. (૨) કાળઆદિ (આદિથી સંખ્યા, લિંગ, વચનવગેરેના) ભેદથી શબ્દના અર્થનો ભેદ સ્વીકારનાર શબ્દનય છે. જેમ કે મેરૂપર્વત હતો, છે અને રહેશે. (ભૂતકાલના મેરૂથી વર્તમાનનો મેરૂ અને તે બંનેથી ભવિષ્યકાલીન મેરૂ ભિન્ન છે. કેમકે કાળભેદ છે. કારકભેદ ોતિ, યિતે, લિંગભેદ તટઃ તટી—તટમ્ સંખ્યાભેદ ટારા: તંત્રમ્। પુરુષભેદ યસ્થતિ યાસ્થામ ઉપસર્ગભેદ સન્તિછતે ગવતિતે ।) કાળઆદિભેદથી શબ્દના અર્થમાં એકાંતે ભેદ માનનાર શબ્દનયાભાસ છે. જેમકે ‘સુમેરૂ હતો, છે અને રહેશે.” વગેરેસ્થળોએ ભિન્નભિન્નકાળવાચી શબ્દો ભિન્નભિન્ન અર્થનું જ અભિધાન કરે છે, કેમ કે તેઓ ભિન્નકાળવાચકશબ્દો છે. જેમકે ભિન્ન અર્થપ્રતિપાદક ભિન્નકાળવાચી અન્યશબ્દો. એટલે કે ભૂતકાલીન મેરૂથી વર્તમાનકાલીનમેરૂ એકાન્તે ભિન્ન છે. અને ભવિષ્યકાલીનમેરૂ તે બંનેથી એકાંતે ભિન્ન છે (૩)પર્યાયશબ્દોમાં પણ નિરૂક્તિ (વ્યુત્પત્તિ) ના બળ પર ભિન્નઅર્થનું પ્રતિપાદનકરનાર સમભિટ્ટનય છે. જેમકે ઐશ્વર્યવાન હોવાથી ઇન્દ્ર, સમર્થ હોવાથી શક્ર, નગરનો નાશ કરેલો હોવાથી પુરન્દર, ઇત્યાદિ. પર્યાયશબ્દો સર્વથા ભિન્ન અર્થના પ્રતિપાદક છે એવી પ્રરૂપણા કરનાર સમભિરૂઢનયાભાસ છે. જેમકે ઇન્દ્ર, શક, પુરંદર વગેરે શબ્દો ભિન્ન અર્થના જ વાચક છે કેમકે ભિન્નશબ્દો છે ( = ભિન્નવ્યુત્પત્તિનિમિત્તવાળા છે.) જેમકે ‘હાથી' ‘હરણ' ‘ઘોડો' વગેરે શબ્દો. (૪)શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ( = શબ્દના પ્રયોગમાં કારણભૂત) ક્રિયાથી યુક્ત અર્થ જ, તે શબ્દનો વાચ્ય બને એમ એવંભૂતનયનો મત છે, જેમકે ઐશ્વર્ય અનુભવતો હોય ત્યારે ઇન્દ્ર કહેવાય, સમર્થ હોવાના સમયે શક્ર કહેવાય, નગરનો નાશ કરવાની પ્રવૃત્તિવખતે પુરંદર કહેવાય. જયારે પદાર્થ શબ્દની પ્રવૃત્તિમાં હેતુભૂત ક્રિયાથી રહિત હોય, ત્યારે તે પદાર્થ એકાંતે તે શબ્દથી વાચ્યઅર્થથી ભિન્ન છે ઇત્યાદિ માનનાર એવંભૂતનયાભાસ છે. જેમકે જયારે વસ્તુ પાણી લાવવાના સમયે સ્ત્રીના મસ્તકપર વિશિષ્ટ ચેષ્ટામાં રહેવારૂપ ક્રિયાથી યુક્ત હોતી નથી, ત્યારે તે ‘ઘટ’શબ્દથી વાચ્ય બને નહિ. કેમકે ઘટશબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ક્રિયાથી શૂન્ય છે જેમકે પટ. વાદિદેવસૂરિના મતે નયાદિનું સ્વરૂપ
311
Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376