________________
ચાલુ મંજરી
कुतस्तर्हि सुप्तोत्थितस्य तदुदयः ? असंवेदनेन चैतन्यस्याभावात् । न, जाग्रदवस्थानुभूतस्य स्मरणात् । असंवेदनं, तु निद्रोपघातात् । कथं तर्हि कायविकृतौ चैतन्यविकृतिः ? नैकान्तः, श्वित्रादिना कश्मलवपुषोऽपि बुद्धिशुद्धेः अविकारे च भावनाविशेषतः प्रीत्यादिभेददर्शनात्, शोकादिना बुद्धिविकृतौ कार्याविकारादर्शनाच्च । परिणामिनो विना નહિ. કેમકે નિ તુક ઉત્પત્તિ તો સર્વત્ર સંભવી શકે. અથવા અન્યત્ર અન્યદા પણ સંભવી શકે. તેથી મૃતશરીરમાંથી પણ ઉપયોગની ઉત્પત્તિની આપત્તિ છે.
શંકા :- મૃત શરીરમાં લોહીવગેરેનો સંચાર નથી. લોહીવગેરેના સંચારથી યુક્ત શરીરમાંથી જ તેનો પ્રાદુર્ભાવ થાય છે. તેથી તમે કહી તેવી આપત્તિ નથી.
.
સમાધાન :- લોહીસંચારાદિથી યુક્ત દેહમાં તેની ઉત્પત્તિ થતી જ હોય, તો ગાઢ સુતેલાના દેહમાં પણ લોહીસંચારાદિ ક્રિયા થાય છે. છતાં ત્યાં ઉપયોગ (=સ્પષ્ટજ્ઞાનરૂપ ઉપયોગ) દેખાતો નથી, તેથી સિદ્ધ થાય છે કે લોહીભ્રમણાદિ ઉપાધિઓ અન્યથાસિદ્ધ છે. તથા સત્ ઉપયોગ ઉત્પન્ન થાય છે કે અસત્ ઉપયોગ ઉત્પન્ન થાય છે ? જો ‘સત્ ઉપયોગ ઉત્પન્ન થાય છે” એ વિકલ્પ સ્વીકારશો, તો એનો અર્થ એ થશે કે ‘ઉત્પન્ન થયેલો ઉપયોગ ઉત્પન્ન થાય છે.' અને તો– તો, સતત તેની ઉત્પત્તિ ચાલુ જ રહેશે, કેમકે સર્વદા તે તુલ્યરૂપે • સત્તા' ધરાવે છે. આમ અનવસ્થાદોષ આવશે, અને અનંતકાળમાટે ઉત્પત્તિ અને સ્થિતિની આપત્તિ આવશે. જો અસત્ ઉપયોગ ઉત્પન્ન થાય છે.' એમ કહેશો, તો અસત્ ઉપયોગમાં ઉત્પત્તિક્રિયા હોવાથી તેને અર્થક્રિયાકારી માનવો પડશે જે અસંગત છે, કેમકે અવિધમાનવસ્તુ અર્થક્રિયાકારી સંભવે નહીં. વળી ઉપયોગ અસત્ હોવાથી સકળશક્તિઓથી રહિત છે. આવો સકળશક્તિહીન ઉપયોગ ઉત્પત્તિક્રિયાનો કર્તી શી રીતે થઇ શકે ? જો એ કર્તા બની શકે, તો ખપુષ્પને પણ કર્તા માનવું પડશે. એટલે કે ‘ખપુષ્પ પણ ઉત્પન્ન થાય છે” તેમ માનવું પડશે. કેમકે અસત્ત્વ' બંનેમાં સમાનરૂપે છે. અત: એમ સિદ્ધ થાય છે, કે ઉપયોગ ભૂતધર્મ નથી.
સુપ્તાવસ્થામાં ચૈતન્યની સત્તા
શંકા :– જો ઉપયોગ ભૂતકાર્ય નથી, તો સૂઇને ઉઠેલાને તેનો ઉદય શી રીતે સંભવે ? સૂવાના કાળે તો સંવેદનનો અભાવ હોવાથી તેટલો કાળ ચૈતન્ય સંભવતું નથી. અને ચૈતન્યના અભાવમાં ઉપયોગ સંભવી શકે નહિ . આત્મધર્મ હોવાથી જો ચૈતન્ય સા રહેતું હોય, તો ઉંધવાના કાળે પણ રહેવું જોઇએ, અને સંવેદન પણ થવું જોઇએ.
સમાધાન :- ઉંધ વખતે ચૈતન્યનો અભાવ અસિદ્ધ છે. કેમકે સૂઇને ઉઠ્યા પછી ઊંધની પહેલાની જાગૃત અવસ્થામાં અનુભૂત વસ્તુનું સ્મરણ થતું દેખાય છે. જો ઉંધ વખતે ચૈતન્ય નાશ પામતું હોય, અને સૂઇને જાગૃત થતી વખતે નવું ચૈતન્ય પ્રગટ થતું હોય, તો પૂર્વકાલીન ચૈતન્યથી આ નૂતન ચૈતન્ય ભિન્ન સિદ્ધ થશે. તેથી પૂર્વની જાગૃત અવસ્થામાં અનુભૂત વસ્તુનું સ્મરણ આ નવા ચૈતન્યને થઇ શકશે નહિ. જે દૃષ્ટ કે ઇષ્ટ નથી. આમ સૂવાની પહેલાની જાગૃત અવસ્થામાં જે ચૈતન્ય હતું, તે જ ચૈતન્ય ઉધની ઉત્તરકાળે પણ ોય છે. તેથી સૂવાના કાળમાં ચૈતન્યનો અભાવ અસિદ્ધ છે.
શંકા :- નિદ્રાકાળે પણ જો ચૈતન્ય હોય તો તે કાળે સંવેદન કેમ થતું નથી ?
સમાધાન :- નિદ્રાદ્વારા સંવેદનને ઉપઘાત લાગ્યો હેવાથી તે વખતે સંવેદન થતું નથી. વાસ્તવમાં, તે વખતે મન એવી અવસ્થામાં હોય છે, કે જેથી ઇન્દ્રિય સાથે તેનો સંબંધ થતો નથી. તેથી ઇન્દ્રિયને સંબંધિત
કાવ્ય-૦
254