________________
'સ્થાાઠમંજરી - स एव शेषैरपि गुणैरित्युपकारेणाभेदवृत्तिः । ६ य एव गुणिनः सम्बन्धी देशः क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्यगुणानामिति गुणिदेशेनाभेदवृत्तिः । ७ य एव चैकवस्त्वात्मनास्तित्वस्य संसर्गः स एव शेषधर्माणामिति संसर्गेणाभेदवृत्तिः। अविष्वग्भावेऽभेदः प्रधानम् भेदो गौणः, संसर्गे तु भेदः प्रधानम् अभेदो गौण इति विशेषः । ८ य एव चास्तीति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एव शेषानन्तधर्मात्मकस्यापीति शब्देनाभेदवृत्तिः पर्यायार्थिकनयगुणभावे द्रव्यार्थिकनयप्राधान्याद् उपपद्यते ॥
જેટલાં પ્રદેશને વ્યાપીને રહ્યો છે તેટલાં જ પ્રદેશને વ્યાપીને અન્ય ધર્મો પણ રહ્યા છે. પણ આ અર્થ બહુ યુક્તિસંગત દેખાતો નથી. કેમકે અહીં ટીકાકારશ્રીને ક્ષેત્રાત્મકદેશ ઈટ છે. જયારે અમૂર્તગુણની ગુણીમાં વૃત્તિ અપૂથગભાવથી છે. જ્યાં અપૃથગભાવથી વૃનિ ઈષ્ટ ય, ત્યાં ક્ષેત્રની વિચારણા નિરર્થક છે, તેથી જ પૂર્વે “અવયવી અવયવમાં અપૃથગભાવથી રહ્યો હોવાથી તે અવયવમાં દેશથી રહ્યો છે કે સંપૂર્ણતયા ઈત્યાદિ વિકલ્પોનો અનવકાશ છે એમ દર્શાવ્યું હતું. તેથી “પદાર્થના જેટલા પ્રદેશોમાં અસ્તિત્વધર્મ છે, તેટલા જ પ્રદેશોમાં અન્ય શેષ ગુણો પણ છે ઇત્યાદિ વચન શિષ્ટજનને બહુમત બની ન શકે.) અથવા ગુણીના આધાર , તરીકે જે દેશ હૈય, તેજ દેશને ગુણનો આધાર પણ કહી શકાય, કેમકે ગુણ અને ગુણી કથંચિત અભિન્ન છે. તેથી પોતાના ગુણી સમ્બન્ધી જે દેશ અસ્તિત્વધર્મનો છે. તે જ દેશ અન્ય ગુણોનો પણ છે. કેમકે અસ્તિત્વ ધર્મની જેમ અન્યગુણો પણ પોતાના ગુણીના આધારભૂત દેશમાં જ ઉપલબ્ધ થાય છે. એટલે કે જે સ્થળે ગુણિગત અસ્તિત્વ ધર્મ ઉપલબ્ધ થાય છે, તે સ્થળેઅન્યધર્મો પણ ઉપલબ્ધ થાય છે. આમ સમાનદેશમાં ઉપલબ્ધ થતાલેવાથી ગુણિદેશની અપેક્ષાએ પણ અભેદ છે. આ અર્થ કરવામાં પૂર્વોક્તદોષનો સંભવ દેખાતો નથી. નયજ્ઞગીતાર્થો આબાબતમાંનિર્ણાયક છે.) (૭) સંસર્ગ :- અસ્તિત્વધર્મનો વસ્તસ્વરૂપસાથે જે સંસર્ગ છે, તે જ સંસર્ગ તે વસ્તુના અન્ય ધર્મોનો પણ છે. પર્યાયનયની | અપેક્ષાએ વસ્તુ તેના ગુણોથી ભિન્ન છે. ભિન્ન એવા ગુણો સંસર્ગથી વૈશેષિકઆદિની દૃષ્ટિથી સમવાયસંસર્ગથી)વસ્તુનો આશ્રય કરે છે. અસ્તિત્વ (અન્યમતે સત્તા) સંસર્ગથી (અન્યમતે સમવાયથી) જીવાદિદ્રવ્યમાં વૃત્તિ છે, એ જ સંસર્ગથી અન્યગુણો પણ દ્રવ્યમાં વૃત્તિ છે અથવા અસ્તિત્વવગેરે બધાધમ તે વસ્તુના સ્વરૂપભૂત છે. તેથી સ્વરૂપસંબંધથી અસ્તિત્વની વસ્તુ સાથે જે સંસર્ગ છે, તે જ સંસર્ગ અન્ય ધર્મોનો પણ છે. વસ્તુનાં ધર્મોનો વસ્તુથી ભેદનો વ્યવહાર લોકોમાં થાય છે, જેમકે પાણીની શીતળતા “ઘડનું બ્રેવાપણ. આ ભિન્ન ધર્મો વસ્તુના સ્વરૂપ હોઇ, સ્વરૂપસંબંધથી વસ્તુમાં વૃત્તિ છે. આમસંસર્ગની અપેક્ષાએ પણ ધર્મો વચ્ચે અભેદ છે) અવિશ્વભાવસંબંધમાં વસ્તુનો ધર્મ સાથેનો ભેદ ગૌણ છે અને અભેદ પ્રધાનપણે છે. હું જયારે સંસર્ગમાં અભેદ ગૌણ છે અને ભેદ પ્રધાન છે. બંને વચ્ચે આટલો તફાવત છે. (૮) શબ્દ :અસ્તિત્વધર્મથી યુક્ત વસ્તુનો, વાચક જે “અસ્તિ શબ્દ છે, તે જ “અસ્તિ શબ્દ બાકીના અનન્તધર્મોથી યુક્ત છે. તે વસ્તુનો, વાચક પણ છે. જેમ અસ્તિત્વધર્મથી યુક્ત હોવાથી વસ્ત-અસ્તિ' (છે)એમ કહેવાય છે, તેમ અન્યધર્મોથી યુક્ત લેવાથી પણ “વસ્તુ મતિઃ એમ કહેવાય છે. આમ શબ્દની અપેક્ષાએ પણ ધર્મો અભિન્ન છે. આ પ્રમાણે પર્યાયાર્થિકનયને ગૌણ કરી અને દ્રવ્યાર્થિક નયને પ્રધાન કરી કાળાદિ આઠદ્વારા ધર્મો વચ્ચે અભેદ સિદ્ધ કર્યો.
પર્યાયાર્થિકન કાલઆદિ આઠનું સ્વરૂપ દ્રવ્યાર્થિકનયનેગૌણ કરવામાં આવે, અને પર્યાયાર્થિકનયને મુખ્ય કરવામાં આવે, આજકાળાદિઆઠની છે જ અપેક્ષાએ ધર્મોમાં અભેદ સંભવે નહિ. તે આ પ્રમાણે. (૧) કાળ:- ગુણો સમકાલીન નથી. કેમકે એકકાળે ફરી એકવસ્તુમાં ઘણા ગુણો સંભવી શકે નહિ, અને જો અનેક ગુણો માનશો તે જેટલા ગુણો તેટલા ગુણી માનવા જ પડશે. અર્થાત એકની એકવસ્તુને અનેકવસ્તરૂપ માનવી પડશે. (પર્યાયાર્થિકનય વર્તમાનગાહ છે. તથા વર્તમાનક્ષણે
રહેલી વસ્તુને તેના તત્કાલીન પ્રગટ એકપર્યાયમય જ માને છે. તથા તે જ પર્યાયને તે વસ્તુના ને કાળના ધર્મ તરીકે સ્વીકારે Sી છે. તેથી અનંતધર્માત્મક વસ્તુના અનંતધમ પ્રગટક્ષે ભિન્નકાલીન લેવાથી આ નય તે ધર્મોને કાલના ભેદે ભિન્ન જ માને
:::::::::::::::::::
કાવ્ય-૨૩.
::::::::::::::::::::::: :::::::::::::::::::
278)