Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
- યાતામંજરી
यावान् कश्चिद् धूमः स सर्वो वह्नौ सत्येव भवतीति तस्मिन्नसति असौ न भवत्येवेति वा । अनुमानं द्विधा स्वार्थं परार्थं च । तत्रान्यथानुपपत्त्येकलक्षणहेतुग्रहणसंबन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम् । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात्”। “आप्तवचनाद् आविर्भूतमर्थसंवेदनमागमः । उपचाराद् आप्तवचनं च" इति । स्मृत्यादीनां
3
આકારવાળું સંવેદન સ્મૃતિ કહેવાય છે. દા. ત. “તે તીર્થંકરની પ્રતિમા હતી.” (જાતિસ્મરણજ્ઞાન પણ આમાં સમાવિષ્ટ થાય છે. ) (૨) પ્રત્યભિજ્ઞાન :- અનુભવે અને સ્મૃતિથી ઉત્પન્ન થતું તિર્યક્ અને ઊર્ધ્વ સામાન્યા– દિવિષયક સંકલનાત્મક જ્ઞાન પ્રત્યભિજ્ઞાન. ‘આ તજજાતીય ગોપિણ્ડ છે.' તિર્યક્સામાન્યનું દૃષ્ટાંત, આ ગવય ગો (ગાય કે બળદ)જેવી છે. આ પણ તિર્યક્સામાન્યનું દૃષ્ટાંત છે. ‘ઉપમાન’પ્રમાણ આમાં જ સમાવેશ પામે છે, એ બતાવવા આ દૃષ્ટાંત આપ્યું. “આ તે જ જિનદત્ત છે." આ ઊર્ધ્વસામાન્યનું દૃષ્ટાંત છે. “તે જ અગ્નિનું મેં અનુમાન કર્યું.” આ અનુમાનજન્યપ્રત્યભિજ્ઞા છે. (૩)ઊહા : (-તર્ક) પ્રમાણથી ગ્રહણ થાય તે ઉપલંભ અને પ્રમાણથી ગ્રહણ થાય નહિ તે અનુપલ. આ બન્નેથી ઉત્પન્ન થતું તથા સાધ્ય–સાધનના ત્રૈકાલિક સંબંધના આલંબનથી, “આ (=સાધ્ય) ોય તો જ આ (સાધન) જ્ઞેય.” ઇત્યાદિઆકારવાળું સંવેદન ઊહા કહેવાય છે. ઊહાને તર્ક પણ કહે છે. જેમકે અગ્નિ હોય તો જ ધૂમાડો હોય. એટલે જો અગ્નિ ન હોય, તો ધૂમાડો પણ ન હોય. (૪) અનુમાન :- બે પ્રકારે છે. સ્વાર્થ અને પરાર્થ. ‘અન્યથાઅનુપપત્તિ' રૂપ એકમાત્ર લક્ષણવાળા હેતુના ગ્રહણથી, તથા હેતુ અને સાધ્ય વચ્ચેના સંબંધના સ્મરણથી. સાધ્યનો થતો બોધ સ્વાર્થઅનુમાન કહેવાય. જેમાં પક્ષ અને હેતુનું કથન હોય, તે પરાર્થઅનુમાન કહેવાય છે. આ અનુમાન ઉપચારથી છે. (પક્ષ અને હેતુનો નિર્દેશ શબ્દરૂપ હોવાથી જડ છે. તેથી આ નિર્દેશ જ્ઞાનરૂપ કહી શકાય નહિ. તેથી આ નિર્દેશ પરમાર્થથી પ્રમાણ ન હોવા છતાં બીજાના પ્રમાણજ્ઞાનમાં હેતુ ોવાથી ઉપચારથી અનુમાનપ્રમાણ તરીકે કહેવાય. અથવા તો જે વ્યક્તિ પક્ષ–હેતુ વચનનું પ્રતિપાદન કરે છે. તે વ્યક્તિને થયેલું સ્વાર્થઅનુમાનજ્ઞાન આ પ્રતિપાદનમાં કારણ હેવાથી પણ આ પ્રતિપાદનને ઉપચારથી પ્રમાણ કહી શકાય.) (૫) આગમ:- આપ્તના વચનથી ઉત્પન્ન થયેલું પદાર્થજ્ઞાન ‘આગમ’ પ્રમાણ કહેવાય છે.
શંકા :- આપ્તના વચનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન ‘આગમપ્રમાણ' હોય, તો આપ્તના વચનને જ આગમપ્રમાણ કહે છે, તે અસંગત ઠરશે.
સમાધાન :- આપ્તનું વચન આ જ્ઞાનમાં હેતુ ોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઉપચારથી આપ્તનું વચન પણ આગમ કહેવાય તેમાં કશું અસંગત નથી.
સ્મૃતિ વગેરેના આક્ષેપપરિહાર સહિતનું વિશેષસ્વરૂપ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાંથી મેળવી લેવું. અન્ય દર્શનકારોને માન્ય એવા અર્થપત્તિ, ઉપમાન, સંભવ, પ્રાતિભ, ઐતિહ્મવગેરેપ્રમાણો આ પ્રમાણોમાં સમાવેશ પામે છે. નૈયાયિકવગેરે સન્નિકર્ષઆદિને (ઇન્દ્રિય અને વિષયના સંબંધને) પ્રમાણ તરીકે માને છે, તે અયોગ્ય છે, કેમકે સન્નિકર્ષ જડ છે, જયારે પ્રમાણ જ્ઞાનરૂપ છે. આ પ્રમાણે નય અને પ્રમાણોને સ્થાપીને હે ભગવન્!
૨. પ્રમાળનવતત્ત્વાતોતિંારે ૩-૩-૨૩) ૨. પ્રમાળનયતત્ત્વારોાતંારે ૪-૬, ૨ ।
૧. અનુભવ = પ્રત્યક્ષઆદિ પ્રમાણથી ઉત્પન્ન થતું જ્ઞાન. ૨. તિર્યંગ સામાન્ય:- ગાયવગેરેમાં રહેલા ગોત્વવગેરે સદેશપરિણામો. ૩. કડા, કુંડળવગે૨ેપર્યાયોમાં સુવર્ણાદિ જે અન્વયીદ્રવ્ય છે, તે ઊર્ધ્વતા સામાન્ય કહેવાય. સામાન્યાદિ. અહીં આદિથી વિસદૃશપરિણામ વગેરેનું ગ્રહણ કરવું ૪. સંકલનાત્મક:- વિવક્ષિત ધર્મથી યુકતરૂપે પદાર્થનો વિમર્શ. આ પ્રત્યભિજ્ઞા પ્રમાણનું સ્વરૂપ છે. આમ અહીં આ જ્ઞાનના હેતુ-વિષય અને સ્વરૂપ બતાવ્યા.
કાવ્ય-રદ
314